મોરબી : માનવ સેવા, કોમી એકતા અને સર્વધર્મ સમભાવના જીવંત ઉદાહરણ રૂપે મોરબીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ હઝરત બાવા એહમદશાહ ગ્રુપ દ્વારા ૨૭ માં હિન્દુ-મુસ્લિમ સમૂહ લગ્ન મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે. આ પવિત્ર અને અનોખો કાર્યક્રમ આવનારા રવિવાર, તા. ૩૦ નવેમ્બર ૨૦૨૫ના રોજ મોરબી મુકામે યોજાવાનો છે. આ સમૂહ લગ્ન મહોત્સવમાં ૫૧ હિન્દુ તથા ૫૧ મુસ્લિમ એમ કુલ ૧૦૨ દંપતિઓ નવા જીવનની શરૂઆત એક જ મંડપ નીચે કરશે. હિન્દુ પરંપરા અનુસાર મંગલફેરા તથા મુસ્લિમ પરંપરા અનુસાર નિકાહ કલમાં પઠી, બંને વિધિઓ સાધુ-સંતો, ફકીરો અને વિવિધ ધર્મગુરુઓની હાજરીમાં પૂર્ણ થશે. આ રીતે “એક મંડપ – બે પરંપરા”ના સ્વરૂપે મોરબી ફરી એક વાર કોમી એકતાનું અદભૂત ઉદાહરણ પૂરું પાડશે. આ પવિત્ર કાર્યની શરૂઆત મોરબીના સર્વધર્મ સન્માન અને સેવાકીય પ્રવૃત્તિઓ માટે લોકપ્રિય સૈયદ હાજી એહમદ હુસેન મીયા બાપુ કાદરી સાહેબે કરી હતી. છેલ્લા ૨૬ વર્ષથી આ સમૂહ લગ્ન સતત યોજાતા આવ્યા છે અને હજારો દંપતિઓએ અહીંથી નવા જીવનની શરૂઆત કરી છે. સમાજના ગરીબ તથા જરૂરિયાતમંદ પરિવાર માટે આ આયોજન આશીર્વાદ સમાન છે, કારણ કે સંસ્થા તરફથી દંપતિઓને ઘરગથ્થુ સામાન તથા જરૂરી જીવનોપયોગી વસ્તુઓ ભેટરૂપે આપવામાં આવે છે. રાજકીય, સામાજિક, ધાર્મિક તથા વિવિધ સંસ્થાઓના આગેવાનો સહિત અનેક મહાનુભાવો દર વર્ષે આ અનોખા કાર્યક્રમમાં હાજરી આપી કોમી એકતા અને ભાઈચારાના સંદેશને આગળ ધપાવે છે. અરજી પ્રક્રિયા અને સંપર્ક વિગતો બાવા એહમદશાહ ગ્રુપ દ્વારા જાહેર કરાયેલ અખબારી યાદી મુજબ, આ સમૂહ લગ્ન મહોત્સવમાં ભાગ લેવા ઈચ્છુક જરૂરિયાતમંદ દુલ્હા-દુલ્હન, વર-કન્યાએ સમયસર પોતાના લગ્ન ફોર્મ મેળવી તથા પૂર્ણ કરી સંસ્થાને જમા કરાવવાના રહેશે. ફોર્મ મેળવવા તથા વિગતવાર માહિતી માટે નીચે મુજબના સંપર્ક સેતુઓ જાહેર કરવામાં આવ્યા છે : ઈકબાલભાઈ હુસેનભાઇ રાઠોડ – હાજી એહમદ હુસેન બાપુની ઓફિસ, સિપાઈ વાસ, મોરબી 91734 92327 બચુભાઈ ચાનીયા – અયોધ્યાપુરી મેઇન રોડ, મોરબી 98256 45844 મહેશભાઈ – હોટલ ડિલક્સ, નહેરુગેટ પાસે, કે.બે.બેકરીની બાજુમાં, મોરબી 98793 10595 વિમલભાઈ દખતરી – એરવોઈઝ ગ્રીન ચોક, મોરબી 80000 01811 આ આયોજનમાં ભાગ લેનાર સૌભાગ્યશાળી દંપતિઓ માટે સંસ્થા તરફથી સર્વસુવિધાયુક્ત વ્યવસ્થા કરવામાં આવશે. આ રીતે મોરબી શહેર આવનારા ૩૦ નવેમ્બરે ફરી એકવાર કોમી એકતાનું અનોખું સંદેશ આપશે, જ્યાં હિન્દુ-મુસ્લિમ ભાઈચારો અને માનવતાનું સંગમ એક જ મંડપ હેઠળ જોવા મળશે.
વિકાસ સપ્તાહની ઉજવણીના પ્રારંભે મોરબી જિલ્લામાં જિલ્લા કલેકટર કચેરી ખાતે ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયાની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ‘ભારત વિકાસ પ્રતિજ્ઞા’ લેવામાં આવી હતી. સમગ્ર રાજ્યની સાથે મોરબી જિલ્લામાં પણ ૦૭ થી ૧૫ ઓક્ટોબર દરમિયાન યોજાનાર ‘વિકાસ સપ્તાહ’ના શુભારંભે મોરબી જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીશ્રીઓ ભારત વિકાસ પ્રતિજ્ઞા અન્વયે બંધુતાની ભાવના સાથે દેશની અખંડિતતા માટે પ્રતિબંધ રહેવા, વિકસિત ભારતની વિભાવનાને સાર્થક કરવા સનિષ્ઠ પ્રયાસો કરવા, રાષ્ટ્ર પ્રથમના મંત્રને અગ્રતા આપી વોકલ ફોર લોકલ થકી સ્વદેશી વસ્તુઓનો જ ઉપયોગ કરવા તથા દેશના સંસાધનોનો વિવેક પૂર્વક ઉપયોગ કરવા સહિતના મુદ્દે શપથ ગ્રહણ કર્યા હતા.
