મોરબી જિલ્લા નાં ટંકારા તાલુકાના નાના ખીજડીયા ગામે હજરત ભોળાપીર વલી નાં ઉર્ષ મુબારક ની સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી હઝરત ભોળાપીર વલી નાં ઉર્ષ મુબારક છેલ્લા ૧૦ વર્ષ થી ગામજનો દ્વારા ઉજવવા આવે છે આ પ્રસંગે સંદલ શરીફ ની ન્યાજ સરીફ સહિતના કાર્યક્રમ યોજાયા હતા આ કાર્યક્રમમાં ટંકારા પીઆઇ કે.એમ.છાસીયા નાના ખીજડીયા ગામના માજી સરપંચ ફિરોજ ભાઈ દધોરીયા સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ગામના આગેવાન હાજી નુર મામદભાઈ આગરીયા દ્વારા પીઆઇ કે.એમ.છાસીયા ને સાલ ઓઢાડી સન્માનિત કર્યા હતા..
તાજેતરમાં મોરબી સિરામિક એસોસિયેશનના હોદ્દેદારોએ મોરબીના ઉદ્યોગકારો દ્વારા કરવામાં આવેલા એરપોર્ટમાં ફસાયેલા નાણા ની રિકવરી કરવા અંગે કેન્દ્ર મંત્રી મનસુખ માંડવીયાને સંસદ ભવન દિલ્હી ખાતે રજૂઆત કરી હતી ત્યારે મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખો ઉદ્યોગકારો ઉપરાંત સાંસદ અને માજી સાંસદ તેઓની સાથે રહ્યા હતા
મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ મનોજભાઈ એરવાડીયા અને હરેશભાઈ બોપાલિયા તેમજ અન્ય સિરામિક ઉદ્યોગકારો દિલ્હી ખાતે કેન્દ્ર મંત્રી મનસુખભાઈ માંડવીયાને એરપોર્ટમાં ફસાયેલા નાણાની રિકવરી કરવા રજૂઆત કરવા માટે ગયા હતા ત્યારે સાંસદ વિનોદ ચાવડા અને માજી સાંસદ મોહનભાઈ કુંડાળિયા રાજેશભાઈ ચુડાસમા તેઓની સાથે ઉપસ્થિત રહ્યા હતા અને મંત્રી મનસુખભાઈ માંડવીયાએ મોરબીના સીરામીક એસોસિયેશનના પ્રમુખોની રજૂઆતો ને સાંભળીને હકારાત્મક અભિગમ દાખવી ને ભારત સરકાર દ્વારા શક્ય એટલી તમામ મદદ કરવા માટે ખાતરી આપી અને સંબંધિત વિભાગના અધિકારીઓને ત્વરિત કાર્યવાહી કરવા માટે સૂચના આપી હતી આ ઉપરાંત સિરામિક ઉદ્યોગને અસર કરતા કસ્ટમ તથા એકસાઇઝ વિભાગના પ્રશ્નો અને ગ્રાઉન્ડ વોટર બોરવેલ બાબતે આવેલ નોટિસ અંગે પણ સિરામિક ઉદ્યોગને રાહત મળે તે અંગે રજૂઆત કરવામાં આવી હતી ત્યારે કેન્દ્ર મંત્રી મનસુખભાઈ માંડવીયાએ ખાતરી આપતા જણાવ્યું હતું કે સિરામિક ઉદ્યોગને અસર કરતા તમામ પ્રશ્નોનું શક્ય કેટલી વહેલી તકે નિરાકરણ કરવામાં આવશે
ઇમરજન્સી 108 ની જેમ તત્કાલ જરૂરત મંદને બ્લડ ડોનેટ કરી માનવતાનું ઉદાહરણ પૂરું પાડતા મહમંદશા શાહમદાર
મોરબી મા પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે ફુલ હાર નો વ્યવસાય ચલાવતા અને યુવા પત્રકાર તરીકે વિવિધ અખબારો અને ન્યૂઝ ચેનલ એન્ડ વેબ સોશિયલ મીડિયા માં સતત એક્ટિવ રહેતા પ્રજાલક્ષી સમાચારોને વાચા આપતા સર્વે સમાજ ચિંતક એવા મુસ્લિમ ફકીર યુવા પત્રકાર મહમંદશા શાહમદાર નો આજ રોજ જન્મ દિવસ ના રોજ હોવાથી જેથી સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશમાં વસવાટ કરતા મુસ્લિમ ફકીર સમાજ સહિત સર્વે સમાજના પ્રતિષ્ઠ પશુ પક્ષી માનવસેવક મહમંદશા શાહમદાર ના જન્મદિવસ નિમિત્તે મોરબી સહિત ના રૂબરૂ દુઆ પ્રાર્થના આશીર્વાદ વડીલો આપી જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે તો મિત્રો સગા સંબંધીઓ એ સ્ટેટસ whatsapp facebook instagram મા પત્રકારો વકીલ ડોક્ટર સામાજિક સંસ્થાના અગ્રણીઓ આગેવાનો વિવિધ પાર્ટી પક્ષના રાજકીય નેતાઓ કાર્યકરો હોદ્દેદારો યુવા પત્રકારને તેના જન્મદિવસ નિમિત્તે આજરોજ તારીખ 30-7-2025 એ શુભેચ્છા અભિનંદન પાઠવી રહ્યા છે હાલ અહેમદાબાદ મિત્ર સાપ્તાહિક અખબાર માં પ્રજા પ્રશ્નો ને વાચા આપવાની સાથે પ્રતિષ્ઠ પ્રમાણિક વ્યક્તિઓ ના પરિચય સાથે સામાજિક ન્યાયિક પ્રશ્નોને પવિત્ર પત્રકારી ક્ષેત્રે વાંચ આપી રહ્યા છે જે આજના આધુનિક યુગમાં સોશિયલ મીડિયામાં સોશિયલ મીડિયા આવૃત્તિ દૈનિક અહેમદાબાદ મિત્ર માં વિડીયો ન્યુઝ સહિતના અહેવાલો સમાચારો કવરેજ કરી મોરબી શહેર જિલ્લા સહિત અન્ય જિલ્લાઓમાં બહોળો મિત્ર વર્ગ ધરાવતા મુસ્લિમ ફકીર સમાજના યુવા પત્રકાર મહમંદશા શાહમદાર ને પોતાના માતા પિતાના દુહા આશીર્વાદ થી સારું જીવન તંદુરસ્તી સાથે પ્રાપ્ત કરી પ્રજાલક્ષી સમાચારોની સાથે કાયમ પશુ પક્ષી માનવસેવક તરીકે યુવા પત્રકારની છબી સર્વે સમાજમાં સારો પ્રકાશ આપે તેવી હાર્દિક શુભેચ્છા અહેમદાવાદ મિત્ર પરિવાર તરફથી પાઠવીએ છીએ તંત્રી શહેનાઝબેન શેખ સહિત સમગ્ર અહેમદાબાદ પરિવાર તરફથી હાર્દિક શુભેચ્છા અભિનંદન