મોરબી : અખંડ ભારતના શિલ્પી લોખંડી પુરુષ અને ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦ મી જન્મજયંતિ નિમિત્તે મોરબી પ્રેસ મિડિયા એસોસિએશન દ્વારા આજે નવા બસ સ્ટેન્ડ ખાતે આવેલી સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ અવસરે એસોસિએશનના પદાધિકારીઓ તથા સભ્યો દ્વારા પ્રતિમાને કુલ 150 ફૂલહાર પહેરાવી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. પત્રકારોએ દેશની એકતા અને અખંડિતતા માટે સરદાર પટેલના અવિસ્મરણીય યોગદાનને યાદ કરતાં રાષ્ટ્રીય એકતા દિનની ઉજવણીનો સંદેશ આપ્યો હતો. આ પ્રસંગે અનેક પત્રકારો તેમજ સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને સરદાર પટેલના વિચારોને જીવનમાં ઉતારી રાષ્ટ્રની એકતા જાળવવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી. ઉપસ્થિત પત્રકારોમાં પરેશભાઈ પારીયા, સંજયભાઈ અલગારી, યોગેશભાઈ રંગપરીયા, મયંક દેવમુરારી, મેહુલભા ગઢવી, પંકજ સનારીયા, ધવલ ત્રિવેદી, મોસીન શેખ, મોહમદશા શાહમદાર, રિતેશભાઈ સંચાણિયા સહિતના સભ્યો હાજર રહ્યા હતા.
મોરબીમાં આગામી ૦૧/૧૧/૨૦૨૫ થી ૦૭/૧૧/૨૦૨૫ સુધી રવાપર ઘુનડા રોડ, પાણીના ટાંકા સામે, મુ. વિરપર, તા. ટંકારા, જિ-મોરબી ખાતે પૂજ્ય દાદા ભગવાનની ૧૧૮ મી જન્મ જયંતીની ઉજવણી અન્વયે ધાર્મિક મહોત્સવ સભા યોજાવાની છે. જ્યાં યોજાનાર વિવિધ કાર્યક્રમોમાં બહારગામ થી દરરોજના હજારોની સંખ્યામાં લોકો ભાગ લેશે. આ રોડ પર વધુ ભીડભાડ રહેવાની હોવાથી કાર્યક્રમ સ્થળ પાસેથી સનાળા તથા રવાપર ગામથી ઘુનડા ગામ તથા જડેશ્વર મંદિર અવર જવાનો રોડ નીકળતો હોવાથી આ કાર્યક્રમમાં બહારથી મોટી સંખ્યામાં નાના મોટા વાહનોથી બાળકો તથા અનુયાયીઓ આવવાના હોય અને ઉપરોક્ત રોડ પર ભારે વાહનોની અવર વધુ પ્રમાણમાં રહેતી હોવાથી મોરબી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા સનાળા તથા રવાપર ગામથી ઘુનડા ગામ તથા જડેશ્વર મંદિર તરફ અવર-જવર કરવા વિવિધ રૂટ પર ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ જાહેરનામા અનુસાર સનાળા ગામ તરફથી ઘુનડા ગામ તથા જડેશ્વર મંદિર તરફ આવતો ભારે વાહનો પ્રવેશી શકશે નહીં. રવાપર ગામ તરફથી ઘુનડા ગામ તથા જડેશ્વર મંદિર તરફ આવતા ભારે વાહનો પ્રવેશી શકશે નહીં. ઘુનડા ગામ તથા જડેશ્વર મંદિર તરફથી રવાપર ગામ તરફ આવતા ભારે વાહનો પ્રવેશી શકશે નહીં. ઘુનડા ગામ તથા જડેશ્વર મંદિર તરફથી સનાળા ગામ તરફ આવતા ભારે વાહનો પ્રવેશી શકશે નહીં. વીરપર ગામના કાચા રસ્તેથી ઘુનડા ગામ, જડેશ્વર મંદિર તરફ આવતા ભારે વાહનો