મોરબી મહાનગરપાલિકા દ્વારા 77 માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે મોરબીની ઐતિહાસિક ઇમારતોને તિરંગાના લાઇટિંગ સેડનો શણગાર અપાયો હતો. મોરબી મનપા દ્વારા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે શહેરની ઐતિહાસિક ઈમારત નહેરુ ગેટને આકર્ષક રીતે દેશના તિરંગાની થીમના લાઇટિંગ સેડથી સુશોભિત કરવામાં આવ્યું હતું, તેમજ મણીમંદિર રાણીબાગને તિરંગા દેશના રાષ્ટ્રધ્વજના ત્રણ કલર કેસરી, સફેદ અને લીલો આ ત્રણ કલરના લાઇટિંગ શેડનું ડેકોરેશન મોરબી મહાનગરપાલિકાની ઈલેક્ટ્રીક શાખા દ્વારા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે કરવામાં આવ્યું હતું. આગામી સમયમાં પણ આ રીતે મોરબીના શહેરીજનોને લાઇટિંગ થીમ ડેકોરેશન મળી રહે તે માટે ઈલેક્ટ્રીક વિભાગ દ્વારા ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે, આ લાઇટિંગ ડેકોરેશન આગામી સમયમાં મોરબીના સહેલાણીઓને નિયમિત રૂપે નવા નજરાણા સ્વરૂપ મોરબી મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવશે.
આજે ૭૭માં પ્રજાસત્તાક દિવસના પાવન અવસરે મોરબી જિલ્લા પંચાયત ભવનના પટાંગણ ખાતે જિલ્લા પંચાયત ઉપપ્રમુખશ્રી, હિરાલાલ ટમારીયાના વરદ હસ્તે ભવ્ય ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો તેમજ દેશભક્તિના ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપવામાં આવી હતી. ઉપપ્રમુખશ્રીએ તિરંગો લહેરાવ્યો હતો અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી તથા ઉપસ્થિત અન્ય તમામ અધિકારીશ્રી/કર્મચારીશ્રીઓ તેમજ શાળાના ભૂલકાઓ દ્વારા રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી અને રાષ્ટ્રગાન કરવામાં આવ્યું હતું. સમગ્ર પરિસર 'ભારત માતા કી જય' અને 'વંદે માતરમ' ના નાદથી ગુંજી ઉઠ્યું હતું. આ પ્રસંગે શ્રી હિરાભાઈ ટમારીયાએ તેમના ઉદબોધનમાં, ‘૨૬ જાન્યુઆરી ૧૯૫૦ ના રોજ આપણું બંધારણ અમલમાં આવ્યું અને ભારત એક સાર્વભૌમ, લોકશાહી પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યુ અને આપણા દેશના મહાન ક્રાંતિકારીઓ/ દેશભક્તોને યાદ કરી તેમણે આપેલ બલિદાન અને સઘર્ષને કારણે આજે આપણે મુક્ત વાતાવરણમાં શ્વાસ લઈ રહ્યા છીએ’ તેમ જણાવ્યું હતું. આજે ભારત જ્યારે તેની આઝાદીના અમૃતકાળમાં છે, ત્યારે પંચાયતી રાજ સંસ્થાઓની જવાબદારી છે કે છેવાડાના માનવી સુધી સરકારની યોજનાઓ પહોંચે તેમ કહી આજના આ રાષ્ટ્રીય પર્વે આપણી ફરજ પૂરી નિષ્ઠા અને પ્રમાણિકતાથી બજાવવા, "વિકસિત ભારત @ 2047" ના સ્વપ્નને સાકાર કરવા આપણા જિલ્લા સ્તરે શ્રેષ્ઠ પ્રયત્નો કરવા, દેશની એકતા અને અખંડિતતાને જાળવી રાખવાના સંકલ્પ લેવડાવ્યા હતા. જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા