
અજમેર ખ્વાજા ગરીબ નવાઝ ના ઉર્ષ પછી ગુજરાતમાં ભડિયાદ પીર દાદા નો મોટો ઉર્ષ ભરાય છે.
કોમી એકતા ના હિમાયતી શહીદ પીર મહેમુદશાહ બુખારી દાદાનો ઉર્ષ (મેળો) હર્ષોલ્લાસથી ઉજવાશે.
કોમી એકતા ના હિમાયતી શહીદ પીર મહેમુદશાહ બુખારી દાદાનો મેળો અમદાવાદ જિલ્લાના ઘોલેરા તાલુકો તા.૨૬/૧૨/૨૦૨૫ રજબ ચાંદ ૫ થી તા.૦૩/૦૧/૨૦૨૬ રજબ ચાંદ ૧૩ સુધી ઉર્ષ મનાવવામાં આવશે. ખમાસા ગેટ અમદાવાદ થી તા.૨૬/૧૨/૨૦૨૫ રજબ ચાંદ ૫ શુક્રવાર બપોરે ૨.૩૦ વાગે પગપાળા સંઘ (મેદની) નીકળશે. આ પગપાળા સંઘનુ જમાલપુર દરવાજા પાસે ભગવાન જગન્નાથ મંદિરના મહંત શ્રી દિલીપદાસજી મહારાજ પગપાળા સંઘનુ સ્વાગત કરશે. તા.૩૦/૧૨/૨૦૨૫ મંગળવાર રજબ ચાંદ ૯ નિશાન ચઢાવવાની રસમ, તા.૩૧/૧૨/૨૦૨૫ બુધવાર ચાંદ ૧૦ રાત્રે સંદલ શરીફ ની પવિત્ર રસમ, તા.૦૧/૦૧/૨૦૨૬ ગુરૂવાર ૧૧મી શરીફ મનાવવામાં આવશે. તા.૦૨/૦૧/૨૦૨૬ શુક્રવારે ઉર્ષ શરીફ મનાવવામાં આવશે. તા.૦૩/૦૧/૨૦૨૬ શનિવારે ઉર્ષ સંપન્ન થશે. યાત્રિઓને વિનંતી કે મેદની કમીટી એ નક્કી કરેલા રૂટ પર ચાલવા વિનંતી છે. રેલવે ટ્રેક પર ચાલવું નહીં. ખેતરમાં ઉગેલા પાકને નુકશાન ન કરવા અને સાથ સહકાર આપવા ભડિયાદ પીર ગાદીપતિ અને કોમી એકતાના હિમાયતી બાવામીયા બાપુ એ વિનંતી કરી છે. રાજસ્થાન અજમેર ખ્વાજા ગરીબ નવાઝ ના ઉર્ષ પછી મોટો ઉર્ષ ભરાય છે. આ મેળામાં ગુજરાત સિવાય બીજા રાજ્યોમાંથી પણ શ્રદ્ધાળુઓ આવે છે.











