
કચ્છ-મોરબી હાઇવે ઉપર સહેનશાવલી પાટીયા પાસે ઇકોસ્પોર્ટ ગાડીમાં ભરેલ IMFLની બોટલો નંગ-૩૪૭ કી રૂ. ૪,૭૧,૫૦૦/- તથા કાર મોબાઇલ ફોન મળી કુલ. રૂ ૮,૭૬,૫૦૦/- ના મુદામાલ સાથે એક આરોપીને માળીયા (મીં) પોલીસે ઝડપી પાડયો છે.
માળીયા મીયાણા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ નાઇટ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન સ્ટાફને સંયુક્તમાં ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, કચ્છ તરફથી ફોર્ડ કંપનીની ઇકોસ્પોર્ટ કાર રજીસ્ટર નં- GJ-03-FD-9056 વાળીમા ગે.કા.તે ઇંગ્લીંશ દારૂનો જથ્થો ભરી મોરબી તરફ આવે છે તેવી મળેલ બાતમીના આધારે માળીયા મીંયાણા સહેનશાવલી પાટીયા પાસે કચ્છ મોરબી હાઇવેરોડ ઉપર જરૂરી વોચ ગોઠવી બાતમીવાળી કાર મળી આવતા તેમાંથી અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો નંગ-૩૪૭ કિ.રૂ.૪,૭૧,૫૦૦/-ના તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિં રૂ. ૮,૭૬,૫૦૦ ના મુદામાલ સાથે એક ઇસમ અભીષેકભાઇ મુકેશભાઇ બદીયાણી (ઉ.વ. ૨૭) રહે. જામનગરવાળાને પકડી પાડી પુછપરછ કરતા અન્ય એક શખ્સ મામા રહે સામખીયાળી વાળાનુ નામ ખુલતા બંને વિરુદ્ધ પ્રોહીબીશન હેઠળ ગુન્હો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
Leave Your Comment Here