ઇમરજન્સી 108 ની જેમ તત્કાલ જરૂરત મંદને બ્લડ ડોનેટ કરી માનવતાનું ઉદાહરણ પૂરું પાડતા મહમંદશા શાહમદાર
મોરબી મા પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે ફુલ હાર નો વ્યવસાય ચલાવતા અને યુવા પત્રકાર તરીકે વિવિધ અખબારો અને ન્યૂઝ ચેનલ એન્ડ વેબ સોશિયલ મીડિયા માં સતત એક્ટિવ રહેતા પ્રજાલક્ષી સમાચારોને વાચા આપતા સર્વે સમાજ ચિંતક એવા મુસ્લિમ ફકીર યુવા પત્રકાર મહમંદશા શાહમદાર નો આજ રોજ જન્મ દિવસ ના રોજ હોવાથી જેથી સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશમાં વસવાટ કરતા મુસ્લિમ ફકીર સમાજ સહિત સર્વે સમાજના પ્રતિષ્ઠ પશુ પક્ષી માનવસેવક મહમંદશા શાહમદાર ના જન્મદિવસ નિમિત્તે મોરબી સહિત ના રૂબરૂ દુઆ પ્રાર્થના આશીર્વાદ વડીલો આપી જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે તો મિત્રો સગા સંબંધીઓ એ સ્ટેટસ whatsapp facebook instagram મા પત્રકારો વકીલ ડોક્ટર સામાજિક સંસ્થાના અગ્રણીઓ આગેવાનો વિવિધ પાર્ટી પક્ષના રાજકીય નેતાઓ કાર્યકરો હોદ્દેદારો યુવા પત્રકારને તેના જન્મદિવસ નિમિત્તે આજરોજ તારીખ 30-7-2025 એ શુભેચ્છા અભિનંદન પાઠવી રહ્યા છે હાલ અહેમદાબાદ મિત્ર સાપ્તાહિક અખબાર માં પ્રજા પ્રશ્નો ને વાચા આપવાની સાથે પ્રતિષ્ઠ પ્રમાણિક વ્યક્તિઓ ના પરિચય સાથે સામાજિક ન્યાયિક પ્રશ્નોને પવિત્ર પત્રકારી ક્ષેત્રે વાંચ આપી રહ્યા છે જે આજના આધુનિક યુગમાં સોશિયલ મીડિયામાં સોશિયલ મીડિયા આવૃત્તિ દૈનિક અહેમદાબાદ મિત્ર માં વિડીયો ન્યુઝ સહિતના અહેવાલો સમાચારો કવરેજ કરી મોરબી શહેર જિલ્લા સહિત અન્ય જિલ્લાઓમાં બહોળો મિત્ર વર્ગ ધરાવતા મુસ્લિમ ફકીર સમાજના યુવા પત્રકાર મહમંદશા શાહમદાર ને પોતાના માતા પિતાના દુહા આશીર્વાદ થી સારું જીવન તંદુરસ્તી સાથે પ્રાપ્ત કરી પ્રજાલક્ષી સમાચારોની સાથે કાયમ પશુ પક્ષી માનવસેવક તરીકે યુવા પત્રકારની છબી સર્વે સમાજમાં સારો પ્રકાશ આપે તેવી હાર્દિક શુભેચ્છા અહેમદાવાદ મિત્ર પરિવાર તરફથી પાઠવીએ છીએ તંત્રી શહેનાઝબેન શેખ સહિત સમગ્ર અહેમદાબાદ પરિવાર તરફથી હાર્દિક શુભેચ્છા અભિનંદન
