
મોરબીમાં ઇસ્લામ ધર્મના સ્થાપક અને મહાન પૈગંબર હજરત મોહમ્મદ સાહેબના 1500 માં જન્મદિવસ નિમિત્તે અનોખી ઉજવણી બાવા એહમદ શાહ મસ્જિદ ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન

મોરબીમાં સિવિલ હોસ્પિટલના સહયોગથી બાવા અહેમદશા મસ્જિદ ગ્રુપ દ્વારા ઇસ્લામ ધર્મના સ્થાપક અને મહાન પૈગંબર હજરત મોહમ્મદ સાહેબના ૧૫૦૦ માં જન્મ દિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ નું અનોખું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઈદે મિલાદ નિમિત્તે મોરબીના બાવા અહેમદ શાહ મસ્જીદ ગ્રુપ દ્વારા આયોજિત બ્લડ ડોનેશન કેમ્પમાં મોટી સંખ્યામાં યુવાનોએ રક્તદાન કરી દાન ડોનેશન કર્યું હતું જેમાં આયોજક આશિકભાઈ ઘાંચી આશીફભાઈ મેમણ સોહિલભાઈ મેમણ ફૈઝલભાઈ મેમણ સહિત નાં યુવાનો દ્વારા સિવિલ હોસ્પિટલના મેડિકલ તબીબીઓ નાં સહયોગથી ઈદે મિલાદના પવિત્ર અવસર પર સેવા અને ભાઈચારાની ભાવના અને માનવતા તરફ દોરી જનાર ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું આ બ્લડ ડોનેશન કેમ્પમાં ૭૧ દાતાઓએ રક્તદાન કર્યું હતું
