ઘરે સહેલાઈથી ઉછેરી શકાય તેવા ઔષધીય રોપાઓનું વિતરણ કરાયું
‘વિશ્વ પર્યાવરણ દિવસ’ની ઉજવણી અંતર્ગત મોરબી તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા પંચાયત પ્રમુખ શ્રી અશોકભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં ‘હરિત યોગ’ કાર્યક્રમ યોજાયો હતો. મોરબી જિલ્લા વિકાસ અધિકારીશ્રી જે.એસ.પ્રજાપતિના માર્ગદર્શન અને જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી ડો. હરેશભાઈ જેતપરીયાના નિદર્શનમાં ગત તારીખ ૦૫/૦૬/૨૦૨૫ ના ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ તેમજ ‘૧૧ માં વિશ્વ યોગ દિવસ-૨૦૨૫’ના કાઉન્ટડાઉન અંતર્ગત યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિતોને શારીરિક અને માનસિક તંદુરસ્તી માટે યોગ કરાવવામાં આવ્યા હતા. ‘હરિત યોગ’ અંતર્ગત ધરે સહેલાઈથી ઉછેરી શકાય તેવા ગુડૂચી, પાનફૂટી જેવા ઔષધીય રોપાઓનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં મોરબી તાલુકા વિકાસ અધિકારીશ્રી પી.એસ. ડાંગર તથા તાલુકા પંચાયતના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ શિબિરનું સંચાલન આયુર્વેદ મેડિકલ ઓફિસર ડો. જીજ્ઞેશ બોરસાણિયા, ડો. ખ્યાતિ ઠકરાર તથા ડો. વિરેન ઢેઢી દ્વારા કરવામાં આવ્યું હતું. યોગ ઈન્સ્ટ્રકર મહેશ્વરીબેન દલસાણીયા અને દીલીપભાઈ કણજારીયા દ્વારા યોગ નિર્દશન કરવામાં આવ્યું હતું.
કચ્છ-મોરબી હાઇવે ઉપર સહેનશાવલી પાટીયા પાસે ઇકોસ્પોર્ટ ગાડીમાં ભરેલ IMFLની બોટલો નંગ-૩૪૭ કી રૂ. ૪,૭૧,૫૦૦/- તથા કાર મોબાઇલ ફોન મળી કુલ. રૂ ૮,૭૬,૫૦૦/- ના મુદામાલ સાથે એક આરોપીને માળીયા (મીં) પોલીસે ઝડપી પાડયો છે. માળીયા મીયાણા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ નાઇટ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન સ્ટાફને સંયુક્તમાં ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, કચ્છ તરફથી ફોર્ડ કંપનીની ઇકોસ્પોર્ટ કાર રજીસ્ટર નં- GJ-03-FD-9056 વાળીમા ગે.કા.તે ઇંગ્લીંશ દારૂનો જથ્થો ભરી મોરબી તરફ આવે છે તેવી મળેલ બાતમીના આધારે માળીયા મીંયાણા સહેનશાવલી પાટીયા પાસે કચ્છ મોરબી હાઇવેરોડ ઉપર જરૂરી વોચ ગોઠવી બાતમીવાળી કાર મળી આવતા તેમાંથી અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો નંગ-૩૪૭ કિ.રૂ.૪,૭૧,૫૦૦/-ના તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિં રૂ. ૮,૭૬,૫૦૦ ના મુદામાલ સાથે એક ઇસમ અભીષેકભાઇ મુકેશભાઇ બદીયાણી (ઉ.વ. ૨૭) રહે. જામનગરવાળાને પકડી પાડી પુછપરછ કરતા અન્ય એક શખ્સ મામા રહે સામખીયાળી વાળાનુ નામ ખુલતા બંને વિરુદ્ધ પ્રોહીબીશન હેઠળ ગુન્હો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
શ્રી વરિયા પ્રજાપતિ શિક્ષણ સમિતિ આયોજીત વિદ્યારત્ન અભિવાદન સમારોહ સંપન્ન : બોર્ડમાં પ્રથમ નંબર મેળવેલ વિદ્યાર્થીઓનું શાહી સન્માન, રમતવીરોને પણ બિરદાવાયા
મોરબી : મોરબીમાં શ્રી વરીયા પ્રજાપતિ શિક્ષણ સમિતિ દ્વારા સામાકાંઠે આવેલ રેમન્ડ પાર્ટી પ્લોટ ખાતે ગત રવિવારે વિદ્યારત્ન અભિવાદન સમારોહ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વરિયા પ્રજાપતિ સમાજના તેજસ્વી તારલાઓ, પ્રતિભાઓ અને રમતવીરોને બિરદાવવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં મોરબી, થાન, રાજકોટ, વાંકાનેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં વરિયા પ્રજાપતિ સમાજના લોકોની ઉપસ્થિતિ રહી હતી. આ વેળાએ વરિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળની યંગ ટિમ કે જેને શિક્ષણ ક્ષેત્રે પરિવર્તન લાવ્યું છે સાથે મહિલ વિંગ કે જેને વિવિધ પ્રવૃતિ સાથે મહિલા ઉત્થાનનું કામ કર્યું છે. બન્ને સંગઠનના સભ્યોની વિશેષ હાજરી રહી હતી. તેઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.
