મોરબી ખાતે થી અમદાવાદ જિલ્લાના ધોલેરા તાલુકામાં આવેલ ભડીયાદ ના કોમી એકતા ના પ્રતીક મસહૂર ઓલીયા હઝરત મહેમુદ શાહ બુખારી ના શ્રદ્ધાળુઓ ધુમ દાદા ધુમ બુખારી ના નારાથી શુભ કાર્ય ની શરૂઆત કરતા હોય છે જે દરગાહ શરીફ ના ઉષૅ મુબારક પ્રસંગે સમગ્ર ગુજરાતના વિવિધ શહેર જિલ્લા સહિત સૌરાષ્ટ્રમાંથી પગપાળા શ્રદ્ધાળુઓ હિંદુ મુસ્લિમ સમાજના માનવો મોટી સંખ્યામાં ઉમોટી પડે છે જેમાં મોરબી થી જેન્યુન ફાઉન્ડેશન સંસ્થા દ્વારા છેલ્લા દસ વર્ષથી પગપાળા પદયાત્રીઓને શ્રદ્ધાળુઓ સાથે નો એક કાફલો દર વર્ષે મોરબી થી ભડીયાદ ખાતે રવાના થતો હોય છે તેના સંચાલક આરીફ ભાઈ બ્લોચ ની આગેવાની થી દાદા બુખારીના શ્રદ્ધાળુ માનવો મોટી સંખ્યામાં જોડાય છે તેનું સ્વાગત મોરબી થી ભડીયાદ સુધી દાદાના ભક્તો દ્વારા કરવામાં આવતું હોય છે ત્યારે તે પગપાળા જતા યાત્રીઓ અને મહેમુદ શાહ બુખારીના હિંદુ મુસ્લિમ માનવ ભક્તો ની મહેફિલ મોરબી ખાતે મહેફીલ નાત શરીફ નો કાર્યક્રમ લીલાપર રોડ હઝરત હોથીશા પીર વલી દરગાહ શરીફ ખાતે રાખવામાં આવેલ છે જેમાં પગપાળા મેદની જુલુસ ના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં હાજરી આપશે આ કાર્યક્રમને સફળ બનાવવા હજરત સહીદ પીર સૈયદ મહેમુદશાહ બુખારી દાદા ની શાન માં નાત શરીફ નો શાનદાર કાર્યક્રમમાં સર્વે હિન્દુ મુસ્લિમ સમાજ ચિંતકો હાજરી આપે તેમ એક યાદી મા જેન્યુન ફાઉન્ડેશન સંસ્થાના અધ્યક્ષ આરીફ ભાઈ બ્લોચ જણાવેલ છે.
મોરબી: અનુસૂચિત જાતિ, મૂળનિવાસી સંઘ-મોરબી દ્વારા મહામાનવ ડૉ. બાબાસાહેબ આંબેડકરના 69મા મહાપરિનિર્વાણ દિન નિમિત્તે મોરબી શહેરમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ 6 ડિસેમ્બર 2025, શનિવારે સાંજના 6:30 વાગ્યે શરૂ થશે. કાર્યક્રમની શરૂઆત નહેરુ ગેટ ચોક પરથી થશે, જ્યાં પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવશે. ત્યારબાદ મોન કેન્ડલ માર્ચ યોજાશે અને અંતે મોરબી મહાનગરપાલિકા ખાતે કાર્યક્રમનું સમાપન થશે. કાર્યક્રમમાં કેન્ડલ પ્રગટાવવાની વિધી, તેમજ ભારતીય બંધારણના આમુખનું વાચન પણ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં અનુસૂચિત જાતિ અને બહુજન સમાજના અનુયાયીઓને સફેદ વસ્ત્રોમાં ઉપસ્થિત રહેવા વિનંતી કરવામાં આવી છે.