
જમીન-મકાનના ધંધા સાથે જોડાયેલા તાજમહમદ ભટ્ટી નામના મુસ્લિમ યુવાનની ઘાતકી હત્યાએ શહેરને ઝંઝોડી નાખ્યું છે. માહિતી મુજબ, લાલબાગ સેવાસદન વિસ્તારમાંથી અપહરણ કરી ઢોર મારમારી બાદ તેમની હત્યા કરવામાં આવી હોવાનો ઘટસ્ફોટ થયો છે. આરોપીઓએ પુરાવા નાશ કરવા માટે મૃતદેહને સળગાવી દાટી દીધો હતો અને ઉપર ધાબુ કરી છુપાવવાનો પ્રયાસ કર્યો હતો.
પીપળી રોડ પર આવેલ ‘સિવાય કોલ’ નામના કારખાનામાંથી દાટી દેવાયેલ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ ડીવાયએસપી બી ડિવિઝન પીઆઇ તાલુકા પીઆઇ સહિતનો પોલીસ સ્ટાફ સ્થળ પર પહોંચી મૃતદેહ બહાર કાઢવાની કામગીરીમાં જોડાયો હતો. ફોરેન્સિક તપાસ અને પુરાવા એકત્ર કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે.
હજુ સોની યુવાનની હત્યાની ઘટનાની સાઈ હજું સુકાઇ નથી ત્યાં વધુ એક હત્યાએ ચકચાર મચાવી દીધી છે અને પરિવારને ન્યાય મળવાની પ્રક્રિયા ચાલી રહી છે, ત્યારે ફરી એક હત્યાનો બનાવ બનતા તંત્રની કાર્યક્ષમતા અને ઈમેજ પર સવાલો ઊભા થયા છે. નાગરિકોમાં અસુરક્ષાની લાગણી ફેલાઈ રહી છે અને કાયદાની કડક અમલવારીની માંગ ઉઠી રહી છે.
શહેરવાસીઓ હવે સ્પષ્ટ જવાબ અને ઝડપી ન્યાયની અપેક્ષા રાખી રહ્યા છે. અપરાધીઓ સામે કડક પગલાં અને જાહેર સુરક્ષા મજબૂત બનાવવાની જરૂરિયાત આજે વધુ તીવ્ર બની છે. હાલ તો પોલીસે તપાસ શરૂ કરી આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી છે





Leave Your Comment Here