મોરબીના યુવા પત્રકાર પાર્થ ભરતભાઈ રાડિયાનો આજે જન્મદિવસ છે તા. ૧૬-૧૨ ના રોજ જન્મેલા પાર્થ પટેલે ગ્રેજ્યુએશન મોરબીની પી.જી. પટેલ કોમર્સ કોલેજમાં પૂર્ણ કરી સૌરાષ્ટ્ર યુનીવર્સીટીમાંથી જર્નાલીઝમનો અભ્યાસ કર્યો છે હાલ તેઓ ગુજરાતની જાણીતી એબીપી અસ્મિતા ન્યુઝ ચેનલના મોરબી જીલ્લાના પ્રતિનિધિ તરીકે ફરજ બજાવી રહ્યા છે મીડિયાના માધ્યમથી લોકોના પ્રશ્નોને વાચા આપનાર પાર્થ પટેલ બહોળું મિત્ર વર્તુળ ધરાવે છે આજે તેના જન્મદિવસ પ્રસંગે પરિવારજનો, પત્રકાર મિત્રો, રાજકીય અગ્રણીઓ અને ગુજરાત તત્કાલ સંદેશ જન્મદિવસની શુભકામનાઓ પાઠવી રહ્યા છે
ડો. સમાબેન સિપાઈ કે જેઓ હાલ પદ્મકુંવરબા હોસ્પિટલ રાજકોટ ખાતે રેડિયોલોજિસ્ટ તરીકે ફરજ બજાવી રહ્યા છે તેઓ તથા ડો અનવર સિપાઈ કે જેઓ હાલ સદભાવના હોસ્પિટલ રાજકોટ ખાતે ગાયનેકોલોજિસ્ટ તરીકે ફરજ બજાવી રહ્યા છે તેઓના પુત્ર ક્યુટ બોય ઇઝાન ના પ્રથમ જન્મદિવસ નિમિતે પ્રથમ વર્ષ પૂર્ણ કરી બીજા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યો છે ત્યારે પ્રથમ જન્મદિવસ નિમિત્તે ડૉ. સમા બેન સિપાઈ ડૉ.અનવરભાઈ સિપાઈ ના પુત્ર ક્યુટ બોય ના જન્મદિવસની શુભેચ્છા મિત્રો પત્રકારો વકીલ શિક્ષક સહિત પ્રતિષ્ઠ વિવિધ સેવાકીય પ્રવૃતિ ના સંસ્થાના આયોજકો મિત્ર વર્તુળો તે રૂબરૂ કે સોશિયલ મીડિયાના માધ્યમથી whatsapp facebook instagram ના માધ્યમથી ડૉ.અનવરભાઈ સિપાઈના પુત્ર ક્યુટ બોય ઈજાન ના જન્મદિવસ નિમિત્તે શુભેચ્છા અભિનંદન આશીર્વાદ દુઆ પ્રાર્થના સાથે પાઠવી રહ્યા છે આ પ્રસંગે વાંકાનેરમાં સરકારી હોસ્પિટલ ફરજ બજાવતા ડૉ.જાવેદ ભાઈ મશાક પુત્રા અને તેમના પત્ની સહિત સમગ્ર પરિવાર શુભેચ્છા અભિનંદન પાઠવી છે
ભાવનગર:જમીઅત ઉલમા-એ-હિન્દ તારીખ 14 12 2025 ના રોજ ભાવનગરની નામાંકિત સર ટી. હોસ્પિટલ (Sir T. Hospital) ના સહયોગથી ‘બ્લડ ડોનેશન કેમ્પ’ (રક્તદાન શિબિર) નું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા જરૂરિયાતમંદ દર્દીઓ, થેલેસેમિયા ગ્રસ્ત બાળકો અને ઈમરજન્સીના સમયે લોહીની અછતને પહોંચી વળવાનો હતો. આ કેમ્પમાં શહેરના નવયુવાનો અને જમીઅત ઉલમા-એ-હિન્દના કાર્યકરોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું. આ કેમ્પમાં કુલ ૬૫ બોટલ ભાવનગર સર્ટી હોસ્પિટલને સમર્પિત કરવામાં આવી હતી.આ પ્રસંગે જમીઅત ઉલમા-એ-હિન્દ ભાવનગરના પ્રમુખ અને અન્ય હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને રક્તદાતાઓનો ઉત્સાહ વધાર્યો હતો. સંસ્થા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, રક્તદાન એ મહાદાન છે અને તેના દ્વારા કોઈકનું અમૂલ્ય જીવન બચાવી શકાય છે.અંતમાં, આયોજકો દ્વારા સર ટી. હોસ્પિટલના સ્ટાફનો સહકાર બદલ અને તમામ રક્તદાતાઓનો માનવતાના આકાર્યમાં સહભાગી થવા બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો જે તસવીરમાં દ્રશ્યમાન થાય છે