મોરબીના યુવા પત્રકાર રવિ સાણંદિયાનો આજે જન્મદિવસ છે. તા. ૧૯ જુલાઈના રોજ જન્મેલા રવિભાઈ સાણંદિયા યુવા વયથી જ પત્રકારત્વના પવિત્ર વ્યવસાય સાથે જોડાયા છે. સ્થાનિક અખબાર અને ટીવી ચેનલથી પત્રકારત્વની કારકિર્દી શરુ કર્યા બાદ આજે રવિભાઈ ગુજરાત ફર્સ્ટ ચેનલ સાથે જોડાઈને પ્રજાના પ્રશ્નને વાચા આપી રહ્યા છે. રવિ સાણંદિયા અગાઉ જીએસટીવી ગુજરાતી માં પણ પોતાની પત્રકારત્વ થી લોકોના પ્રશ્નોને વાચા આપી ચુક્યા છે સમાજ માટે કઈક કરી છૂટવાની ભાવના સાથે પોતાની ચેનલના માધ્યમથી તેઓ પ્રજાના પ્રશ્નો ઉકેલવામાં સક્રિય રસ દાખવી રહ્યા છે. છેલ્લા ૧૫ થી વધુ વર્ષોથી પોતાના માધ્યમ દ્વારા મોરબી શહેર અને જીલ્લાની પ્રજાનું પ્રતિનિધિત્વ કરતા રવિભાઈના જન્મદિવસ પ્રસંગે તેમના પત્રકાર મિત્રો, પરિવાર અને સગા સ્નેહીઓ તેમને શુભકામનાઓ પાઠવી રહ્યા છે ત્યારે ગુજરાત તત્કાલ સંદેશ પણ રવિભાઈ સાણંદિયા ને જન્મદિવસની ખુબ ખુબ શુભકામના અને અભિનંદન પાઠવ્યા રહું છે
મોરબી જિલ્લા ટ્રાફીક પોલીસ ક્યારે જાગશે ?અકસ્માત થાય ત્યારે તંત્ર અકસ્માત થાય તેની રાહ જોવે તેવો ઘાટ ક્યારે કરશે કાર્યવાહી?
મોરબી ટીંબડી ગામના પાટીયા પાસે ટ્રક ચાલકોનો આડેધડ પાર્કિંગ કરીને અડીંગો જમાવી અન્ય નાના વાહન ચાલકો માટે મોતને આમંત્રણ આપવા આડેધડ ટ્રકો પાર્ક કરીને બેફામ બન્યા છે ત્યારે જિલ્લા ટ્રાફીક પોલીસ ટ્રાફીકના નિયમોનુ કયારે પાલન કરાવશે તેવી સ્થાનીક લોકોમાં ચર્ચા જાગી છે કેમ કે અવાર નવાર ટીંબડી ગામના પાટીયા પાસે ભુતકાળમાં મોટા અકસ્માત સર્જાયા છે તે સૌ કોઈ જાણે છે જેથી આડેધડ પાર્ક કરનારા ટ્રક ચાલકો સામે મોરબી જિલ્લા ટ્રાફીક પોલીસ ક્યારે લાલ આંખ કરશે તે ચર્ચાનો વિષય બન્યો છે ટીંબડી ગામ આસપાસ ઉધોગો હોવાથી ટીંબડી ગામ ગામ તરફ જવાનો રસ્તો છે જ્યાં આડેધડ પાર્ક કરીને અડીંગો જમાવી બેઠેલા ટ્રકોના કારણે ટીંબડી ગામ તરફથી આવતા વાહનોને દેખાતું નથી અને હાઈવે ઉપર ચડતા જ ગંભીર અકસ્માતો સર્જાતા હોય છે ભુતકાળમાં ટીંબડી ગામના પાટીયે પાસે ગંભીર અકસ્માતો સર્જાયા છે જેમાં ઘણા બધા બાઈક ચાલકો અને કાર અકસ્માતમાં મોતને ભેટેલા છે જેથી ગુજરાતમાં હાલ ચર્ચાનો વિષય બની તંત્ર તમાશબીન બન્યું છે અકસ્માત બાદ તપાસના આદેશ તેવું અહી બને તેની મોરબી જિલ્લા તંત્ર રાહ જોતું હોય તેવું દેખાઈ રહ્યું છે! પરંતુ જો કોઈ ગંભીર અકસ્માત સર્જાય કોઈ મોતને ભેટે તો જવાબદારી કોની ?