
મોરબી નિવાસી મહેશભાઈ હીરાભાઈ પરમારનું તા.25/09/2025 ને શુક્રવાર નાં રોજ બપોરે 04:00 થી 06:00 કલાકે રોહીદાસ પરા મેઈન રોડ મોરબી 1 ખાતે રાખેલ છે મોં.અજીતભાઈ(7984758509) જીગ્નેશભાઈ (8160183275)




મોરબી મહાનગરપાલિકા વોટર શાખા દ્વારા મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ મહારાણા પ્રતાપ સર્કલ પાસે બ્રિજ બનાવવાની કામગીરી ચાલુ હોય જે બ્રિજની પિલર ની કામગીરીમાં પાણીની લાઈન વચ્ચે નળતર રૂપ હોઇ જેથી તે પાણીની લાઈન નું સીફ્ટીગ કરવું આવશ્યક હોઈ જેથી મહાનગરપાલિકા દ્વારા પાણીની લાઈન સીફ્ટીગ ની કામગીરી તા. ૧૮/૯/૨૦૨૫ થી તા.૨૨/૯/૨૦૨૫ સુધી કરવામાં આવશે જેથી મોરબી સામાકાંઠા કેસર બાગ અને નજરબાગ હેડવર્કસ ૨ દિવસ અને ઉમા ટાઉનશીપ હેડવર્કસ ૩ દિવસ પાણી વિતરણ બંધ રહેશે જેની જાહેર જનતાએ નોંધ લેવી

ભૂજ ખાતે યોજાયેલ લોકનૃત્ય પ્રતિયોગિતામાં શ્રી સરસ્વતી શિશુમંદિર, મોરબી પ્રથમ ક્રમે.
મોરબી: ભુજ ખાતે ગત તારીખ 6 સપ્ટેમ્બરના રોજ વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ આયોજિત સંસ્કૃતિ બોધ પરિયોજના ગુજરાત પ્રાંત દ્વારા પ્રાંતીય લોકનૃત્ય પ્રદર્શન 2025નું આયોજન કરવામાં આવેલ હતું. વિદ્યા ભારતી ગુજરાત પ્રાંતના 10 વિભાગો છે. જેમાંથી આઠ વિભાગે અલગ અલગ નૃત્યમાં ભાગ લીધેલ હતો. જેમાં મોરબી સ્થાનએ દ્વારકા વિભાગમાં આવે છે. મોરબીની શ્રી સરસ્વતી શિશુમંદિરની 13 બહેનો 2 ભાઈઓ તથા બે આચાર્યોઓએ ભાગ લીધો હતો. જેમાં મોરબીની શ્રી સરસ્વતી શિશુમંદિર એ પ્રાંતમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો. તે બદલ શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવેલ છે. હવે વિદ્યાર્થીઓ અખિલ ભારતીય ક્ષેત્રે બિહાર સીતામઢી ખાતે પ્રદર્શન કરવા જશે. જે બદલ વિદ્યાલય પરિવાર હર્ષની લાગણી અનુભવે છે.