મણી મંદિરને પ્રવાસન સ્થળ તરીકે વિકાસ કરવા આયોજન હાથ ધરાશે
મોરબીમાં કલેક્ટરશ્રી કે.બી. ઝવેરીની અધ્યક્ષતામાં મોરબી જિલ્લા પ્રવાસન યાત્રાધામોના વિકાસ કામોની ચર્ચા વિચારણા તેમજ સમીક્ષા અન્વયે બેઠક યોજાઈ હતી. જેમાં વિવિધ યાત્રાધામોના વિકાસ કાર્યો અંગે કલેક્ટરશ્રીએ વિગતો મેળવી જરૂરી સૂચનો કર્યા હતા. આ બેઠકમાં કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા પ્રવાસન સ્થળોના વિકાસ પર વિશેષ ભારત આપવામાં આવી રહ્યો છે અને તેના માટે અલાયદી ગ્રાન્ટ પણ ફાળવવામાં આવે છે. મોરબી જિલ્લાને વધુ એક પ્રવાસન સ્થળ મળે તે માટે મણી મંદિરને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવશે જે માટે ટૂંક સમયમાં યોગ્ય આયોજન પણ હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત મોરબી જિલ્લાના અન્ય કેટલાક પ્રવાસન સ્થળોને પણ વિકસાવવા ત્યાં પાર્કિંગ સ્વચ્છતા સહિતની સુવિધાઓ ઉપલબ્ધ રહે તે માટેની સૂચના સંબંધીત અધિકારીશ્રીઓને કલેક્ટરશ્રીએ આપી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી શૈલેષચંદ્ર ભટ્ટ, નાયબ વંન સંરક્ષકશ્રી સુનિલ બેરવાલ, નિવાસી અધિક કલેક્ટરશ્રી એસ.જે. ખાચર, મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશ્નરશ્રી કુલદીપસિંહ વાળા, માર્ગ અને મકાન વિભાગ (પંચાયત)ના કાર્યપાલક ઇજનેરશ્રી દિવ્યેશ બાબરવા, સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
મોરબીના ગુજરાત ન્યૂઝ, નિર્માણ ન્યુઝ ચેનલના રિપોર્ટર તથા મોરબી ડેઈલી ન્યૂઝ પોર્ટલ વેબ ન્યુઝના ફાઉન્ડર મિલન નાનકનો આજે જન્મદિવસ છે. મૂળ કોયલી ગામના મિલન નાનકે મોરબીની પોતાની કર્મભૂમિ બનાવી છે અને છેલ્લા 35 વર્ષથી મોરબીમાં સ્થાયી થઈને પોતાના પત્રકારત્વમાં જોડાઈ લોકોના પ્રશ્નોને વાચા આપી રહ્યા છે. મિતભાષી અને મિલનસાર સ્વભાવ ધરાવતા મિલન નાનક આજે પણ કર્તવ્યનિષ્ઠ પત્રકાર તરીકેની જવાબદારી સુપરે નિભાવી રહ્યા છે. દરેકને પોતાના મિત્રો બનાવી હદયપૂર્વક જોડાઈને પરમ મિત્ર અને સાચા હમદર્દ બનીને ઉમદા મિત્ર ભાવના નિભાવી પણ રહ્યા છે. આજે મિલન નાનકના જન્મદિવસ નિમિતે સામાજીક-રાજકીય આગેવાનો, સગાં-સંબંધીઓ, પરિવારજનો તથા બહોળા મિત્ર વતુળ તરફથી તેમના મોબાઈલ નંબર 8905293381 પર જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.