તેવી જોરદાર ચર્ચા થઈ રહી છે જેથી મોરબી ટ્રાફીક પોલીસ સફાળુ જાગીને ટીંબડી ગામના પાટીયા પાસે અડીંગો જમાવી આડેધડ પાર્કિંગ કરનાર ટ્રક ચાલકો સામે કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે અને ગામના પાટીયા આસપાસ બંને સાઈડ ગ્રામજનોને હાઈવે ઉપરના વાહનો દેખાઈ તે રીતે ખુલ્લી જગ્યા કરાવે તેવી લોકમાંગ ઉઠી રહી છે અન્યથા કોઈ અઘટિત ઘટના બને અને લોકોનો ઉગ્ર આક્રોશ સાથે ચક્કાજામ જેવા દેખાવો થાય ગંભીર પરીણામનુ નિર્માણ થાય તે પહેલા તંત્ર દ્વારા યોગ્ય પગલાં ભરાઈ તે જરૂરી બન્યું છે કેમ કે ગુજરાતમાં તાજેતરમાં બનેલા ગોઝારી ઘટનાઓ બન્યા બાદ તંત્ર તપાસ અને આદેશો આપતા હોય છે તેવું અહી ન થાય તેમ મોરબી ટીંબડી ગામના પાટીયા પાસે તંત્ર દ્વારા અકસ્માતની રાહ જોવાઈ રહી છે તેવી તેવી ચર્ચા લોકોમાં ચર્ચાનો વિષય બની છે હાલ તો ગુજરાતમાં ઘોડા છુટી ગયા પછી તબેલાને તાળા મારવા આમ બની ગયું છે તે જગજાહેર છે તાજેતરમાં પુલ તુટવા જેવી ગંભીર ઘટનાઓ બની છે ત્યારે મોરબી જિલ્લામાં પણ તંત્ર જાગે અને અકસ્માતો ન થાય અકસ્માતોમા ઘટાડો થાય તેવી ટ્રાફીક પોલીસે કામગીરી કરવી જોઈએ તેમજ જિલ્લામાં રોડની બંને સાઈડ આડેધડ પાર્કિંગ કરી મોરબી શહેરની આસપાસ ભારેખમ વાહનોને આડેધડ પાર્ક કરીને ટ્રાફીક સર્જતા હોય જેથી કરીને પોલીસ ને પણ ટ્રાફિક ક્લિયર કરવામાં ભારે જહેમત ઉઠાવી પડતી હોય છે ટ્રક ચાલકો નીતિ નિયમ નેવે મૂકીને હાઈવે પર જામ સર્જાતા હોય છે મોરબી શહેર આસપાસના હાઈવે પર ઓવરલોડ ડમ્પર ચાલકોને તો જાણે આરટીઓ કે પોલીસનો ડર જ ન હોય? તેમ આંખ મીંચીને ડ્રાઈવિંગ કરતા હોય તેવો ઘાટ જોવા મળે છે તેની સામે ક્યારે કરાશે કાર્યવાહી કરાશે ?તેવો ધગધગતો સવાલ પણ લોકોના મુખે ચર્ચાઈ રહ્યો છે મોરબી જવું હોય તો મોતને મુઠ્ઠીમાં રાખીને જ જવું તેવો ઘાટ આડેધડ પાર્કિંગ અને માતેલાસાંઢની જેમ હાઈવે પર દોડતા બેફામ ટ્રક ચાલકોથી બચવુ જ નાના વાહન ચાલકો માટે ચિંતાનો વિષય બન્યો છે અત્રે ઉલ્લેખનીય છેકે ટીંબડી ગામના પાટીયા પાસે ભુતકાળમાં બનેલી અકસ્માતની ગંભીર ઘટનાઓને ભવિષ્યકાળમાં પણ નોતરશે અકસ્માતને આમંત્રણ આપશે કે પછી તંત્ર કડક કાર્યવાહી કરશે તે આગામી સમય જ બતાવશે
મોરબીમાં રફાળેશ્વર નજીક પાંજરાપોળની ભૂમિ પર એક પેડ મા કે નામ ૨.૦ અભિયાન અંતર્ગત અંદાજિત ૩૫૦૦ જેટલા વૃક્ષોનું વાવેતર કરવાના ઉમદા ઉદ્દેશ્ય સાથે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રીશ્રી મુળભાઈ બેરાની પ્રેરક ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મંત્રીશ્રી સહિત મહાનુભાવો અને જિલ્લાવાસીઓ મળી અંદાજિત ૩૫૦૦ જેટલા લોકોએ વૃક્ષારોપણ કર્યું હતું.