પ્રવેશી શકશે નહીં. વીરપર ગામના કાચા રસ્તે થી રવાપર ગામ સનાળા ગામ તરફ આવતા ભારે વાહનો પ્રવેશી શકશે નહીં. વૈકલ્પિક માર્ગ: સનાળા ગામ તરફથી ઘુનડા ગામ તથા જડેશ્વર મંદિર તરફ આવતા વાહનો લજાઈ ચોકડી હડમતીયા ગામ થી ઘુનડા ગામ તથા જડેશ્વર મંદિર તરફ જઈ શકશે. રવાપર ગામ તરફથી ઘુનડા ગામ તથા જડેશ્વર મંદિર તરફ આવતા વાહનો ઘુનડા ચોકડી થી રાજપર ચોકડી લજાઇ ચોકડી હળમતીયા ગામથી ઘુનડા ગામ તથા જડેશ્વર મંદિર તરફ જઈ શકશે. ઘુનડા ગામ તથા જડેશ્વર મંદિર તરફથી સનાળા ગામ તરફ આવતા વાહનો હડમતીયા ગામ લજાઈ ચોકડી થી સનાળા ગામ તરફ જઈ શકશે. વીરપર ગામના કાચા રસ્તા તરફથી ઘુનડા ગામ, જડેશ્વર મંદિર તરફ આવતા વાહનો લજાઇ ચોકડી હડમતીયા ગામથી ઘુનડા ગામ, જડેશ્વર મંદિર તરફ જઈ શકશે. વીરપર ગામના કાચા રસ્તા તરફથી રવાપર ગામ સનાળા ગામ તરફ આવતા વાહનો રાજપર ચોકડીથી રવાપર ગામ સનાળા ગામ તરફ જઈ શકશે. આ જાહેરનામુ ૦૧/૧૧/૨૦૨૫ થી ૦૭/૧૧/૨૦૨૫ (સવારે ૦૮:૩૦ કલાકથી રાત્રિના ૧૦:૩૦ કલાક) સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાની જોગવાઈઓની અમલવારી માંથી ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમના વાહનો, સરકારી વાહનો, નગરપાલિકાના વાહનો, પીજીવીસીએલના વાહનો, સબવાહિની, એમ્બ્યુલન્સ, ફાયર ફાઈટર, સ્કૂલ/કોલેજના વાહનો, સામાજિક/ધાર્મિક પ્રસંગોને લગત ભારે વાહનો, આવશ્યક ચીજવસ્તુ સાથે સંકળાયેલ તમામ વાહનો તેમજ પૂર્વ મંજૂરી મેળવેલ હોય તેવા વાહનોને મુક્તિ આપવામાં આવે છે
ટંકારા પડધરીના ધારાસભ્ય દુર્લબજીભાઈ દેથરીયા દ્વારા ગુજરાત નાં મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી કૃષિ મંત્રી સહિતનો ને પત્ર લખી ખેડૂતોને પડેલ નુકસાનની ભરપાઈ કરવા માંગ કરી છે ટંકારા પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ સરકારને પત્ર લખી રજૂઆતમાં જણાવ્યું છે કે મારા મત વિસ્તાર મોરબી ટંકારા પડધરી રાજકોટ તાલુકામાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોના તૈયાર પાક નિષ્ફળ ગયેલ છે તેમજ ખેતરોમાં ઉભા પાકને પણ નુકસાન થયેલ છે કમોસમી વરસાદને કારણે મોટાભાગના ખેડૂતોના પાક નિષ્ફળ ગયેલ હોવાથી ખૂબ જ નુકસાન થયેલ છે જેમાં મગફળી અને કપાસ સહિતના પાકોનું મોટાભાગે વાવેતર થયેલ હોય કમોસમી વરસાદને કારણે પાક નિષ્ફળ જતાં ખેડૂતોની આશા ઉપર પાણી ફરી વળ્યું છે જેથી ખેડૂતોના હિત ને ધ્યાનમાં લઇ મારા મતવિસ્તારમાં સત્વરે નુકસાનનું સર્વે કરાવી ખેડૂતોને સહાય પેટે વળતર આપવા ગુજરાત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી પાસે માંગ કરી છે