મોરબી શહેર અને જિલ્લા ની પ્રજા ને કેન્દ્ર સરકાર દ્વારા વરસો થી અન્યાય કરવા માં આવી રહ્યો છે
છેલ્લા કેટલાય સમય થી મોરબી ની પ્રજા લાંબા અંતર ની ટ્રેન ની માગણી કરે છે પણ આ બાબત કેન્દ્ સરકાર કોઈ માંગણી સ્વીકારતી નથી અને મોરબી ની પ્રજા ને અન્યાય કરી રહેલ છે તેમાં
મોરબી થીં વાંકાનેર વચે ચાલતી ડેમુ ટ્રેન અવાર નવાર મેન્ટેનશ ન બહાના બતાવી વારવાર બંધ કરી રહેલ છે અને પ્રજા ને હાડમારી ભોગવી પડે છે હાલ રેલવે દ્રારા ઈલેક્ટિક લાઇન ચાલુ થઈ ગયેલ છે તો ડીઝલ એન્જિન ને બદલે ઇલેક્ટ્રિક એન્જિન થી ડેમુ ટ્રેન દોડાવી જોઈએ
આ ડેમુ ટ્રેન મારફત લોકો લાંબા રૂટ ની ટ્રેન તેમજ નોકરિયાત લોકો અપ ડાઉન કરી રહ્યો છે જેના કારણે ડેમો ટ્રેનને મુસાફરો પણ મળી રહે છે તેમ છતાં રેલ્વે અધિકારીઓના મનસ્વી નિર્ણયોથી અવારનવાર ટ્રેન ને બંધ કરી દેવામાં આવે છે મોરબીની પ્રજા પૂછવા માંગે છે કે શા માટે આવો મોરબીની પ્રજા માટે કરવામાં આવે છે હવે પછી ડેમો ટ્રેન બંધ કરવામાં આવશે તો પ્રજાને સાથે રાખી રેલ રોકો આંદોલન કરી રેલવેના અધિકારીઓની સાન ઠેકાણે લાવવામાં આવશે તેમજ વધુમા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના માલધારી સેલના પૂર્વ પ્રમુખ રમેશભાઇ રબારીએ જણાવ્યું કે આ પ્રશ્રને સ્થાનિક ધારાસભ્ય સંસદ સભ્ય અને રાજ્યસભાના સભ્ય એ મોન ધારણ કરી લીધું છે તેમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ નાં માલધારી સેલનાં પૂર્વ પ્રમુખ રમેશભાઇ રબારીએ અખબારી માં યાદી જણાવ્યું છે

મોરબીમાં પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં વિદ્યાર્થીનીઓને પાંચમા ધોરણમાં જ્ઞાનસેતુ,જવાહર નવોદય વિદ્યાલય,શિષ્યવૃત્તિ, સૈનિક સ્કૂલ તેમજ આઠમા ધોરણમાં જ્ઞાન સાધના અને નેશનલ મેરીટ કમ સ્કોલરશિપ એક્ઝામ વગેરે સ્પર્ધાત્મક પરીક્ષાઓ અપાવવામાં આવે છે, આ પરીક્ષાઓ માટેની પૂર્વ તૈયારી પણ કરવામાં આવે છે એના પરિપાક રૂપે 100 ટકા પરિણામ પ્રાપ્ત થાય છે એ પૈકી ઘણી બધી વિદ્યાર્થીનીઓનો મેરિટમાં સમાવેશ થાય છે, આ વર્ષે જ્ઞાન સાધના પરીક્ષામાં અને NMMS બંને પરીક્ષામાં વંદના હંસરાજભાઈ પરમારનો સમગ્ર મોરબી જિલ્લામાં પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ છે અને હેન્સી દિલીપભાઈ પરમારને જ્ઞાન સાધના પરીક્ષામાં જિલ્લામાં તૃતિય નંબર પ્રાપ્ત કરી રાજય કક્ષાએ પ્રતિભાશાળી વિદ્યાર્થી તરીકેનું સન્માન પત્ર શિક્ષણ સચિવ મુકેશકુમારની સહીથી આવેલ હોય,શિક્ષક દિન નિમિત્તે નવયુગ શૈક્ષણિક સંકુલ ખાતે યોજાયેલા શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહમાં જિલ્લા પંચાયત મોરબીના પ્રમુખ હંસાબેન પારેઘી,ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા,કલેકટર કે.બી.ઝવેરી તેમજ જિલ્લા શિક્ષણાધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી વગેરેના વરદ હસ્તે સુંદર ગિફ્ટ તેમજ પ્રતિભાશાળી વિદ્યાર્થી તરીકેનું સન્માન અર્પણ કરવામાં આવ્યું અને તમામ મહાનુભાવોએ તેજસ્વી વિદ્યાર્થીઓ અને શાળાના શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા.

All Rights Received @gujarattatkalsandesh.com