હેઠળ ભારત સરકારશ્રી દ્વારા રાષ્ટ્રીય કક્ષાનું નેશનલ કવોલીટી એશ્યોરન્સ સ્ટાન્ડર્ડ (NQAS) સર્ટીફીકેટમાં ઉત્તમ ગુણ મેળવવા બદલ ધરમપુર અને હમીરપર ગામના આરોગ્ય આયુષ્માન મંદિરની ટીમને તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-ઢુવાના ફીમેલ હેલ્થ વર્કરને કુટુંબ કલ્યાણ કામગીરી અંતર્ગત કુટુંબ નિયોજનની શ્રેષ્ઠ કામગીરી બદલ તથા જિલ્લા ક્ષય કેન્દ્ર મોરબીના ડીસ્ટ્રીકટ પ્રોગ્રામ કો-ઓર્ડીનેટરને છેલ્લા ૧૦ વર્ષથી ટીબી મુક્ત ભારત અભિયાનમાં ઉત્કૃષ્ઠ કામગીરી બદલ મહાનુભાવોના હસ્તે પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. જિલ્લા વિકાસ અધિકારીશ્રી એન.એસ.ગઢવીએ કાર્યક્રમને સફળ બનાવવા બદલ ઉપસ્થિત તમામ પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ/કર્મચારીશ્રીઓ, શાળાના ભૂલકાઓ તેમજ અન્ય મહેમાનો અને નાગરિકોનો આભાર વ્યક્ત કર્યો હતો. હાજર રહેલ પોટરી શાળાના બાળકોને જિલ્લા પંચાયત કચેરી દ્વારા રૂ. ૫,૧૦૦/ ની ભેટ આપવામાં આવી હતી. કાર્યક્રમના અંતે ઉપપ્રમુખશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા કચેરી સંકુલમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું.
મોરબી મહાનગરપાલિકા દ્વારા વેબસાઈટ તથા મોબાઈલ એપ લોન્ચ કરવામાં આવી છે, જેના ઉપયોગ થકી નાગરિકો વિવિધ સેવાઓનો ઓનલાઈન ઘેર બેઠા લાભ મેળવી શકે છે સુગમ પરિવહનના આયોજનો અને ગુજરાતમાં ચોથો કેબલ બ્રિજ મોરબી ને મળશે, મોરબી મનપાની ટીમ સતત લોક સેવાના કાર્યો અને નવીનતમ સુધારા થકી સતત પ્રયત્નશીલ રહેશે મોરબી મહાનગરપાલિકા દ્વારા 77 માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી રાણીબાગ મણિ મંદિર ખાતે કરવામાં આવી હતી, આ કાર્યક્રમમાં મનપાના કમિશનર માન. શ્રી સ્વપ્નિલ ખરે એ ધ્વજવંદન કર્યું હતું, શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મચારીઓ અને સફાઈ કામદારને સન્માનિત કર્યા હતા, મોરબી પ્રદૂષણ મુક્ત બને ગ્રીનરી બની રહે તેવા આશય સાથે કાર્યક્રમના અંતમાં વૃક્ષારોપણ કરાયું હતું. મોરબી મહાનગરપાલિકા દ્વારા 77 માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી મણી મંદિર ખાતે કરાઈ હતી, પ્રજાસત્તાક પર્વ નિમિત્તે મનપાના કમિશનર માન. શ્રી સ્વપ્નિલ ખરે એ ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. પ્રજાસત્તાક પર્વ નિમિત્તે મોરબી મહાનગરપાલિકાના માન. કમિશનર શ્રી એ પ્રસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર શ્રી દ્વારા 1/1/ 2025 ના મોરબીની આસપાસના વિસ્તારો ને સમાવિષ્ટ કરી મોરબી ને મહાનગરપાલિકા નો દરજ્જો આપવામાં આવ્યો છે મોરબી મહાનગરપાલિકા કાર્યાનિત થયા બાદ પ્રથમ દિવસથી