મોરબીમાં વર્ષ ૨૦૧૫માં થયેલ માસૂમ નિખિલ ધામેચા હત્યા કેસમાં નવી હલચલ સર્જાઈ છે. હાઇકોર્ટના આદેશ બાદ તપાસ હાથ ધરનાર સીબીઆઈને હવે મહત્વપૂર્ણ અને મજબૂત પુરાવા હાથ લાગ્યા છે. આ પુરાવાઓના આધારે આવનારા દિવસોમાં હત્યારાઓ બેનકાબ થશે તેવી આશા વ્યક્ત થઈ રહી છે. નિખિલ ધામેચા માત્ર ૧૪ વર્ષનો વિદ્યાર્થી હતો, જેનું અપહરણ થઈ ત્રણ દિવસ પછી રામઘાટ પાસે બાચકામાંથી હત્યા કરાયેલ લાશ મળી આવી હતી. તેના શરીર પર છરીના અસંખ્ય ઘા મારી નિર્મમ હત્યા કરવામાં આવી હતી. શરૂઆતમાં મોરબી શહેર પોલીસ અને બાદમાં સીઆઈડી ક્રાઈમે તપાસ કરી હતી, પરંતુ કોઈ ઉકેલ ન મળતાં પરિવારજનોએ હાઇકોર્ટમાં અરજી કરી હતી. હાઇકોર્ટે કેસ સીબીઆઈને સોંપવાનો હુકમ આપ્યો હતો. હવે સીબીઆઈની તપાસમાં મહત્વના તાર જોડાતા પરિવારને ન્યાયની નવી આશા મળી છે. માસૂમ નિખિલ હત્યા કેસમાં દસ વર્ષથી ચાલી રહેલી ન્યાયયાત્રા હવે અંતિમ ચરણમાં પહોંચી હોવાનું માનવામાં આવી રહ્યું છે. ત્યારે મોરબી શહેરમાં ફરી એકવાર આ ચકચારી કેસ ચર્ચાનો વિષય બન્યો છે. મોરબીમાં વર્ષ ૨૦૧૫માં સમગ્ર સૌરાષ્ટ્રને હચમચાવી મૂકનાર માસૂમ નિખિલ ધામેચા હત્યા કેસમાં એક મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. હાઇકોર્ટના આદેશ બાદ તપાસ સંભાળનાર સીબીઆઈ ટીમને તાજેતરમાં કેટલીક મજબૂત કળીઓ અને પુરાવાઓ હાથ લાગ્યા હોવાનું અત્યંત વિશ્વસનીય સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. આ પુરાવાઓના આધારે તપાસની ગતિ વધુ વેગવાન બની છે અને નજીકના દિવસોમાં હત્યારાઓ બેનકાબ થઈ શકે છે એવી ચર્ચા મોરબી શહેરમાં જોર પકડી છે. હત્યા કેસની સંપૂર્ણ વિગતો મુજબ મોરબીના દરજી કામ કરતા એક સામાન્ય પરિવારમાં જન્મેલો ૧૪ વર્ષનો નિખિલ પરેશભાઈ ધામેચા, તપોવન વિદ્યાલયમાં અભ્યાસ કરતો હતો. તા. ૧૫ ડિસેમ્બર ૨૦૧૫ના રોજ શાળાએથી છૂટ્યા બાદ તે અચાનક લાપતા થયો હતો. તેની સાઇકલ શાળાની નજીકથી મળી આવતાં પોલીસે શરૂઆતમાં અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસને મળેલા પ્રારંભિક પુરાવાઓ મુજબ શાળાનાં એક વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે નિખિલને અજાણ્યા યુવક સાથે બાઇકમાં જતો જોયો હતો. સીસીટીવી ફૂટેજમાં પણ નિખિલ જેવો બાળક એક્ટિવા પર પાછળ બેસેલો દેખાયો હતો, પરંતુ ચહેરો સ્પષ્ટ ન હોવાથી ઓળખ શક્ય બની નહોતી. અપહરણના ત્રણ દિવસ પછી મોરબીના રામઘાટ નજીક કોથળામાંથી નિખિલનો મૃતદેહ મળી આવ્યો હતો. તેના શરીર પર છરીના અનેક ઘા મારવામાં આવી હત્યા નિપજાવવામાં આવી હતી. પોલીસે