મોરબી, અત્રેની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળા સમાજ અને શાળાનો સેતુ રચાય, લોકોને શાળા પ્રત્યે લગાવ રહે,શાળાને શિક્ષકોની નહીં પણ પોતાની ગણે એવા શુભ આશયથી અત્યાર સુધીમાં અનેક વિદ્યાર્થીનીઓ આ શાળામાં અભ્યાસ કરી જીવનના પાઠ ભણી કોઈ પોતાનાં સંસારમાં વ્યસ્ત છે કોઈ ભણી ગણીને આગળ વધી ગઈ છે તો કોઈ વિદ્યાર્થીનીઓ હાલ માધ્યમિક,ઉચ્ચ માધ્યમિક સ્નાતક,અનુસ્નાતક કક્ષાએ આગળ અભ્યાસ કરી રહી છે. એવી પૂર્વ વિદ્યાર્થીનીઓના સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન સતવારા સમાજવાડી ખાતે કરવામાં આવ્યું હતું,તેમજ આ પ્રસંગે શાળાની બાળાઓ દેશભક્તિ રાષ્ટ્ર ભાવનાથી ભરપૂર સુંદર મજાના સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા,જેમાં ધો.6 થી 8 ની બાળાઓએ સ્વાગત ગીત શુભ સ્વાગતમ..દેશભક્તિ પેરોડી,અધૂરમ મધુરમ..તેમજ ધો.3 અને 4 ની બાળાઓએ વિદાયગીત ચલતે.. ચલતે..મેરે યે ગીત યાદ રખના.. કભી અલવીદા.. ન કહેના.. ભાવવાહી ગીતો રજૂ કર્યા હતા ધોરણ એકની બાળાઓએ સાંપ્રત સમસ્યા મોબાઈલ ઉપર મોબાઈલ સાથે સુંદર અભિનય ગીત રજૂ ઉપસ્થિત સૌના મન મોહી લીધા હતા,ધોરણ બાલ વાટિકા અને ધો.2 ના બાળકોએ ફુગ્ગા ફોડ સાથે સુંદર ગીત રજૂ કર્યું હતું, તેમજ સંગીત શિક્ષક ઓમ ડાભી દ્વારા તૈયાર કરાવેલ અયગીરી નંદીની..રંગભર્યું નાનું રૂપાળું મારું ગામડું,તેમજ હતો હું સૂતો પારણે પુત્ર નાનો.. વગેરે ગીતો બાળાઓએ સુર,તાલ અને લય સાથે રજૂ કર્યા હતા,તમામ પૂર્વ વિદ્યાર્થીનીઓ સાથે મળી શાળાના સંભારણા, સંસ્મરણો વાગોળ્યા હતા, શાળાની બહેનપણીઓને મળીને ભાવ વિભોરની ક્ષણો જોવા મળી હતી, સમગ્ર કાર્યક્રમમાં સતવારા સમાજવાડીના પ્રમુખ મનસુખભાઈ ડાભી, કેશુભાઈ હડિયલ ખજાનચી તેમજ મંત્રી કાનજીભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હતા,કાર્યક્રમને સફળ બનાવવા શાળાના તમામ શિક્ષક બંધુ/ભગીનીઓએ ખુબજ જહેમત ઉઠાવી હતી અંતમાં સૌએ સાથે અલ્પાહાર કરી કાર્યક્રમની સોનેરી યાદો સાથે છુટા પડ્યા.
રાજ્ય સરકારના યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા આયોજિત યુવા ઉત્સવની રાજ્ય કક્ષાની વકતૃત્વ સ્પર્ધામાં મોરબી મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતો વિસ્મય ત્રિવેદી પ્રથમ સ્થાને વિજેતા થયો છે. 'મહેનતની મહતા વધુ કે ભાગ્યની ભવ્યતા....? વિષય પર બોલતા વિસ્મયે વિવિધ ઉદાહરણો અને સાહિત્યિક ભાષા શૈલી દ્વારા નિર્ણાયકોના તથા શ્રોતાઓના દિલ જીતી લીધા હતા. આ અગાઉ વિસ્મય સમગ્ર ગુજરાત રાજ્યમાં બાળ પ્રતિભા વકતૃત્વ, યુવા ઉત્સવની શીધ્ર વકતૃત્વ, કલામહાકુંભ વકતૃત્વ, યુવા ઉત્સવની વકતૃત્વ સ્પર્ધામાં તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી યુથ ફેસ્ટીવલની વકતૃત્વમાં પણ વિજેતા થઈ ચૂક્યો છે. આ ઉપરાંત વિસ્મયે ટેબલટેનિસમાં પણ ખેલ મહાકુંભ અને મહાનગરપાલિકા કક્ષાએ પુરસ્કારો પ્રાપ્ત કર્યા છે.