આજે તા.૦૨/૧૦/૨૦૨૫ ના રોજ મોરબી કલેક્ટર કચેરી ખાતે મોરબી જિલ્લાના ડોક્ટર, શિક્ષકો તેમજ વકીલો માટે નાગરિક સંરક્ષણ અવેરનેસ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં ડેપ્યુટી ચીફ વોર્ડનશ્રી જયેશ વેગડા દ્વારા નાગરિક સંરક્ષણ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી તેમજ ભવિષ્યમાં મોરબી જિલ્લામાં નાગરિક સંરક્ષણમાં વધુમાં વધુ નાગરિકો જોડાય તે માટે પ્રયત્નશીલ રહેવા જણાવવામાં આવ્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આગામી સમયમાં આ પ્રકારની વધુ તાલીમોનું આયોજન કરવામાં આવનાર છે. આ અવેરનેસ તાલીમમાં મોરબી જિલ્લા પુરવઠા અધિકારીશ્રી જૈમિન કાકડિયા, ડિઝાસ્ટર મામલતદારશ્રી એ.એસ. દોશી, જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટશ્રી દીપ પટેલ તેમજ મોરબી ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના કર્મચારીશ્રીઓ, જિલ્લાના ડોકટરશ્રીઓ, વકીલશ્રીઓ અને શિક્ષકશ્રીઓ જોડાયા હતાં.
મોરબી નજીકના વનાળીયા (શારદાનગર) ગામે દર વર્ષે ભટ્ટ પરિવાર દ્વારા હિંગળાજ માતાજીના મંદિરે શરદ પુનમના દિવસે યજ્ઞનુ આયોજન કરવામાં આવે છે.જેમાં ભટ્ટ પરિવારના સહ પરિવાર હાજરી આપી દર્શન તેમજ પ્રસાદનો લાભ લે છે. આગામી શરદપૂનમ તા.૭-૧૦ ને મંગળવારના હોય આ દિવસે આ આયોજનમાં યજમાન તરીકે મુળ બહાદુરગઢ નિવાસી હાલ મોરબી દિનેશભાઇ દયાશંકર ભટ્ટ, જીતુભાઈ દયાશંકર ભટ્ટ, લલીતભાઈ દયાશંકર ભટ્ટ તરફથી વ્યવસ્થા કરવામાં આવેલ છે?જ્યારે આ યજ્ઞ વિધીમાં લલીતભાઈ દયાશંકર ભટ્ટના પુત્ર વિદ્વાન શાસ્ત્રી હર્ષદીપભાઈ ભટ્ટ બેસવાના છે.તેમજ યજ્ઞની શાસ્ત્રોક્ત રીતે વેદ મંત્રો દ્વારા પુજાવિધિ શાસ્ત્રી તેજસભાઇ રમેશભાઈ ભટ્ટ અને તેની ટીમ દ્વારા કરાવવામાં આવશે.આ યજ્ઞના દાતા ચરીકેનો લાભ દિનેશભાઇ ભટ્ટ, જીતુભાઈ ભટ્ટ, લલીતભાઈ ભટ્ટ અને તેના પરિવારે લીધેલ હોય સૌ ભટ્ટ પરિવારને દર્શન અને પ્રસાદ લેવા માટે તેઓેેએ પધારવા હ્રદયપૂર્વક આમંત્રણ આપેલ છે. આવતા વર્ષની શરદ પુનમમાં જેમને યજ્ઞ વિધીમાં બેસવાનુ હોય તેમણે નીચે આપેલ નામ નંબર ઉપર સંપર્ક કરી નામ નોંધાવશે.તો ત્યારે જ જાહેરાત કરવામાં આવશે.તેમ સંસ્થાના પ્રમુખ બળવંતભાઈ ભટ્ટ (મો.93274 99185) જે.પી. ભટ્ટ (મો.99254 51138) તથા દર્શનભાઈ ભટ્ટ (મોં.98982 42906) એ યાદીમાં જણાવેલ છે.
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના વરિષ્ઠ નેતા લાલજીભાઈ દેસાઈ ના માર્ગદર્શન હેઠળ તથા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેવાદળની અધ્યક્ષ પ્રગતિબેન આહીર અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેવાદળના વાઈસ પ્રેસિડન્ટ તથા સૌરાષ્ટ્ર ઝોન પ્રભારી રમેશભાઈ જારીયા સાહેબની સૂચનાથી, આવનારી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીને ધ્યાનમાં રાખી, મોરબી જિલ્લામાં જુસબભાઈ કરીમભાઈ સંધવાણી ને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેવાદળના પ્રદેશ મંત્રી તરીકે મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી. આ નિમણૂંક પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓબીસી ના કાર્યકારી અધ્યક્ષ રાજુભાઈ આહીર, મોરબી જિલ્લા કોંગ્રેસ અધ્યક્ષ કિશોરભાઈ ચીખલીયા તથા વાંકાનેરના પૂર્વ ધારાસભ્ય જાવેદ પીરઝાદા ની વરિષ્ઠ હાજરીમાં મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે આ સન્માન આપવામાં આવ્યું. આ પ્રસંગે સંગઠનને વધુ મજબૂત બનાવવા તથા આવનારી ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષને પ્રભાવી બનાવવા માટે સૌએ પોતાના વિચારો વ્યક્ત કર્યા અને નવા નિમણૂંક પામેલા પ્રદેશ મંત્રી જુસબભાઈ સંધવાણીને હાર્દિક શુભેચ્છા અને અભિનંદન પાઠવ્યા.