મોરબી સિરામિક ઉદ્યોગ એસો. પ્રમુખોએ શ્રમ કૌશલ્ય અને રોજગાર મંત્રી કાંતિભાઈ અમૃતિયા સાથે મુલાકાત કરી શુભેચ્છાઓ પાઠવી
મોરબી સિરામિક એસોસિએશન પ્રમુખ મનોજભાઈ એરવાડિયા અને હરેશભાઈ બોપલિયા એ ગુજરાત સરકારના શ્રમ કૌશલ્ય અને રોજગાર વિભાગના રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા ની આજ રોજ શુભેચ્છા મુલાકાત કરી હતી જેમાં સીરામીક એસોસિયેશન પ્રમુખો તરફથી રાજ્યકક્ષાના મંત્રી તરીકે જવાબદારી મળવા બદલ રૂબરૂ મુલાકાત કરી ને સમગ્ર સિરામિક ઉદ્યોગ તરફથી શુભકામનાઓ પાઠવી હતી. સાથો સાથ શ્રમ અને રોજગાર મંત્રાલય ને લગતા વિવિધ પ્રશ્નો ની ચર્ચા ઉંડાણ પુર્વક કરી હતી. તેમજ રાજ્યકક્ષાના મંત્રી કાંતિભાઇ અમૃતિયાએ ખાતરીપૂર્વક જણાવ્યું હતુ કે સિરામિક ઉધોગને લગતા કોઈ પણ પ્રશ્નો આવે તો તત્કાલીન મને જાણ કરો હું તમામ પ્રશ્નો ના નિરાકરણ માટે સતત પ્રયત્નશીલ રહી ને સકારાત્મક પરિણામ મળે તે દિશા માં પ્રયત્નો કરીશ.
હળવદ – ભારતીય સંસ્કૃતિના વારસાને જીવંત રાખવા અને વિદ્યાર્થીઓની સુષુપ્ત શક્તિઓને પ્રોત્સાહન આપવાના ઉમદા હેતુથી જુના અમરાપર શાળાના પટાંગણમાં દિવાળી પર્વની ઉજવણીના ભાગરૂપે ભવ્ય “રંગોળી સ્પર્ધા”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને આપણી પરંપરાઓ સાથે જોડવાનો અને તેમનામાં રહેલી કલાત્મક પ્રતિભાને એક મંચ પૂરું પાડવાનો હતો. આ સ્પર્ધામાં શાળાના વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો. શાળાનું મેદાન વિદ્યાર્થીઓની કલ્પનાશક્તિ અને રંગોના સુભગ સમન્વયથી જીવંત બની ઉઠ્યું હતું. વિદ્યાર્થીઓએ પરંપરાગત, સામાજિક સંદેશા આધારિત અને આધુનિક એમ વિવિધ પ્રકારની મનમોહક રંગોળીઓ બનાવી પોતાની આગવી કલાનું પ્રદર્શન કર્યું હતું. આ પ્રસંગે શાળાના આચાર્યશ્રી વાઘેલા અમરશીભાઈ એ જણાવ્યું કે, “રંગોળી એ માત્ર કલા નથી, પરંતુ આપણી સંસ્કૃતિનું પ્રતિબિંબ છે. આવા કાર્યક્રમોથી વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા, ટીમવર્ક અને સાંસ્કૃતિક મૂલ્યોનું સિંચન થાય છે. તમામ વિદ્યાર્થીઓનો ઉત્સાહ અને કલા ખરેખર પ્રશંસનીય છે.” સ્પર્ધાના અંતે વિજેતા વિદ્યાર્થીઓને ઇનામ અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા બદલ શાળાના શિક્ષકગણ અને સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી.
