
ભાવનગર:જમીઅત ઉલમા-એ-હિન્દ તારીખ 14 12 2025 ના રોજ ભાવનગરની નામાંકિત સર ટી. હોસ્પિટલ (Sir T. Hospital) ના સહયોગથી ‘બ્લડ ડોનેશન કેમ્પ’ (રક્તદાન શિબિર) નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ રક્તદાન શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા જરૂરિયાતમંદ દર્દીઓ, થેલેસેમિયા ગ્રસ્ત બાળકો અને ઈમરજન્સીના સમયે લોહીની અછતને પહોંચી વળવાનો હતો. આ કેમ્પમાં શહેરના નવયુવાનો અને જમીઅત ઉલમા-એ-હિન્દના કાર્યકરોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું. આ કેમ્પમાં કુલ ૬૫ બોટલ ભાવનગર સર્ટી હોસ્પિટલને સમર્પિત કરવામાં આવી હતી.આ પ્રસંગે જમીઅત ઉલમા-એ-હિન્દ ભાવનગરના પ્રમુખ અને અન્ય હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને રક્તદાતાઓનો ઉત્સાહ વધાર્યો હતો. સંસ્થા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, રક્તદાન એ મહાદાન છે અને તેના દ્વારા કોઈકનું અમૂલ્ય જીવન બચાવી શકાય છે.અંતમાં, આયોજકો દ્વારા સર ટી. હોસ્પિટલના સ્ટાફનો સહકાર બદલ અને તમામ રક્તદાતાઓનો માનવતાના આકાર્યમાં સહભાગી થવા બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો જે તસવીરમાં દ્રશ્યમાન થાય છે


Leave Your Comment Here