ધો.1થી કોલેજ સુધી સારા માર્ક સાથે ઉત્તીર્ણ થનાર 54 વિદ્યાર્થીઓ તેમજ સીએ, નોટરી, ડોકટર થયેલા 5 લોકોનું સન્માન કરવામાં આવ્યું હતું. રાજ્ય અને જિલ્લા કક્ષાએ રમતગમત ક્ષેત્રે નંબર પ્રાપ્ત કરેલ 19 રમતવીરોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ વેળાએ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયો હતો. જેમાં બાળકોએ રાસ – ગરબા સહિતની કૃતિઓ રજૂ કરી હતી. ઉપરાંત 70થી વધુ બાળકોએ ઓપરેશન સિંદૂર ઉપર કૃતિ રજૂ કરી હતી. જેમાં પહેલગામ એટેક અને સેનાએ લીધેલા બદલાની ગાથા નાટક રૂપે વર્ણવી હતી.
આ કાર્યક્રમમાં ધો.10 અને 12માં પ્રથમ આવેલ વિદ્યાર્થીઓ ઉપર પુષ્પવર્ષા કરી શંખનાદ અને ઢોલ સાથે શાહી સન્માન કરવાના આવ્યું હતું. સમાજની પ્રથમ મહિલા સીએ હેતલ સાણજાનું પણ શાહી બહુમાન કરવામાં આવ્યું હતું. વધુમાં શિક્ષણ સમિતિ દ્વારા સુદામા સન્માન યોજના કાર્યરત છે. વર્ષ 2024માં જે વિદ્યાર્થી ફી ન ભરી શકે તેવા 5 વિદ્યાર્થીની રૂ.87 હજાર જેટલી ફી આ યોજના થકી ભરવામાં આવી હતી. વર્ષ 2025 માટે આ યોજનામાં દાતાઓએ ઉદારહાથે ફાળો આપ્યો હતો. તેમ સંસ્થાની યાદીમાં જણાવાયું છે.મોરબીમાં વરીયા પ્રજાપતિ સમાજના તેજસ્વી તારલાઓ અને પ્રતિભાઓનું ભવ્ય સન્માન
શ્રી વરિયા પ્રજાપતિ શિક્ષણ સમિતિ આયોજીત વિદ્યારત્ન અભિવાદન સમારોહ સંપન્ન : બોર્ડમાં પ્રથમ નંબર મેળવેલ વિદ્યાર્થીઓનું શાહી સન્માન, રમતવીરોને પણ બિરદાવાયા
મોરબી : મોરબીમાં શ્રી વરીયા પ્રજાપતિ શિક્ષણ સમિતિ દ્વારા સામાકાંઠે આવેલ રેમન્ડ પાર્ટી પ્લોટ ખાતે ગત રવિવારે વિદ્યારત્ન અભિવાદન સમારોહ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વરિયા પ્રજાપતિ સમાજના તેજસ્વી તારલાઓ, પ્રતિભાઓ અને રમતવીરોને બિરદાવવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં મોરબી, થાન, રાજકોટ, વાંકાનેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં વરિયા પ્રજાપતિ સમાજના લોકોની ઉપસ્થિતિ રહી હતી. આ વેળાએ વરિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળની યંગ ટિમ કે જેને શિક્ષણ ક્ષેત્રે પરિવર્તન લાવ્યું છે સાથે મહિલ વિંગ કે જેને વિવિધ પ્રવૃતિ સાથે મહિલા ઉત્થાનનું કામ કર્યું છે. બન્ને સંગઠનના સભ્યોની વિશેષ હાજરી રહી હતી. તેઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.