તે સમયની તમામ સંભાવનાઓ તપાસી, પરંતુ આરોપીની ઓળખ થઈ શકી નહોતી. તપાસ મોરબી સીટી એ ડિવિઝન પોલીસથી લઈ સીઆઈડી ક્રાઈમ સુધી પહોંચી હતી, છતાં કોઈ નવો તાર મળી ન શક્યો. જે બાદ મૃતક નિખિલના પરિવારજનોએ ન્યાય માટે સતત પ્રયત્નો કર્યા હતા, આખરે વર્ષ ૨૦૨૪માં નિખિલના પિતાએ ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી, જેમાં તેમણે તપાસ સીબીઆઈને સોંપવાની માંગણી કરી હતી. તે અરજી પર સુનાવણી બાદ તા. ૧૬ ઓગસ્ટ ૨૦૨૪ના રોજ હાઇકોર્ટ દ્વારા તપાસ સીબીઆઈને સોંપવાનો આદેશ આપવામાં આવ્યો હતો. ત્યારથી સીબીઆઈની વિશેષ ટીમે કેસની ફાઇલો, અગાઉની તપાસની નોંધો અને ટેકનિકલ પુરાવાઓનું પુનઃ વિશ્લેષણ શરૂ કર્યું હતું. નિખિલ ધામેચાના પિતા દ્વારા અગાઉ મોરબી સ્વામિનારાયણ મંદિરના સ્વામી ઉપર હત્યા કર્યાના આક્ષેપો કરવામાં આવ્યા હતા, ત્યારે સૂત્રો પાસેથી મળેલ માહિતી મુજબ, નિખિલના પિતા દ્વારા લગાવવામાં આવેલ તમામ આરોપોની દિશામાં પણ સીબીઆઈ ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી. જેમાં અલગ અલગ મજબૂત પુરાવા અને સાક્ષીઓ મેળવેલ છે. હાલ મળતી માહિતી મુજબ સીબીઆઈને કેટલાક મજબૂત પુરાવા, તથા કેટલાક શંકાસ્પદ લોકોના નિવેદનો પરથી મહત્વપૂર્ણ તાર જોડાયા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ તારના આધારે હત્યારાઓની ઓળખ નિકટના ભવિષ્યમાં જાહેર થઈ શકે છે. મોરબીમાં વર્ષોથી હત્યાના અનડીટેક્ટ કેસમાં હવે નવી આશાનો કિરણ દેખાયો છે. સીબીઆઈની તપાસ અને નવા પુરાવાઓના આધારે, માસૂમ નિખિલ ધામેચાના હત્યારાઓ બેનકાબ થવા હવે માત્ર થોડો સમય છે તેવુ લોકમુખે ચર્ચાએ જોર પકડ્યું છે.
ઇન્ડિયા ટીવી , ગુજરાત ફર્સ્ટનાં રિપોર્ટર અને ઇન્ડિયા એક્ઝેટ ન્યૂઝના ફાઉન્ડર નિલેશભાઈ પટેલનો આજે જન્મ દિવસ
મોરબી જિલ્લામાં છેલ્લા 17 વર્ષ કરતા પણ વધારે સમય થી અલગ અલગ સમાચાર પેપરમા પત્રકાર તરીકે ફરજ બજાવી હાલ દેશની નામી ન્યૂઝ ચેનલ ઈન્ડિયા ટીવી તેમજ ગુજરાતની ઝડપી થી વિકસતી ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલના મોરબી જિલ્લાના પત્રકાર તરીકે ફરજ બજાવતા અને ઇન્ડિયા એક્ઝેટ ન્યૂઝના ફાઉન્ડર નિલેશભાઈ પટેલનો આજે જન્મ દિવસ છે. મિલનસાર સ્વભાવ અને હંમેશા તમામ લોકોની મદદ માટે તત્પર હાલની સામાજિક સમસ્યા વિશે બેબાક મંતવ્ય આપતા ઊંડા વિચારશીલ વ્યક્તિત્વ ધરાવતા નીલેશભાઈ પટેલને તેમના જન્મ દિવસ નિમિત્તે પરિવાર ,મિત્રો સામાજિક અને રાજકીય. આગેવાનો દ્વારા તેમના મોબાઈલ ન 7984347007 ઉપર શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે