
ગ્રામ પંચાયતોમાં સામાન્ય /વિભાજન /મધ્યસત્ર /પેટા ચૂંટણી-૨૦૨૫ મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તે માટે મોરબી જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી કે.બી. ઝવેરી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, જે અનુસાર કોઈપણ વ્યકિત, સંસ્થા, ચૂંટણીના ઉમેદવારો અને તેઓના કાર્યકરોને અથવા તેમના દ્વારા નિયુકત કરેલ વ્યકિત, સંસ્થા કે પેઢી વિગેરેએ સબંધિત માલીકોની લેખિત અને પૂર્વ પરવાનગી લીધા વિના જાહેર અથવા ખાનગી મિલ્કત ઉપર ચૂંટણીલક્ષી પ્રચારપત્રો ચોડીને, સૂત્રો લખીને, નિશાનો ચીતરીને દિવાલો બગાડવી નહીં.
કોઈ રાજકીય પક્ષ અથવા ઉમેદવાર પોતાના કાર્યકરોને ધ્વજદંડ ઉભા કરવા, બેનરો લટકાવવા, નોટીસો ચોંટાડવા, સૂત્રો લખવા અથવા અન્ય કોઈપણ રીતે જાહેર અથવા ખાનગી મિલ્કત બગડે તેવી રીતે ચૂંટણી પ્રચાર કરવા વગેરે માટે માલીકની લેખિત અને પૂર્વ પરવાનગી લીધા વિના કોઈપણ વ્યકિતની જમીન/મકાન, કમ્પાઉન્ડ, દિવાલ, વાહનો, રોડ-રસ્તા વગેરેનો ઉપયોગ કરવો નહીં કે બગાડવા નહીં. જાહેર મકાન એ શબ્દ પ્રયોગમાં મિલ્કત જેવી કે ધોરી માર્ગ, શેરી/ગલી, ચાર રસ્તા, ચાર રસ્તા પર માર્ગ દિશા બતાવતા સાઈન બોર્ડ, ધોરી માર્ગ ઉપરના માઈલ સ્ટોન, રેલ્વે ફાટક ઉપર ચેતવણીરૂપ નોટીસ, રેલ્વે પ્લેટફોર્મ, બસ, વાહન, ટર્મિનલના નામના બોર્ડ અથવા જાહેર જનતાની સગવડતા માટે પ્રદર્શિત કરેલ કોઈ અન્ય નોટીસ સાઈન બોર્ડનો સમાવેશ થાય છે.
આ જાહેરનામું મોરબી જિલ્લાની જે ગ્રામ પંચાયતની ચૂંટણી છે તે ગ્રામ પંચાયતના વિસ્તારની ચૂંટણીની સમગ્ર પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી અમલમાં રહેશે. મોરબી જિલ્લાની જે ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાનાર છે તે ગ્રામ પંચાયતોના વિસ્તારમાં આ આદેશનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે.
Leave Your Comment Here