મોરબીની માધાપરવાડી શાળાની બાળાઓને બેગલેસ ડે અંતર્ગત દેવેનભાઈએ *લાલો” ચલચિત્ર બતાવ્યું મોરબીનું યંગ ઈન્ડિયા ગ્રૂપ વર્ષ દરમ્યાન હોળી,ધુળેટી,દિવાળી જન્માષ્ટમી જેવા તહેવારો નિમિત્તે સલ્મ વિસ્તારના ગરીબ બાળકો,જરૂરિયાતમંદ બાળકોને ભોજન કરાવી, જરૂરિયાત મુજબની વસ્તુ અર્પણ કરી તહેવારોની વિશિષ્ટ ઉજવણી કરે છે,ક્રિષ્ના લોકમેળો,સંકલ્પ નવરાત્રીનું ભવ્ય અને દિવ્ય આયોજન કરે છે,વેલેન્ટાઈન ડે નહીં પણ વાત્સલ્ય દિવસની અનોખી શરૂઆત કરી ગરીબ બાળકોને ઓ.ડી.બીએમડબલ્યુ જેવી લકઝરીયસ કારમાં બેસાડી સમગ્ર મોરબી શહેરની જોય રાઈડ કરાવે છે,આવા 135 જેટલા સેવાકીય પ્રકલ્પો કરતા યંગ ઇન્ડિયા ગ્રૂપના મેન્ટોર દેવેનભાઈ રબારીનો આજે જન્મ દિવસ હોય પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળાની બાળાઓને હાલમાં સમગ્ર દેશ અને દુનિયામાં ધૂમ મચાવતું ગુજરાતી ચલચિત્ર “લાલો” સ્કાય મોલમાં બતાવી બાળાને ભાવતા ભોજન કરાવ્યા હતા,ફિલ્મ દર્શન કરી બાળાઓ ખુશખુશાલ થઈ ગઈ હતી અને તમામ બાળાઓએ દેવેનભાઈને જન્મદિનની શુભેચ્છાઓ પાઠવી હતી.
મોરબીમાં CD ઉતરી બ્લેક મેઇલિંગ અને હની ટ્રેપની વાતો ધારાસભ્ય થી લઈને મોરબીના લોકો અનેક વાર કરી ચૂક્યા છે CD ઉતરી કરોડો રૂપિયા પડાવી લીધા હોય તેવા કિસ્સા મોરબીમાં ચર્ચાતા રહ્યા છે. ત્યારે મોરબીમાં હનીટ્રેપમા ખેડુતને ફસાવી ૫૩ લાખ પડાવાના ગુનામાં હનીટ્રેપના આરોપીઓ પાસેથી સોનાના બિસ્કીટ તથા સોનાનો ચેઇન તથા ગુન્હામા વપરોલ વાહનો કબ્જે કરી પાંચ આરોપીઓને મોરબી સીટી એ ડીવીઝન પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યા છે. ભોગબનનાર ભરતભાઈ કાસુન્દ્રાએ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ લખાવતા જણાવ્યું હતું કે ફરીયાદિની વાડીએ મજુરની જરૂરત હોય જેથી આરોપી પાંચાભાઇ કાનજીભાઇ માણસુરીયાને વાત કરતા આરોપીઓએ કાવત્રુ રચી આરોપી પાંચાભાઇએ અન્ય આરોપીઓ મારફતે આરોપી મહીલાનો ફરીયાદીને કોન્ટેક કરાવી આપતા આરોપી મહીલા ફરીયાદીની વાડીએ મજુરી માટે તેની વાડીએ આવી ફરીયાદી સાથે બેઠેલ હોય દરમ્યાન તુરંત જ સહ આરોપીઓ ફરીયાદિની વાડીએ આવી ફરીયાદિના મહીલા આરોપી સાથેના ફોટા વીડીયો ઉતારી ફરીયાદીને ખોટી છેડતી બળાત્કારની ફરીયાદની તથા મારી નાખવાની ધમકી આપી ફરીયાદીને લાફા મારી ફરીયાદી પાસે એક કરોડ અગ્યાર લાખની માંગણી કરી તે પૈકી ફરીયાદી પાસેથી ૧૦૦ ગ્રામના -૪ (ચાર) સોનાના બીસ્કીટ કિ.રૂ.૫૦,૦૦,૦૦૦/-(પચાસ લાખ) તથા સોનાનો અઢી તોલાનો ચેઇન કિ.રૂ.૨,૫૦૦૦૦/- તથા રોકડા રૂ.૧,૦૦,૦૦૦/- ફરી. પાસેથી કુલ મુદામાલ રૂ.