
રજૂઆતમાં જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યમાં ચુંટણી પંચ દ્વારા S.I.R. ની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલ છે. આ કાર્યવાહીમાં મતદારોનું વેરીફીકેશન થશે જે સારીવાત છે પરંતુ આ કાર્યવાહીમાં કોઈ મતદારનું નામ બે જગ્યાએ હોય તો તે બને જગ્યાએ વેરીફીકેશન કરાવે તો તેને રોકવા માટે કોઈ યોગ્ય સોફ્ટવેર કે પદ્ધતી દ્વારા આ કામગીરી સામેલ કરીને આવું ના બને તેવું કરવામાં આવે જેથી બે તેથી વધારે જગ્યાએ નામ ધરવતા મતદારોને આવું કરતા રોકી શકાય તેવું કરવા અમારી માંગણી છે.
આ ઉપરંત મતદાર ઓળખ કાર્ડને આધાર કાર્ડ સાથે જોડવામાં આવે તો બે જગ્યાએ નામ હોય તો આસાનીથી જાણી શકાશે તો મતદાર કાર્ડને આધાર કાર્ડ સાથે જોડવા અમારી માંગણી છે. આ ઉપરાંત કોઈ એક રાજ્યની ચુંટણીમાં મતદારનું નામ હોય અને તેને મતદાન કરેલ હોય અને તેવા મતદારો ચુંટણી પછી તુરંત અન્ય રાજ્યમાં પોતાનું નામ દાખલ કરાવી ત્યાની ચુંટણીમાં પણ મતદાન કરે તો એક મતદાર બે રાજ્ય ની સરકાર નક્કી કરવા માં પોતાનું મતદાન કરે તેવું ના થાય તે માટે પણ યોગ્ય નિયમો કરી તટસ્થ અને સાચી ચુંટણી થાય તેવું કરવામાં આવે.
તદઉપરંત S.I.R. ની કામગીરીમાં કોઈ ગેરરીતી ના થાય તે માટે સતત મોનીટરીંગ તેમજ કોઈ યોગ્ય પદ્ધતિ અપનાવવામાં આવે જેથી તટસ્થ કામગીરી થાય તેવું જોવા રજુઆત કરી હતી .


Leave Your Comment Here