આ પ્રસંગે પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ કેબિનેટ મંત્રીશ્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે, સૌના સહિયારા પ્રયાસથી આ કાર્ય શક્ય બન્યું છે. મોરબી એક એવું સ્થળ છે જ્યાં નાના એવા ભૌગોલિક વિસ્તારમાં ૩ હજારથી વધુ કારખાનાઓ આવેલા છે, જેથી આ જગ્યાએ વન અને વૃક્ષોની જરૂરિયાત સવિશેષ છે. ત્યારે વિશેષ પ્રમાણમાં વૃક્ષારોપણ કરી ઉદ્યોગનગરી મોરબી વૃક્ષનગરી બને તે માટે મહાનગરપાલિકા, નગરપાલિકાઓ, સરકાર, સંસ્થાઓ, ઉદ્યોગો તેમજ લોકો સાથે મળી સહિયારા પ્રયાસ કરે તે જરૂરી છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, મોરબીમાં વિશેષ પ્રમાણમાં વૃક્ષારોપણ સાથે મોરબી જિલ્લાવાસીઓને હરવા ફરવા માટેનું વિશેષ સ્થળ બને તે માટેના ધારાસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયાના સંકલ્પને આજે આપણે સાકર કરવા જઈ રહ્યા છીએ. આ ભગીરથ કાર્યને સફળ બનાવવા માટે તેમણે કાર્યમાં સહભાગી સૌનો આભાર માન્યો હતો તથા અભિનંદન પણ પાઠવ્યા હતા.
સાંસદશ્રી વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, એકસાથે ૩૫૦૦ વૃક્ષોનું વાવેતર કરી આપણે સૌ ગુજરાતમાં ઇતિહાસનું નિર્માણ કરવા જઈ રહ્યા છીએ. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી પ્રકૃતિ સાથે આનંદ પ્રમોદ કરવા વિશેષ સ્થળનું મોરબીમાં નિર્માણ થવા જઈ રહ્યું છે જે ખૂબ આનંદની વાત છે.
મોરબી-માળિયા ધારાસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યું હતું કે, પાંજરાપોળ ખાતે ૧૧૦૦ વીઘા જમીન પર વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. આ સ્થળને પ્રવાસનના સ્થળ તરીકે વિકસાવવા આગામી પાંચ વર્ષમાં તબક્કાવાર વિવિધ આયોજનો હાથ ધરવામાં આવશે. વધુમાં મોરબી જિલ્લાનો એક પણ રોડ વૃક્ષ વિનાનો ન રહે તે માટે સૌને આહવાહન પણ કર્યું હતું.
ગુજરાત રાજ્યના વન વિભાગના PCCF અને HOFF શ્રી એ.પી. સિંઘએ પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, ગત વર્ષે એક પેડ મા કે નામ અભિયાનમાં ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં બીજા ક્રમાંકે રહ્યું છે. વન વિભાગના જીવન G-૨ મોડેલ હેઠળ મોરબીમાં આ પાંજરાપોળના વિસ્તારને સાંકળી લેવામાં આવશે અને ત્યાં લાંબા આયુષ્ય ધરાવતા દેશી વૃક્ષોનું વાવેતર કરતા આ વિસ્તાર વધુ રળિયામણો બનશે.
આ પ્રસંગે મંત્રીશ્રી સહિત મહાનુભાવોએ બ્રાહ્મણશ્રીઓની ઉપસ્થિતિમાં શાસ્ત્રોક મંત્રોચ્ચાર સાથે વૃક્ષારોપણ કરી આ વિસ્તારને હરિયાળુ બનાવવાના કાર્યનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે પર્યાવરણ ક્ષેત્રે પ્રેરણારૂપ કામગીરી કરનાર જિલ્લાના પર્યાવરણવીરોનું સન્માન કરવામાં આવ્યું હતું.