ધો.1થી કોલેજ સુધી સારા માર્ક સાથે ઉત્તીર્ણ થનાર 54 વિદ્યાર્થીઓ તેમજ સીએ, નોટરી, ડોકટર થયેલા 5 લોકોનું સન્માન કરવામાં આવ્યું હતું. રાજ્ય અને જિલ્લા કક્ષાએ રમતગમત ક્ષેત્રે નંબર પ્રાપ્ત કરેલ 19 રમતવીરોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ વેળાએ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયો હતો. જેમાં બાળકોએ રાસ – ગરબા સહિતની કૃતિઓ રજૂ કરી હતી. ઉપરાંત 70થી વધુ બાળકોએ ઓપરેશન સિંદૂર ઉપર કૃતિ રજૂ કરી હતી. જેમાં પહેલગામ એટેક અને સેનાએ લીધેલા બદલાની ગાથા નાટક રૂપે વર્ણવી હતી.
આ કાર્યક્રમમાં ધો.10 અને 12માં પ્રથમ આવેલ વિદ્યાર્થીઓ ઉપર પુષ્પવર્ષા કરી શંખનાદ અને ઢોલ સાથે શાહી સન્માન કરવાના આવ્યું હતું. સમાજની પ્રથમ મહિલા સીએ હેતલ સાણજાનું પણ શાહી બહુમાન કરવામાં આવ્યું હતું. વધુમાં શિક્ષણ સમિતિ દ્વારા સુદામા સન્માન યોજના કાર્યરત છે. વર્ષ 2024માં જે વિદ્યાર્થી ફી ન ભરી શકે તેવા 5 વિદ્યાર્થીની રૂ.87 હજાર જેટલી ફી આ યોજના થકી ભરવામાં આવી હતી. વર્ષ 2025 માટે આ યોજનામાં દાતાઓએ ઉદારહાથે ફાળો આપ્યો હતો. તેમ સંસ્થાની યાદીમાં જણાવાયું છે.
આત્મરક્ષણ તથા પાકરક્ષણના તમામ હથિયાર જમા કરાવવાના રહેશે
મોરબી જિલ્લામાં ગ્રામ પંચાયતોની સામાન્ય /વિભાજન /મધ્યસત્ર /પેટા ચૂંટણીઓ-૨૦૨૫ અંતર્ગત મતદાન ૨૨/૦૬/૨૦૨૫ ના રોજ યોજનાર છે.જે અન્વય જિલ્લામાં ચૂંટણી યોજાનાર ગ્રામ પંચાયત વિસ્તારમાં આદર્શ આચાર સંહિતા અમલમાં આવેલ છે. જેથી આ ચૂંટણીનું મતદાન મુકત, ન્યાયી અને શાંતિપુર્ણ વાતાવરણમાં યોજાય અને ગ્રામ પંચાયત વિસ્તારમાં જાહેર સુલેહશાંતિ અને કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે તે માટે મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી કે.બી. ઝવેરી દ્વારા જિલ્લા જે ગામોમાં ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર /પેટા ચૂંટણીઓ-૨૦૨૫ ચૂંટણી યોજાનાર છે તે ગ્રામ પંચાયત વિસ્તારના સ્વરક્ષણ તથા પાકરક્ષણના તમામ પરવાનેદારો (નિશ્ચિત અપવાદ સિવાયના)એ તેમના હથિયાર પરવાના હેઠળનું હથિયાર જમા કરાવવાનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
જાહેરનામા અનુસાર મોરબી જિલ્લા જે ગામોમાં ચૂંટણી યોજાનાર છે તે ગ્રામ પંચાયત વિસ્તારના સ્વરક્ષણ તથા પાકરક્ષણના તમામ પરવાનેદારો (નિશ્ચિત અપવાદ સિવાયના)એ તેમના હથિયાર પરવાના હેઠળનું હથિયાર ૧૧/૦૬/૨૦૨૫ સુધીમાં સબંધિત પોલીસ સ્ટેશનમાં જમા કરાવી તે અંગેની પહોંચ મેળવી લેવાની રહેશે.
આ જાહેરનામુ ફરજ પર રોકાયેલા પોલીસ કર્મચારી/અધિકારીઓ કે જેઓની ફરજના ભાગરૂપે શસ્ત્રો રાખવાની પરવાનગી આપવામાં આવેલ છે. તમામ મેજિસ્ટ્રેટ, કસ્ટમ, ફોરેસ્ટરમ, ઇન્કમટેક્સ, સેન્ટ્રલ એક્સાઇઝ, પોર્ટ, રેલવે, સંરક્ષણની ત્રણેય પાંખોના અધિકારીઓ/કર્મચારીઓને હથિયાર જમા કરાવવામાંથી મુક્તિ આપવામાં આવે છે. મોરબી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં આવેલ સરકારી/અર્ધસરકારી સંસ્થાઓ (બેંક કોર્પોરેશન સહિત)ના નામે જે હથિયાર પરવાનો ધરાવતા હોય તેમને તેમના પરવાના વાળા હથિયારો જમા કરાવવામાંથી મુક્તિ આપવામાં આવે છે.