મોરબીમાં વિકાસ સપ્તાહ અંતર્ગત મણીમંદિર થી ગાંધીજીના સ્ટેચ્યુ ત્રિકોણ બાગ સુધી વિકાસ પદયાત્રા યોજાઈ હતી જેમાં મોરબી કલેક્ટરશ્રી કે.બી. ઝવેરી સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીશ્રીઓ જોડાયા હતા. વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે યોજાયેલી આ વિકાસ પદયાત્રાને મહાનુભાવોએ લીલી જંડી બતાવી મણીમંદિર થી પ્રસ્થાન કરાવી હતી. ત્રિકોણ બાગ ખાતે ગાંધીજીના સુતરની આંટી પહેરાવી વિકાસ પદયાત્રાની પુર્ણાહુતિ કરવામાં આવી હતી. આ પ્રસંગે સર્વે ઉપસ્થિતોએ વિકાસ ભારત પ્રતિજ્ઞા લીધી હતી. આ વિકાસ પદયાત્રામાં ઈન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી નવલદાન ગઢવી, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી શૈલેષચંદ્ર ભટ્ટ, મોરબી પ્રાંત અધિકારીશ્રી સુશીલ પરમાર, મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશ્નરશ્રી કુલદીપ સિંહ વાળા, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી વિરલ દલવાડી સહિત વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીશ્રીઓ તથા કર્મચારીશ્રીઓ, પોલીસ કર્મીઓ, વિદ્યાર્થીઓ તેમજ મોરબીવાસીઓ જોડાયા હતા
મોરબી ભાજપ મહિલા મોરચા નાં મહામંત્રી અને જયશ્રી માનવસેવા ટ્રસ્ટ ના પ્રમુખ તેમજ હિન્દુ યુવા વાહીની જીલ્લા પ્રમુખ જયશ્રીબેન વાઘેલાનો આજે જન્મદિવસ છે જયશ્રીબેન વાઘેલા અલગ અલગ સેવા કરી પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે જ્યારે તેમના જન્મદિવસ નિમિત્તે પરિવારજનો ભાજપ ના હોદ્દેદારો કાર્યકર્તાઓ તથા સમાજના આગેવાનો દ્વારા જયશ્રીબેન ના જન્મદિવસ નિમિતે શુભેચ્છા પાઠવી રહ્યા છે જયશ્રીબેન વાઘેલાને શુભેચ્છાઓ માટે લોકો તેમના મોબાઈલ નંબર 7016707020 પર જન્મદિવસ ની ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે
તાજેતરમાં બોટાદના હલદડ ગામ ખાતે ખેડૂત અને પોલીસ વચ્ચે બનેલી ઘટના સમયે મહિલા પત્રકાર પોતાની ફરજ નિભાવી ઘટનાનું કવરેજ કરી રહ્યા હતા ત્યારે પોલીસ દ્વારા તેમનો મોબાઈલ ઝૂંટવી લઈ અને પોલીસ સ્ટેશનને લઈ જશું તેવી ધમકીઓ પણ આપવામાં આવેલી જે ખરેખર ગંભીર બાબત કહેવાય જે ઘટનાની અસર તમામ પત્રકાર જગતમાં પડી છે ત્યારે પ્રેસ મીડિયા એસોસિએશન મોરબી દ્વારા ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રી ને સંબોધીને મોરબી જિલ્લા કલેકટર હસ્તક આજરોજ એક આવેદનપત્ર આપવામાં આવ્યું. જેમાં જણાવવામાં આવ્યું કે લોકતાંત્રિક દેશમાં હર કોઈને પોતાનો મંતવ્ય રાખવાનો સંપૂર્ણ અધિકાર છે અને જો તે મંતવ્ય પ્રજાહિત ને લગતું હોય તો તેને પ્રજા સુધી પહોંચાડવાનું સંપૂર્ણ કામ અને જવાબદારી પત્રકારો ની હોય છે. જે જવાબદારીના ભાગરૂપે પત્રકારો નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ બજાવતા હોય છે ત્યારે ઘણી જગ્યા ઉપર પોલીસ દ્વારા એનકેન પ્રકારે પત્રકારને પણ દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોય છે. ખરેખર ચોથા સ્તંભ તરીકે જો પત્રકારને સંવિધાનની અંદર સ્થાન મળતું હોય અને તેના અવાજને દબાવવાનો પ્રયત્ન થતો હોય તો ખરેખર એ નીંદર્ય છે અને જે દેશ માટે પણ ખરાબ છે. જો રક્ષક ખુદ કાયદાનો ભંગ કરશે તો દેશનો હાલ બેહાલ થઈ જશે અમારા પ્રેસ મીડિયા એસોસિયેશન મોરબી તરફથી આપને વિનંતી છે કે લોકતંત્રને બચાવવા આવી ઘટના ફરી ન બને તે માટે આ ઘટનાના દોષિતો પોલીસની તાત્કાલિક ધોરણે તપાસ કરી કસુવારને સજા કરાવો.