બન્ને ટીમો સહીત અન્ય કેટેગીરીના ખેલાડીઓને પણ જ્ઞાતિ અગ્રણીઓના હાથે ટ્રોફી આપવા સાથે ઉત્તરોતર પ્રગતિ માટે શુભકામનાઓ પાઠવવામાં આવી. મોરબી વ્યાસ યુવા સંગઠન દ્વારા તારીખ 28 ને રવિવારના રોજ ધ રોઅર ક્રિકેટ એકેડેમીના મેદાન ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટનું સુંદર આયોજન કરવામાં આવ્યુ હતુ. મોરબી મચ્છુકાંઠામાં રહેતા તમામ વ્યાસ યુવાનો દ્વારા ક્રિકેટ ઓક્શન કરવામાં આવેલ હતું. જેમાં ચાર ટીમના 04 ઓનર અને 04 કેપ્ટન ઓપ્શનમાં બેઠા હતા. જેમાં ધનશ્રી 11, મેલડી 11, એમ્પરર 11 અને નટખટ 11 એમ મળીને કુલ 04 ટીમ હતી. જેમાં 66 જેવા યુવાનોએ રજીસ્ટ્રેશન કરેલ હતું. દરેક ટીમમાં 12- 12 સભ્યો એમ ચાર ટીમ બનાવી હતી. જેમાં મહેમાનો ને બેસવા માટે મંડપ સર્વિસ, સાઉન્ડ, ચા પાણી અને નાસ્તો વગેરેની વ્યવસ્થા કરવામાં આવી હતી. સવારે આઠ વાગ્યાથી જ વારાફરતી ચારે ચાર ટીમો વચ્ચે ક્રિકેટનો મુકાબલો થયો હતો. જેમાં અંતે મેલડી 11 ટીમ વિજેતા બની હતી. જયારે એમ્પોરર 11 રનરઅપ રહી હતી. ટુર્નામેન્ટ સમાપન બાદ વ્યાસ જ્ઞાતિના અગ્રણીઓ અને મોભીઓ, યુવા સંગઠનના મિત્રોના હાથે વિજેતા ટીમને, રનર અપ ટીમને તેમજ સૌથી સારી બોલિંગ કરનાર, સૌથી સારી બેટિંગ કરનાર તમામને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આગામી સમયમાં યુવાનો સમાજમાં આવા અનેકાનેક કાર્યક્રમ કરે તેવી શુભકામનાઓ પાઠવી હતી.
મોરબી શહેર નગરપાલિકા માંથી મહાનગરપાલિકા બની વિકાસની હરણફાળ કરી રહ્યું છે ત્યારે ખરેખર આવનાર સમયના મોરબીવાસીઓ જે હાલ નાના બાળકો છે તેઓને કયા પ્રકારનું મોરબી જોઈએ છે તે અંગે મોરબી મહાનગરપાલિકા અને નેતાઓને જણાવવા માટે મોરબી ના સરદાર બાગ ખાતે પ્રેસ મીડિયા એસોસિએશન મોરબી દ્વારા “મારા સપનાનું મોરબી” વકૃત્વ સ્પર્ધાનું આયોજન કર્યું હતું જેમ 70 થી વધુ વિદ્યાર્થીઓ એ ભાગ લીધો અને પોતાના સપનાના મોરબીની વાતો રજૂ કરી હતી જેમાંથી ગુજરાતી માધ્યમ ના પ્રાથમિક વિભાગ (ધોરણ ૬,૭અને૮) માં પ્રથમ ક્રમે સાવરીયા ઉર્વીશા કિશોરભાઈ, દ્વિતીય ક્રમે બોપલિયા ભવ્ય કિશોરભાઈ અને તૃતીય ક્રમે સંઘાણી મોક્ષા રજનીશભાઈ વિજેતા બન્યા હતા જ્યારે ગુજરાતી માધ્યમના માધ્યમિક વિભાગ (ધોરણ ૯ અને ૧૦) ના પ્રથમ ક્રમે કંઝારીયા તમન્ના ભાવેશભાઈ, દ્વિતીય ક્રમે પાઠક રાજલ હિમાંશુભાઈ અને તૃતીય ક્રમે પરમાર અંજલી વિજેતા બન્યા હતા તેમજ અંગ્રેજી માધ્યમમાં પ્રથમ ક્રમે જીયાન પટેલ, દ્વિતીય ક્રમે રાણવા શ્રીયા મનસુખભાઈ, તૃતીય ક્રમે ચાવડા મેઘાવી વિનોદભાઈ વિજેતા બન્યા હતા.