ઔદ્યોગિક એકમો, ખાનગી સંસ્થાઓ, ટ્રસ્ટ વગેરે પોતે પરવાના ધરાવતી હોય તે સંસ્થા અને માન્યતા ધરાવતી સિક્યુરિટી એજન્સીના ગનમેન કે જેઓ રાષ્ટ્રીયકૃત, સહકારી કે કોમર્શિયલ બેંક, એટીએમ તથા કરન્સી ચેસ્ટની લેવડ-દેવડ કરતા હોય તેવા હથિયારધારી સિક્યુરિટી ગાર્ડને તેમના હથિયાર જમા કરાવવામાંથી મુક્તિ આપવામાં આવે છે, આવા સિક્યુરિટી ગાર્ડ એ તેઓ બેંકમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા હોય તે સંબંધિત એજન્સી/એકમના ફોટોગ્રાફ સાથેનો ઓળખપાત્ર પોતાની સાથે રાખવાનો રહેશે. તેમજ જે તે સંબંધિત એજન્સી/એકમના અધિકૃત અધિકારીશ્રીએ આવા સિક્યુરિટી ગાર્ડની વિગતવાર માહિતી જે તે સંબંધિત પોલીસ સ્ટેશનમાં આપવાની રહેશે અને પોલીસ સ્ટેશને આ અંગે નિયમો અનુસારની ચકાસણી કરી લેવાની રહેશે. શૂટિંગની રમતમાં રમતવીર કે જેઓ વિવિધ સ્તરે રાષ્ટ્રીય રાઇફલ એસોસિએશનના સભ્ય છે અને તેમને વિવિધ શૂટિંગ સ્પર્ધામાં ભાગ લેવાનો થતો હોય જેમાં તેઓ તેમની રાઈફલનો ઉપયોગ કરે છે તેમના હથિયાર જમા કરાવવામાંથી મુક્તિ આપવામાં આવે છે. હથિયાર જમા કરાવવા બાબતે અત્રેની કચેરીથી રચાયેલી સ્ક્રીનીંગ કમિટી દ્વારા મુક્તિ મળેલ હોય તેમને પણ આ જાહેરનામુ લાગુ પડશે નહીં.
વધુમાં તમામ હથિયારો ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા પછી દિવસ-૭ માં સબંધિત તમામ પરવાનેદારોને પરત સોંપી આપવા અંગેની કાર્યવાહી સંબંધિત પોલીસ સ્ટેશનના અધિકારીએ પૂર્ણ કરવાની રહેશે અને આવા હથિયારો સમયસર પરત મેળવી લેવાની જવાબદારી સબંધિત પરવાનેદારની રહેશે.
આ જાહેરનામુ ૨૭/૦૬/૨૦૨૫ સુધી અમલમાં રહેશે. આ આદેશનો ભંગ કરનાર અથવા ઉલ્લંધન કરનાર શસ્ત્ર અધિનિયમ તથા ભારતીય ન્યાય સંહિતા મુજબ શિક્ષાને પાત્ર થશે.
મોરબી જિલ્લામાં બકરી ઈદના તહેવારને અનુસંધાને જિલ્લામાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે મોરબી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એસ.જે.ખાચર દ્વારા પ્રતિબંધાત્મક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
આ જાહેરનામા અનુસાર કોઈપણ ઈસમે આગામી તા.૦૯/૦૬/૨૦૨૫ સુધી અધિકૃત કતલખાનાની બહાર કે કોઈ જાહેર ખાનગી સ્થળોએ જ્યાં બહારથી જોઈ શકાય તેવી રીતે કોઈપણ પશુઓની કતલ કરવી નહીં. સમગ્ર મોરબી જિલ્લા વિસ્તારની હદમાં કોઈ શેરીમાં જાહેર સ્થળોમાં દેખાય તે રીતે અન્ય પશુની કતલ કરવી નહીં. બકરી ઈદના તહેવાર પછી જાનવરના માંસ, હાડકા અને અવશેષો જાહેરમાં ફેંકવા નહીં.
આ જાહેરનામું આગામી ૦૯/૦૬/૨૦૨૫ સુધી અમલમાં રહેશે તથા આ જાહેરનામનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા અનુસાર શિક્ષાને પાત્ર થશે.