જ શહેરીજનોની સુખાકારી માટેના વિકાસ કાર્યો શરૂ કરવામાં આવ્યા છે, શહેરનો સુ-વ્યવસ્થિત વિકાસ થાય તે માટે શરૂઆતના તબક્કાથી જ રોડ મેપ તૈયાર કરી જુદી જુદી કામગીરી આયોજનબદ્ધ કરવામાં આવે છે. પ્રજાસત્તાક પર્વ નિમિત્તે મોરબીના નહેરુ ગેટ અને રાણીબાગ મણીમંદિર ને આકર્ષક દેશના તિરંગાની થીમ થી સુશોભિત કરવામાં આવ્યું છે, આગામી સમયમાં મોરબી મહાનગરપાલિકાની ઇલેક્ટ્રિક શાખા દ્વારા સંપૂર્ણપણે ટેન્ડર પ્રોસેસ થઈ ચૂક્યું છે મોરબી વાસીઓને તિરંગાની લાઇટિંગ થીમનો આ અદભુત નજારો નિયમિતપણે જોવા મળશે. નાગરિક કેન્દ્રિત સેવાઓના માળખાને વધુ અસરકારક તથા ઝડપથી બનાવવા શહેરમાં પ્રાથમિક સુવિધાઓ આપવાના માળખાને અધ્યતન બનાવવા અને તેનું વિસ્તરણ કરવા મોરબીની આગવી ઓળખ ઉભી થાય તેવા ઘણા પ્રોજેક્ટ હાલ કાર્યરત છે, તેમજ ડિજિટલ એનિસીએટીવ અંતર્ગત મહાનગરપાલિકા દ્વારા વેબસાઈટ તથા મોબાઇલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે, જેના ઉપયોગ થકી નાગરિકો વિવિધ શાખાઓ દ્વારા આપવામાં આવતી સેવાઓનો લાભ ઘેર બેઠા ઓનલાઈન મેળવી શકે છે, મોરબીમાં સુગમ પરિવહનની સુવિધા માટે 266 કરોડના ખર્ચે કુલ ત્રણ બ્રિજ નિર્માણ પામનાર છે ગુજરાત રાજ્યમાં ચોથો કેબલ બ્રિજ મોરબીને મળવા જઈ રહ્યો છે, જેની કામગીરી આગામી સમયમાં હાથ ધરવામાં આવનાર છે, શહેરીજનોને વિવિધ સેવા ઓ સારી રીતે મળી શકે તે માટે રૂપિયા 115 કરોડના ખર્ચે મુખ્ય ઓફિસ ઇસ્ટ અને વેસ્ટ ઝોનની ઓફિસ બનાવવાની કામગીરી ટૂંક સમયમાં શરૂ થનાર છે રૂપિયા 7.42 કરોડના ખર્ચે વર્કશોપ તથા વિવિધ શાખાના સ્ટોર બનાવવાની કામગીરી પ્રગતિ હેઠળ છે, સાથે સાથે રૂપિયા 15.75 કરોડના ખર્ચે શહેરમાં ચાર જગ્યા પર આધુનિક અને અધ્યતન અર્બન હેલ્થ સેન્ટર બનાવવાની કામગીરી પણ પ્રગતિ હેઠળ છે, આ સાથે જ સમગ્ર શહેરમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા સ્વચ્છ અને સુંદર પર્યાવરણ લક્ષી શહેર બનાવવા માટે મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવે છે શહેરી વિસ્તારમાં 100% ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન કરવામાં આવે છે આ કામગીરીનું ડિજિટલ મોનિટરિંગ પણ અમલમાં મુકાઈ ગયું છે, મોરબી મહાનગરપાલિકા શહેરીજનોને શક્ય તેટલી આધુનિક સુવિધાઓ પૂરી પાડવા માટે પ્રતિબંધ છે તાજેતરમાં તા. 