મોરબીમાં વિચરતી વિમુક્ત જાતિનાં ગુજરાત સરકારના સામાજિક ન્યાય સમિતિના સદસ્ય કાંતિભાઈ પરમાર ની આગેવાની માં જીલ્લા કલેકટર એસપી સાથે શુભેચ્છા મુલાકાત કરી વિચરતી વિમુક્ત જાતિ નાં પડતર પ્રશ્નો ની રજૂઆત કરાઈ મોરબીમાં આજરોજ વિચરતી વિમુક્ત જાતિના ગુજરાત સરકારના સામાજિક ન્યાય સમિતિના સદસ્ય કાંતિભાઈ પરમાર ની આગેવાનીમાં મોરબી જિલ્લા કલેકટર કે બી ઝવેરી અધિક કલેકટર ખાચર સાહેબ જિલ્લા પોલીસવડા મુકેશ પટેલ ડીવાયએસપી દલવાડી સાહેબ ડીવાયએસપી એસ.એચ.સારડા સહિતના જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે રૂબરૂ શુભેચ્છા મુલાકાત કરી વિચરતી વિમુક્ત જાતિ ના મોરબી જિલ્લાના પડતર પ્રશ્નો અને વિચરતી વિમુક્ત જાતિ ને લાભ મળવા પાત્ર વિશે ઘટતું કરવા ચર્ચાઓ કરી રજૂઆત કરવામાં આવી હતી આ સમયે ગુજરાત સરકારના સામાજિક ન્યાય સમિતિના સદસ્ય કાંતિભાઈ પરમાર તેમજ વિચરતી વિમુક્ત જાતિ નાં મોરબી જિલ્લા પ્રમુખ સુરેશભાઈ સિરોહીયા ઉપપ્રમુખ વસંતલાલ વ્યાસ સહમંત્રી અજયભાઈ વાઘાણી ગુલાબગીરી નર્સિંગ સરદાર સહિત ટીમે જિલ્લાના ઉચ અધિકારીઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી રજૂઆત કરી હતી
મોરબી: મોરબી જીલ્લાના ટંકારા તાલુકાના બંગાવડી ગામના વતની મોરબીના યુવા પત્રકાર જનકભાઈ રાજાનો આજે 5 ડીસેમ્બરે જન્મદિવસ તેઓ કચ્છ આમતક દૈનિક ન્યુઝ પેપરમાં મોરબી જીલ્લા બ્યુરો ચીફ તેમજ ન્યુઝ ફોર કાઠિયાવાડમા રિપોર્ટર તરીકે કાર્યરત છે પત્રકારત્વ ક્ષેત્રમાં જનકભાઇ રાજા ઈમાનદારીપુર્વક ફરજ નિભાવી લોકોના પ્રશ્નોને વાચા આપી રહ્યા છે. તેઓ જાગૃત અને નિડર બની પત્રકારત્વ ક્ષેત્રેમાં નાની ઉંમરે ઉંચી ઉડાન ભરી ખુબ જ લોકપ્રિય બની જાણીતા બન્યા છે.ન્યુઝ લાઇન સીધા સમાચારથી પત્રકારત્વની વર્ષ ૨૦૧૦ થી પત્રકારત્વ ક્ષેત્રે સેવા આપી રહ્યા છે. લોકોના પ્રશ્નો અને પ્રજાની સેવાના ઉદ્દેશ્યથી મોરબી જિલ્લામાં આમતક ન્યુઝ સોશ્યલ મીડિયા એડીશન શરૂ કર્યું અને લોકપ્રશ્ન ઉઠાવી નિરાકરણ લાવવા સતત પ્રયત્ન કરી તટસ્થ રીતે પત્રકારત્વ કરી રહ્યા છે સાથે સાથે તેઓ પત્રકાર એકતા પરિષદ, મોરબી શહેર જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ સહિત અનેક સંસ્થાઓમાં જોડાયેલા છે.જનકભાઈ રાજા નાની ઉંમરે મોટું નામ કમાઈ અનેક વખત તેઓને સન્માનિત કરવામાં આવેલ છે તેમના જન્મદિવસે સગાસંબંધી સ્નેહીજનો મિત્ર સર્કલ હિતેચ્છુ દ્વારા વોટસએપ ફેસબુક સહિત સોશિયલ મીડીયામાં નામી અનામી મિત્રોએ તેમના મો. 8320887013 ઉપર શુભેચ્છાનો ધોધ વરસાવી રહ્યા છે.
મોરબી ખાતે થી અમદાવાદ જિલ્લાના ધોલેરા તાલુકામાં આવેલ ભડીયાદ ના કોમી એકતા ના પ્રતીક મસહૂર ઓલીયા હઝરત મહેમુદ શાહ બુખારી ના શ્રદ્ધાળુઓ ધુમ દાદા ધુમ બુખારી ના નારાથી શુભ કાર્ય ની શરૂઆત કરતા હોય છે જે દરગાહ શરીફ ના ઉષૅ મુબારક પ્રસંગે સમગ્ર ગુજરાતના વિવિધ શહેર જિલ્લા સહિત સૌરાષ્ટ્રમાંથી પગપાળા શ્રદ્ધાળુઓ હિંદુ મુસ્લિમ સમાજના માનવો મોટી સંખ્યામાં ઉમોટી પડે છે જેમાં મોરબી થી જેન્યુન ફાઉન્ડેશન સંસ્થા દ્વારા છેલ્લા દસ વર્ષથી પગપાળા પદયાત્રીઓને શ્રદ્ધાળુઓ સાથે નો એક કાફલો દર વર્ષે મોરબી થી ભડીયાદ ખાતે રવાના થતો હોય છે તેના સંચાલક આરીફ ભાઈ બ્લોચ ની આગેવાની થી દાદા બુખારીના શ્રદ્ધાળુ માનવો મોટી સંખ્યામાં જોડાય છે તેનું સ્વાગત મોરબી થી ભડીયાદ સુધી દાદાના ભક્તો દ્વારા કરવામાં આવતું હોય છે ત્યારે તે પગપાળા જતા યાત્રીઓ અને મહેમુદ શાહ બુખારીના હિંદુ મુસ્લિમ માનવ ભક્તો ની મહેફિલ મોરબી ખાતે મહેફીલ નાત શરીફ નો કાર્યક્રમ લીલાપર રોડ હઝરત હોથીશા પીર વલી દરગાહ શરીફ ખાતે રાખવામાં આવેલ છે જેમાં પગપાળા મેદની જુલુસ ના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં હાજરી આપશે આ કાર્યક્રમને સફળ બનાવવા હજરત સહીદ પીર સૈયદ મહેમુદશાહ બુખારી દાદા ની શાન માં નાત શરીફ નો શાનદાર કાર્યક્રમમાં સર્વે હિન્દુ મુસ્લિમ સમાજ ચિંતકો હાજરી આપે તેમ એક યાદી મા જેન્યુન ફાઉન્ડેશન સંસ્થાના અધ્યક્ષ આરીફ ભાઈ બ્લોચ જણાવેલ છે.