વિજેતા વિદ્યાર્થીઓને શીલ્ડ, શિક્ષણ કીટ સાથે સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ સ્પર્ધામાં ભાગ લેનારા તમામ વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ અંગે વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા સુંદર પ્રતિભાવ આપવામાં આવ્યા હતા તેઓએ જણાવ્યું કે બાળકોના સપનાઓ જોતા અમારે પણ પોતાના દિનચર્યામાં ઘણો બધો સુધારો કરવો પડશે, બાળકોના આગામી સુંદર ભવિષ્ય માટે ઘરની આજુબાજુ સફાઈ, પ્રદૂષણ મુક્ત શહેર એ તે માટે બિનજરૂરી વાહનોનો ઉપયોગ ટાળવો, વધુને વધુ વૃક્ષો વાવવા, ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે ટ્રાફિક નિયમોનું પાલન કરવું, તેમજ શહેરમાં થતી ગેર પ્રવૃતિઓનો વિરોધ કરી શહેરને ગુનામુક્ત કરવું પડશે. આ કાર્યક્રમમાં મોરબી શહેરીજનો અને સ્પર્ધકો તેમજ વાલીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. પ્રેસ મીડિયા એસોસિએશન મોરબી તરફથી કાર્યક્રમને સફળ બનાવવા પરેશભાઈ પારીઆ, સંજયભાઈ વાઘડિયા, વીરુભાઈ બોક્ષા, વિશાલભાઈ ટૂંડીયા, ધવલ ત્રિવેદી, મેહુલભાઈ ગઢવી, યોગેશભાઈ રંગપડીયા, પંકજભાઈ સનારીયા, બળદેવભાઈ ગઢવી, મયંકભાઈ દેવમુરારી, અહેમશાહ બાપુ, રફીકભાઈ અજમેરી, મોહસીનભાઈ શૈખ, રિતેશ સંચાણિયા દ્વારા જેહમત ઉઠાવવામાં આવી હતી.. કાર્યક્રમના અંતે પ્રેસ મીડિયા પત્રકાર ગ્રુપ દ્વારા વાલી અને વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં નિર્ણાયક તરીકે શ્રી રાજપર પ્રાથમિક શાળાના રાજ્ય પારિતોષિક વિજેતા શિક્ષક શ્રી દિનેશભાઈ મોહનભાઈ ભેંસદડીયા, શ્રી કેરાળા પ્રાથમિક શાળા ના આચાર્ય ચેતનકુમાર બોસિયા તેમજ સાર્થક વિદ્યામંદિર મોરબીના શિક્ષક શ્રી પ્રતિકભાઇ પરમાર ઉપસ્થિત રહ્યા હતા.
વર્ષ 2020 થી ગુજરાતના ખેલાડીઓ એ આઈ સ્ટોક સ્પોર્ટ ચેમ્પિયનશિપના ભાગ લેવાનું શરૂ કરેલ જે બાદ ગુજરાત સ્ટેટ આઈ સ્ટોક સ્પોર્ટ્સ ની શરૂઆત થઈ જે બાદ શિયાળુ અને ઉનાળુ સ્પર્ધાઓમાં ખેલાડીઓએ ભાગ લઈ અત્યાર સુધીમાં 16 જેટલા ગોલ્ડમેડલ મેળવી ગુજરાતનું નામ રોશન કરી ભારતભર માં ચેમ્પિયન બનેલ જેમાં મુખ્યત્વે મોરબી અને સુરતના ખેલાડીઓ અગ્રેસર રહેલ ત્યારે આગામી 23 અને 25 જાન્યુઆરીના રોજ શિયાળુ હરીફાઈ જમ્મુ કાશ્મીરમાં યોજવાની છે જેમાં ગુજરાત સ્ટેટ ટીમ જશે તેનું સિલેક્શન 27 ડિસેમ્બર અને 28 ડિસેમ્બરના રોજ મોરબી ખાતે વિનય ઇન્ટરનેશનલ સ્કૂલમાં યોજાનાર છે જેમાં ગુજરાતના ૧૦ થી ૧૨ જિલ્લામાંથી 90 થી ૧૦૦ ખેલાડીઓ ભાગ લેશે. જ્યારે આ ખેલની ખાસિયતે છે કે કોઈપણ ઉંમરના ખેલાડીઓ રાખેલમાં ભાગ લઈ શકે છે જેમાં મોરબીના ખેલાડીઓએ પણ ગોલ્ડ મેડલ મેળવીને મોરબીનું નામ રોશન કરેલ છે.