
મોરબીમાં ચકચારી જમીન મકાનના ધંધાર્થી મુસ્લિમ શખ્સ તાજમંહમદ ભર્ટી ને ભડીયાદ રોડ પર ફાર્મ હાઉસ ખાતે અપહરણ કરી ઢોર માર મારી ક્રુર હત્યા કરી લાશને પીપળી રોડ પર બંધ કારખાનામાં સળગાવી જમીનમાં દાટીને તેની ઉપર સિમેન્ટનું આરસીસી ધાબુ કરીને પુરાવાનો નાશ કરી હત્યા નો ગુન્હો છુપાવવાના પ્રયાસ ને મોરબી બી ડીવિઝન પોલીસે તટસ્થ તપાસ કરી સમગ્ર કાવતરા નો પર્દાફાશ કર્યો હતો અને ગુનામાં સંડોવાયેલા સાત આરોપી વિરુદ્ધ ગુનો નોંધી પાંચ આરોપીની ધરપકડ કરી હતી અને બે આરોપી ફરાર થતાં પકડવા તપાસ હાથ ધરી હતી ત્યારે આરોપીઓને સાથે રાખી બનાવ સ્થળેથી મામલતદાર નાં સહયોગ થી સરકારી અધિકારીની હાજરીમાં લાશને બહાર કાઢી ફોરેન્સિક પી.એમ કરાવી નામદાર કોર્ટમાં રજુ કરતા ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા આ ક્રુર હત્યાના બનાવ પછી હજી પણ બે આરોપીઓ પોલીસ પકડથી દુર છે અને આવી ઘાતકી હત્યા થવાથી મિયાણા સમાજમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો ત્યારે મિયાણા સમાજ ને ન્યાય મળે અને સમાજને સંતોષ થાય તેવા હેતુથી પોલીસ ને આ હત્યારાઓનું જાહેરમાં સરઘસ કાઢવા પોલીસ ને કાઈ નડતુ હોય કે કાયદામાં ન આવતું હોય તો બુટલેગર કે અન્ય આરોપીઓનાં સરઘસ કાઢી સિંઘમ ની છાપ ધરાવવાનો પોલીસ ને કોઈ અધિકાર નથી તેવા રોષ સાથે મિયાણા સમાજમાં ચર્ચા એ જોર પકડ્યું છે ત્યારે આવતીકાલે 2/3/2026 નાં રોજ સવારે 11 વાગે એસપી કચેરી ખાતે મિયાણા સમાજ દ્વારા એસપી ને આવેદનપત્ર પાઠવવામાં આવશે તેમજ મિયાણા સમાજ પ્રમુખ અકબરભાઈ હાજી સાગણભાઈ મોવર દ્વારા રાજકોટ વાંકાનેર માળિયા કાજેરડા નવાગામ હંજીયાસર વિદરકા ધાંગધ્રા હળવદ સહિતના ગામોમાં રહેતા મિયાણા સમાજ નાં લોકોને એસપી કચેરી ખાતે આવતીકાલે સવારે 11 વાગે ફરજિયાત હાજર રહેવા આહવાન કરવામાં આવ્યું છે















