
રેન્જ આઈ જી અશોક કુમાર યાદવ દ્વારા એસપી રાહુલ ત્રિપાઠી ડીવાયએસપી સમીર સારડા પીઆઇ સહિતના સ્ટાફને પ્રશંસાપત્ર આપી શુભેચ્છાઓ પાઠવી




મોરબી જિલ્લાના ટંકારા પોલીસ મથક વિસ્તારમાં રાજકોટ નાં આંગણીયા પેઢીના માલિકની કારને ટક્કર મારી આંતરીને ચકચારી ૯૦ લાખની લુંટના ગુનામાં બે અલગ અલગ કારમાં આવેલા લુંટારૂઓના બે સાગરિતોને તાત્કાલિક નાકાબંધી કરી ગણતરીની કલાકોમાં દબોચી લઈ લુંટ નો ભેદ ઉકેલ્યો હતો ટંકારા પોલીસની આ પ્રસંશનીય અને સરાહનીય કામગીરી બદલ રાજકોટ રેન્જ આઇ.જી અશોક કુમાર યાદવ દ્વારા ટંકારા પોલીસ મથક નાં પીઆઈ કે.એમ.છાસીયા સહિતના સ્ટાફને પ્રશંસાપત્ર એનાયત કરવામાં આવ્યા હતાં તાજેતરમાં જ મેં ૨૦૨૫ માં રાજકોટ મોરબી હાઇવે પર ટંકારા ખજુરા હોટલ પાસે બે કારમાં આવેલા લુટારુઓએ રાજકોટના આંગણીયા પેઢીના માલિકની કારને ટક્કર મારી આંતરીને 90 લાખની લુંટ કરી હતી આ ઘટનાની જાણ થતા જ ટંકારા પોલીસે બનાવની ગંભીરતા ધ્યાને લઈને તાત્કાલિક નાકાબંધી કરી લુંટ ધાડને અંજામ આપનાર બે આરોપીઓને દબોચી લીધા હતા આ કેસમાં પોલીસે અત્યાર સુધીમાં 82 લાખની રિકવરી પણ કરી છે ત્યારે રાજકોટ વિભાગ નાં રેન્જ આઈ જી અશોક કુમાર યાદવ દ્વારા ટંકારા પોલીસ મથકના પીઆઇ કે.એમ.છાસીયા સહિતના પોલીસ સ્ટાફ ની ટીમને પ્રશંસાપત્ર એનાયત કરવામાં આવ્યો છે તેમજ રાજકોટ રેન્જ આઇ જી અશોક કુમાર યાદવએ સમગ્ર પોલીસ સ્ટાફ ની પ્રસંશનીય કામગીરીને બિરદાવી શુભેચ્છા પાઠવી હતી



Leave Your Comment Here