24 ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી શ્રીના વરદ હસ્તે ₹16.66 કરોડના 29 કાર્યોનું લોકાર્પણ તથા 512 કરોડના 47 કાર્યોનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું છે. પ્રજાસત્તાક પર્વ નિમિત્તે યોજાયેલા આ કાર્યક્રમમાં મોરબી મહાનગરપાલિકામાં ફરજ બજાવતા કર્મચારીઓને ઈ- સરકારની શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા તથા શ્રેષ્ઠ કામગીરી કરનાર સફાઈ કામદારોને પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા હતા, આ કાર્યક્રમનુ સમાપન વૃક્ષારોપણ દ્વારા કરાયું હતું, આ કાર્યક્રમમાં માનનીય કમિશનર શ્રી સ્વપ્નિલ ખરે, નાયબ કમિશનર શ્રી કુલદીપસિંહ વાળા(વ) , નાયબ કમિશનર શ્રી સંજય કુમાર સોની, મનપાની વિવિધ શાખાના અધ્યક્ષ, કર્મચારીઓ, શહેરના વિવિધ સંસ્થાકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
૭૭મા રાષ્ટ્રીય પર્વ પ્રજાસત્તાક દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી આ વર્ષે મહર્ષિ દયાનંદ સરસ્વતીની પવિત્ર તપોભૂમિ ટંકારા ખાતે થનાર છે. આ ગરિમાપૂર્ણ રાષ્ટ્રીય પર્વની પૂર્વ સંધ્યાએ મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે ટંકારા સહિત સમગ્ર જિલ્લાની મુખ્ય સરકારી કચેરીઓ અને ભવનોને અદ્યતન રોશનીના શણગારથી સજ્જ કરવામાં આવ્યા છે. રાષ્ટ્રીય પર્વના ઉત્સાહ અને ઉમંગને વધારવા માટે જિલ્લા કલેક્ટર કચેરી, જિલ્લા પંચાયત ભવન, જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી તેમજ ટંકારા સ્થિત વિવિધ સરકારી ઈમારતો પર આકર્ષક રોશની કરવામાં આવી છે. અંધકારને ચીરતી આ ઝળહળતી લાઈટો અને તિરંગાના ત્રણ રંગોમાં રંગાયેલા સરકારી ભવનો રાષ્ટ્રભક્તિનો માહોલ સર્જી રહ્યા છે. રાત્રિના સમયે દૂધિયા પ્રકાશ પુંજથી ઝગમગતી આ ઈમારતો નગરજનો માટે રાષ્ટ્રપ્રેમનું પ્રતીક બની છે. ટંકારામાં આયોજિત જિલ્લા કક્ષાના મુખ્ય કાર્યક્રમ સ્થળ અને આસપાસના વિસ્તારોમાં પણ વિશેષ રોશની સાથે સુશોભન કરવામાં આવ્યું છે. પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ થયેલો આ રોશનીનો શણગાર મોરબી જિલ્લાના નાગરિકોમાં ગણતંત્ર દિવસ પ્રત્યેના આદર અને રાષ્ટ્રપ્રેમને અભિવ્યક્ત કરી રહ્યો છે. આવતીકાલે યોજાનાર ધ્વજવંદન કાર્યક્રમ પૂર્વે સમગ્ર મોરબી જિલ્લો લોકશાહીના આ મહાપર્વને વધાવવા માટે આતુર જોવા મળી રહ્યો છે.
સારથી સેવા દ્વારા મોરબી ખાતે જરૂરિયાત મંદ ગરીબ પરિવાર ના બાળકો અને પરિવાર ના સભ્ય ને મકરસંક્રાંતિ ના પર્વ નિમિતે મમરા ના લાડવા નું મોરબી ના અલગ અલગ વિસ્તાર જેવા કે પાડાપુલ નીચે, નટરાજ ફાટક પાસે ના વિસ્તાર માં, ભીમસર પાસે અલગ અલગ વિસ્તાર માં તેમજ રાજકોટ ના માધાપર ચોકડી પાસે, રેલનગર, રેલ્વે જક્શન પાસે ના વિવિધ વિસ્તાર માં મમરા ના ૧૫૦૦ પેકેટ લાડું નું વિતરણ કરવા માં આવ્યું હતું આ તકે સારથી સેવા ના વિવેકભાઈ મહેતા, ભાવદીપભાઈ દુદકીયા, પ્રભેવભાઈ સાંગિયા, નિખિલભાઈ ગજ્જર, હર્ષરાજસિંહ જાડેજા તથા તેમની ટીમ દ્વારા રાજકોટ અને મોરબી ના વિવિધ વિસ્તાર માં નું જરૂરિયાતમંદ લોકોના પરિવારને વિતરણ કરવામાં આવ્યું હતું.