પાંજરાપોળના આ વિસ્તારમાં રાજ્ય સરકાર તથા સદભાવના ટ્રસ્ટના સહયોગથી આમળો, શીરસ, કરંજ, કણજી, ઉમરો, બોરસલી, કંચનાર, બિલ્લી, કટગુંદી, બેહડા, ખેર સહિત સ્થાનિક વૃક્ષો તેમજ વડ, પીપળો, લીમડો જેવા વૃક્ષો મળી ૪૦ થી ૫૦ પ્રજાતિના લાંબુ આયુષ્ય ધરાવતા ૫ થી ૬ ફૂટના દેશી વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી હંસાબેન પારેઘી, રાજ્યસભાના સાંસદશ્રી કેસરીદેવસિંહજી ઝાલા, સુરેન્દ્રનગર સાંસદશ્રી ચંદુભાઈ સિહોરા, ટંકારા-પડધરી ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયા, પૂર્વ મંત્રીશ્રી બ્રિજેશભાઈ મેરજા, ગુજરાત રાજ્ય સામાજિક વનીકરણ PCCF શ્રી આર.કે. સુગુર, મોરબી નાયબ વન સંરક્ષકશ્રી સુનિલ બેરવાલ, સુરેન્દ્રનગર નાયબ વન સંરક્ષકશ્રી તુષાર પટેલ, અગ્રણીશ્રી પંકજભાઈ મોદી, મોરબી પાંજરાપોળના પ્રમુખશ્રી વેલજીભાઈ ઉઘરેજા, સદભાવના ટ્રસ્ટના અગ્રણીશ્રી વિજયભાઈ ડોબરીયા, સંત મહંત સર્વશ્રી કનકેશ્વરીદેવીજી, શ્રી ભાણદેવજી મહારાજ, શ્રી અમરગીરી બાપુ, જિલ્લાના આગેવાનશ્રીઓ તેમજ વિવિધ સામાજિક સંસ્થાઓના કાર્યકરો, વિવિધ ધાર્મિક સંસ્થાઓના કાર્યકરો, વિદ્યાર્થીઓ, વન વિભાગના કર્મચારીઓ બહોળી સંખ્યામાં આ વૃક્ષારોપણ કાર્યમાં જોડાયા હતા.
મોરબી જીલ્લાના “અકિલા” ના સિનિયર પત્રકાર અને રાજકીય વિશ્લેષક પ્રવિણભાઇ વ્યાસ ” દાદા ” નો આજે જન્મદિવસ. ઠેર ઠેર થી અભિનંદન, શુભેચ્છા વર્ષા.
જીવન સફરના 66 વર્ષ પુરા કરી મોરબીના સિનિયર પત્રકાર અને ” દાદા ” ના હુલામણા નામથી જાણીતા પ્રવિણભાઇ વ્યાસ આજે 67 માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે.
આજથી 32 વર્ષ પહેલા પત્રકારત્વ જગતમાં પ્રવેશ કરી મોરબી પંથકના લોકપ્રશ્નો, સમસ્યાઓને નીડરતાથી ઉજાગર કરવાની નૂતન સૌરાષ્ટ્ર પેપરથી શરૂઆત કરી અને પછી તો તબક્કાવાર રાજકોટથી પ્રસિદ્ધ થતા લગભગ તમામ દૈનિક પેપરોમાં સેવાઓ આપી.અને છેલ્લા ત્રણ દાયકાથી “અકિલા” પરિવાર સાથે જોડાયેલા છે.
સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિ મંડળ, વ્યાસ પ્રગતિ મંડળ, મોરબી પ્રેસ એસોસીએશન માં વર્ષો સુધી સેવાઓ આપી ચુક્યા છે. અનેક સેવાભાવી સંસ્થાઓ સાથે જોડાયેલા છે.
અનેક ચડાવ ઉતારની વચ્ચે પણ નીડરતા, પ્રમાણિકતાથી પત્રકાર તરીકે પોતાનો ધર્મ નિભાવનાર ” દાદા ” આજે પણ મોરબી પત્રકાર પરિવારમાં એક આદરભર્યું સ્થાન ધરાવે છે. અને પત્રકારત્વની પીચ પર અણનમ રહી પોતાનો પત્રકાર તરીકેનો ધર્મ નિભાવી રહ્યા છે. રાજકીય વિશ્લેશક તરીકે પણ ટીવી ડિબેટોમાં બેબાક સત્યનો પક્ષ રાખે છે. રાજકીય, સામાજીક, ઔદ્યોગિક ક્ષેત્રના અગ્રણીઓ, સગા, સબંધી, મિત્રો, પત્રકારમિત્રો સહિતનાઓ તરફથી આજે તેમના મો.નં. 9825487412 પર અભિનંદન, શુભેચ્છા વર્ષા થઇ રહી છે.