૫૩,૫૦,૦૦૦/- નો બળજબરી પુર્વક કઢાવી લઇ વધુ રૂપીયા કઢાવવા માટે ફરીયાદીનુ અપહરણ કરી લઇ જઇ ગોંધી રાખવા અંગેનો ગુન્હો રજીસ્ટર કરવામાં આવેલ હતો. જે બાદ આ ગુનાની તપાસ દરમ્યાન ખાનગી બાતમીદારો તેમજ ટેકનીકલ સોર્સ થી પાંચ આરોપીઓ જીલુભાઇ વિહાભાઇ પરસાડિય રહે-પાળીયાદ ગામ તુરખા રોડ જુના પોલીસ સ્ટેશન પાછળ તા.જિ.બોટાદ, મુકેશભાઇ મફાભાઇ આલ રહે.દશામાતાજીના મંદીર પાસે સુદામડા ગામ તા.સાયલા જી.સુરેન્દ્રનગર, કરણભાઈ દેવરાજભાઈ વરૂ રહે.નવા બસ્ટેશન પાછળ ભરવાડ પરા વાકાનેર જી.મોરબી, પાંચાભાઈ કાનજીભાઈ માણસુરીયા રહે- તીથવા ગામ તા.વાંકાનેર, દેવાંગભાઇ હરજીભાઇ વેલાણી રહે.આનંદધામ સોસાયટી ગેઇટ નં-૨ ગઢડા રોડ બોટાદવાળાને પકડી પાડી ફરીયાદી પાસેથી બળજબરી પુર્વક કઢાવી લીધેલ સોનાના બિસ્કીટ પૈકી ત્રણ સોનાના બિસ્કીટ તથા સોનાનો ચેઇન તેમજ બનાવમાં ઉપયોગમા કરેલ બે કાર તથા એક એકસેસ તથા મોબાઇલ નંગ-૬ મળી કુલ રૂ.૫૧,૧૧,૦૦૦/- નો મુદામાલ કબ્જે કરી આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. આમ હેનીટ્રપની આ ઘટનામા સંડોવાયેલા પાંચ સભ્યોને ઝડપી પાડવામાં મોરબી સિટી એ ડીવીઝન પોલીસને સફળતા મળી છે. તેમજ આ ગુન્હામાં સંડોવાયેલ અન્ય આરોપીઓને ઝડપી પાડવા પોલીસે તજવીજ હાથ ધરી છે.
સરકાર અશ્વના સંવર્ધન અને જતન માટે નવું બ્રીડિંગ સેન્ટર બનાવશે; અશ્વોની સંખ્યામાં વધારવા લક્ષ્ય નિર્ધારિત કરી મિશન મોડ પર કામગીરી કરાશે”
કાઠીયાવાડી અશ્વના શૌર્ય, સ્થિર સ્વભાવ અને સતર્કતાના ગુણોને ધ્યાને લઈ જાહેર સેવામાં તેમનો ઉપયોગ કરાય છે” તત્કાલીન દેશના પર્યાવરણ મંત્રી અને વાંકાનેરના રાજવી દિગ્વિજયસિંહ ઝાલાએ પર્યાવરણ ક્ષેત્રે ભગીરથ કાર્ય કર્યું; તેમણે અશ્વ શોની શરૂઆત કરાવી હતી” અશ્વ એ યોદ્ધાનો આત્મસાર્થી કહેવાય છે, ઇતિહાસમાં મહાન યોદ્ધાઓના અશ્વની ગાથાઓ પણ સ્વર્ણ અક્ષરે લખાયેલી છે” શિક્ષણ રાજ્યમંત્રીશ્રી રિવાબા જાડેજા ગીરના સાવજ, ગીર ગાય અને કાઠીયાવાડી અશ્વએ સૌરાષ્ટ્રને દેશ અને વિશ્વ કક્ષાએ આગવી ઓળખ અપાવી છે” સાંસદશ્રી કેસરીદેવસિંહ ઝાલા મહાનુભાવની પ્રેરક ઉપસ્થિતિમાં રાજકોટ પોલીસ માઉન્ટના અશ્વ સવાર પોલીસ જવાનોનું કરતબ પ્રદર્શન અને શ્રેષ્ઠ અશ્વ શણગાર સ્પર્ધા યોજાઇ મોરબી એ ઐતિહાસિક ધરોહર છે ત્યારે સાંસ્કૃતિક અને ઐતિહાસિક રીતે મહત્વના સ્થળ એવા વાંકાનેર ખાતે સરકારના પશુપાલન વિભાગ તથા કાઠીયાવાડી હોર્સ બ્રિડર્સ એસોસિએશન ગુજરાતના સંયુક્ત ઉપક્રમે વાંકાનેરના રાજવી સ્વશ્રી ડો. દિગ્વિજયસિંહ ઝાલાની સ્મૃતિમાં ત્રિદિવસીય કાઠિયાવાડી મારવાડી અશ્વ પ્રદર્શન – રમતોત્સવ ‘કામા અશ્વ શો’ નો પશુપાલન કેબિનેટ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીએ શિક્ષણ રાજ્યમંત્રીશ્રી રિવાબા સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં વિધિવત શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે કૃષિ અને ખેડૂત કલ્યાણ, સહકાર, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્ય ઉદ્યોગ અને પ્રોટોકોલ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ અશ્વનું સંવર્ધન થાય અને તેમની સંખ્યા વધે તે માટેના પ્રયાસો કર્યા તે અંતર્ગતનું આ અનન્ય આયોજન છે. રાજ્ય સરકાર અનેકવિધ આયોજનો અને યોજનાઓ સાથે પશુ સંવર્ધન ક્ષેત્રે આગળ વધી રહી છે. આપણી નવી પેઢી આપણા સાંસ્કૃતિક ધરોહર સમાન અશ્વ વિશે જાણે, સમજે અને શીખે તે માટે આ પ્રકારના આયોજન ખરેખર પ્રેરણાદાયી છે. અશ્વ એ આપણી સંસ્કૃતિમાં શક્તિ, લાભ અને શુભનું પ્રતીક છે ત્યારે સરકાર દ્વારા આગામી સમયમાં વધુ એક અશ્વોની દેશી જાતિના માટેનું બ્રીડિંગ સેન્ટર બનાવવામાં આવશે. અશ્વોની સંખ્યામાં વધારો થાય તે માટે લક્ષ્ય નિર્ધારિત કરી મિશન મોડ પર કામગીરી કરવામાં આવશે. કાઠીયાવાડી અશ્વ તેમના શોર્ય અને સાહસ માટે જાણીતા છે એટલે જ તેમના શોર્ય, સ્થિર સ્વભાવ અને સતર્કતાના ગુણોને ધ્યાનમાં લઇ પોલીસ જાહેર સેવામાં પણ કાઠીયાવાડી અશ્વનો ઉપયોગ કરવામાં આવે છે. મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, આ કાર્યક્રમમાં બીમાર ઘોડાઓને હેરાન અને ન કરવામાં આવે તે માટે સ્પર્ધા પહેલા બ્લડ સેમ્પલ લેવાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી જેથી યોગ્ય તપાસ બાદ ૩૦૦ થી વધુ રજીસ્ટ્રેશન પૈકી ૨૫૦ જેટલા ઘોડાઓએ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો છે. વાંકાનેર સ્ટેટ અને તત્કાલીન દેશના પર્યાવરણ મંત્રી સ્વશ્રી ડો.દિગ્વિજયસિંહ ઝાલાએ પર્યાવરણ ક્ષેત્રે ભગીરથ કાર્ય કર્યું છે. તેમણે વાંકાનેર ખાતેથી ૧૯૯૪ માં અશ્વ શોનો પ્રારંભ કરાવ્યો હતો. ત્યારે આજે તેની સ્મૃતિમાં આ કાર્યક્રમ યોજાયો છે ત્યારે હું તેમને વંદન કરું છું. તેમના સમયમાં તેમણે લોકહિતકારી રાજા બની શિક્ષણ, આરોગ્ય કન્યા કેળવણી સહિતના પ્રજાલક્ષી કાર્યો કર્યા હતા. પ્રાસંગિક ઉદબોધન આપતા પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ રાજયમંત્રીશ્રી રિવાબા જાડેજાએ જણાવ્યું હતું કે, ભારતની વૈદિક સંસ્કૃતિથી અશ્વ આપણી પરંપરાનો અભિન્ન ભાગ રહ્યા છે. રામાયણ મહાભારત સહિતના મહત્વના ગ્રંથોમાં અશ્વમેઘ યજ્ઞનો ઉલ્લેખ અશ્વની ઐતિહાસિક અને સાંસ્કૃતિક મૂલ્યની પ્રતીતિ કરાવે છે. અશ્વ એ યોદ્ધાનો આત્મસાર્થી કહેવાય છે ત્યારે ઇતિહાસમાં પણ મહારાણા પ્રતાપ, શિવાજી, ઝાંસીની રાણી સહિતના યોદ્ધાઓના અશ્વની ગાથાઓ પણ સ્વર્ણ અક્ષરે લખાયેલી છે. સરકારના પશુપાલન વિભાગ દ્વારા અશ્વની જાળવણી માટેની પ્રવૃત્તિઓ, બ્રીડિંગ તથા તેમના જતન માટેની કામગીરીની તેમણે સરાહના કરી હતી. આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ અને વાંકાનેર સ્ટેટશ્રી કેસરીદેવસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, શૂરવીરોએ માતૃભૂમિ નું રક્ષણ કરવા જે બલિદાન આપ્યું તેમનીએ શોર્ય કથાઓ અશ્વ વિના અધુરી છે. ગીરના સાવજ, ગીર ગાય અને કાઠીયાવાડી અશ્વએ સૌરાષ્ટ્રને દેશ અને વિશ્વ કક્ષાએ આગવી ઓળખ અપાવી છે. ૧૭ મો કામા અશ્વ શો મોરબી અને વાંકાનેર માટે ગર્વની બાબત છે. કાઠીયાવાડી ઘોડાની નસલ ને જીવંત રાખવામાં ભોગ આપનાર સર્વેને તેમણે અભિનંદન પાઠવ્યા હતા. મંત્રીશ્રીઓ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં રાજકોટ પોલીસ માઉન્ટના અશ્વ સવાર પોલીસ જવાનોએ કરતબ પ્રદર્શન કર્યું હતું અને શ્રેષ્ઠ અશ્વ શણગાર સ્પર્ધા પણ યોજાઇ હતી. મહાનુભાવોના હસ્તે અશ્વ વિશેની માહિતી આપતા પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. મંત્રીશ્રી સહિતના મહાનુભાવોએ અશ્વપાલકોને મળી આવા આયોજનોમાં સહભાગી બનવા શુભેચ્છા પાઠવી હતી અને તેમની સાથે ઔપચારિક ચર્ચા કરી હતી. આ પ્રસંગે ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડકશ્રી જગદીશભાઈ મકવાણા, ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયા, પૂર્વ સાંસદશ્રી મોહનભાઈ કુંડારીયા, પશુપાલન નિયામકશ્રી ડો. ફાલ્ગુની ઠાકર, વિભાગીય સંયુક્ત પશુપાલન નિયામકશ્રી ડો. ભરતસિંહ ગોહિલ, જસદણ સ્ટેટશ્રી સત્યજિતકુમાર ખાચર, આચાર્યશ્રી ઘનશ્યામજી મહારાજ, વાંકાનેર પ્રાંત અધિકારીશ્રી વિપુલ સાકરીયા, મામલતદારશ્રી કે.વી. સાનિયા, કાઠિયાવાડી હોર્સ બ્રીડર એસોસિએશનનાશ્રી અજીતસિંહ ગોહિલ સહિત કાઠીયાવાડી મારવાડી અશ્વ શો ના પદાધિકારીશ્રીઓ તથા અશ્વપાલકો અને નગરજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
મોરબી શહેર જિલ્લા સહિત સમગ્ર ગુજરાત સૌરાષ્ટ્રમાં 1992 થી રાજકોટ થી પ્રસિદ્ધ થતું લોક મિજાજ સાપ્તાહિક અખબારમાં પવિત્ર પત્રકારી ક્ષેત્રે ની શરૂઆત કરનાર મોરબીના જાણીતા મિત્ર સ્વભાવવી પત્રકાર આરીફ દિવાના પુત્ર માહિર દિવાન નો આજે જન્મદિવસ છે ત્યારે તેમનાં જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓ ની વર્ષા થય રહી છે માહિર દિવાન ના વર્ષમાં બે વખત જન્મદિવસની એમ અંગ્રેજી કેલેન્ડરમાં અંગ્રેજી તારીખ અને મુસ્લિમ ચાંદ મોહરમ શરીફ ના પ્રથમ ચાંદે એમ બે વખત વર્ષમાં માહિર દિવાન ની જન્મ દિવસની ઉજવણી ના ભાગરૂપે તારીખ 26 12 2025 ના રોજ 17 માં જન્મદિવસ નિમિત્તે માહિરના મિત્રો અને પત્રકાર આરીફ દિવાના મિત્રો રૂબરૂ સગા સંબંધીઓ પરિવારજનો શિક્ષકો વિદ્યાર્થીઓ પત્રકાર મિત્રો પોલીસ મિત્રો વકીલ સહિત instagram facebook whatsapp ના માધ્યમથી માહિર દિવાન ને જન્મદિવસની અભિનંદન શુભેચ્છા પાઠવી રહ્યા છે