આજે તા.૦૨/૧૦/૨૦૨૫ ના રોજ મોરબી કલેક્ટર કચેરી ખાતે મોરબી જિલ્લાના ડોક્ટર, શિક્ષકો તેમજ વકીલો માટે નાગરિક સંરક્ષણ અવેરનેસ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં ડેપ્યુટી ચીફ વોર્ડનશ્રી જયેશ વેગડા દ્વારા નાગરિક સંરક્ષણ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી તેમજ ભવિષ્યમાં મોરબી જિલ્લામાં નાગરિક સંરક્ષણમાં વધુમાં વધુ નાગરિકો જોડાય તે માટે પ્રયત્નશીલ રહેવા જણાવવામાં આવ્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આગામી સમયમાં આ પ્રકારની વધુ તાલીમોનું આયોજન કરવામાં આવનાર છે. આ અવેરનેસ તાલીમમાં મોરબી જિલ્લા પુરવઠા અધિકારીશ્રી જૈમિન કાકડિયા, ડિઝાસ્ટર મામલતદારશ્રી એ.એસ. દોશી, જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટશ્રી દીપ પટેલ તેમજ મોરબી ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના કર્મચારીશ્રીઓ, જિલ્લાના ડોકટરશ્રીઓ, વકીલશ્રીઓ અને શિક્ષકશ્રીઓ જોડાયા હતાં.
મોરબી નજીકના વનાળીયા (શારદાનગર) ગામે દર વર્ષે ભટ્ટ પરિવાર દ્વારા હિંગળાજ માતાજીના મંદિરે શરદ પુનમના દિવસે યજ્ઞનુ આયોજન કરવામાં આવે છે.જેમાં ભટ્ટ પરિવારના સહ પરિવાર હાજરી આપી દર્શન તેમજ પ્રસાદનો લાભ લે છે. આગામી શરદપૂનમ તા.૭-૧૦ ને મંગળવારના હોય આ દિવસે આ આયોજનમાં યજમાન તરીકે મુળ બહાદુરગઢ નિવાસી હાલ મોરબી દિનેશભાઇ દયાશંકર ભટ્ટ, જીતુભાઈ દયાશંકર ભટ્ટ, લલીતભાઈ દયાશંકર ભટ્ટ તરફથી વ્યવસ્થા કરવામાં આવેલ છે?જ્યારે આ યજ્ઞ વિધીમાં લલીતભાઈ દયાશંકર ભટ્ટના પુત્ર વિદ્વાન શાસ્ત્રી હર્ષદીપભાઈ ભટ્ટ બેસવાના છે.તેમજ યજ્ઞની શાસ્ત્રોક્ત રીતે વેદ મંત્રો દ્વારા પુજાવિધિ શાસ્ત્રી તેજસભાઇ રમેશભાઈ ભટ્ટ અને તેની ટીમ દ્વારા કરાવવામાં આવશે.આ યજ્ઞના દાતા ચરીકેનો લાભ દિનેશભાઇ ભટ્ટ, જીતુભાઈ ભટ્ટ, લલીતભાઈ ભટ્ટ અને તેના પરિવારે લીધેલ હોય સૌ ભટ્ટ પરિવારને દર્શન અને પ્રસાદ લેવા માટે તેઓેેએ પધારવા હ્રદયપૂર્વક આમંત્રણ આપેલ છે. આવતા વર્ષની શરદ પુનમમાં જેમને યજ્ઞ વિધીમાં બેસવાનુ હોય તેમણે નીચે આપેલ નામ નંબર ઉપર સંપર્ક કરી નામ નોંધાવશે.તો ત્યારે જ જાહેરાત કરવામાં આવશે.તેમ સંસ્થાના પ્રમુખ બળવંતભાઈ ભટ્ટ (મો.93274 99185) જે.પી. ભટ્ટ (મો.99254 51138) તથા દર્શનભાઈ ભટ્ટ (મોં.98982 42906) એ યાદીમાં જણાવેલ છે.
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના વરિષ્ઠ નેતા લાલજીભાઈ દેસાઈ ના માર્ગદર્શન હેઠળ તથા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેવાદળની અધ્યક્ષ પ્રગતિબેન આહીર અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેવાદળના વાઈસ પ્રેસિડન્ટ તથા સૌરાષ્ટ્ર ઝોન પ્રભારી રમેશભાઈ જારીયા સાહેબની સૂચનાથી, આવનારી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીને ધ્યાનમાં રાખી, મોરબી જિલ્લામાં જુસબભાઈ કરીમભાઈ સંધવાણી ને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેવાદળના પ્રદેશ મંત્રી તરીકે મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી. આ નિમણૂંક પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓબીસી ના કાર્યકારી અધ્યક્ષ રાજુભાઈ આહીર, મોરબી જિલ્લા કોંગ્રેસ અધ્યક્ષ કિશોરભાઈ ચીખલીયા તથા વાંકાનેરના પૂર્વ ધારાસભ્ય જાવેદ પીરઝાદા ની વરિષ્ઠ હાજરીમાં મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે આ સન્માન આપવામાં આવ્યું. આ પ્રસંગે સંગઠનને વધુ મજબૂત બનાવવા તથા આવનારી ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષને પ્રભાવી બનાવવા માટે સૌએ પોતાના વિચારો વ્યક્ત કર્યા અને નવા નિમણૂંક પામેલા પ્રદેશ મંત્રી જુસબભાઈ સંધવાણીને હાર્દિક શુભેચ્છા અને અભિનંદન પાઠવ્યા.
અજય લોરીયાએ આઠમા નોરતે હિસાબ રજૂ કર્યો, હવે નફાની બાકીની રકમ બીજા સેવા કાર્યોમાં ખર્ચાશે
મોરબીમાં શહીદ પરિવારોના લાભાર્થે સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશનના અજય લોરીયા દ્વારા સંચાલિત પાટીદાર નવરાત્રી મહોત્સવમાં આ વર્ષે રૂ.29.51 લાખનો નફો થયો છે. આ નફા પૈકીની રૂ.25 લાખની રકમ શહીદોના પરિવારને સહાય રૂપે અર્પણ કરી દેવામાં આવી છે. મોરબીમાં છેલ્લા ઘણા વર્ષથી સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશન દ્વારા રવાપર – ઘુનડા રોડ ઉપર રામેશ્વર ફાર્મમાં પાટીદાર નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ સમગ્ર આયોજન શહીદ પરિવારના લાભાર્થે થાય છે. આ નવરાત્રી મહોત્સવનો સમગ્ર હિસાબ ગઈકાલે આઠમા નોરતે અજય લોરીયા દ્વારા મહોત્સવ દરમિયાન જ રજૂ કરવામાં આવ્યો હતો. આ વેળાએ અજય લોરીયાએ જણાવ્યું કે પાટીદાર નવરાત્રી મહોત્સવમાં રમવા આવતા ખેલૈયાઓ માતાજીની આરાધના તો કરી જ રહ્યા છે. સાથોસાથ તેઓ દેશ માટે બલિદાન આપનાર વીર શહીદોના પરિવારની મદદ પણ કરી રહ્યા છે. કારણકે આ નવરાત્રી મહોત્સવમાંથી થયેલો નફો શહીદ પરિવારોને સહાય રૂપે આપવામાં આવી રહ્યો છે. નવરાત્રી મહોત્સવ દરમિયાન 25 શહીદ પરિવારોને અલગ અલગ દિવસે અજય લોરીયા દ્વારા સ્વખર્ચે અહીં બોલાવવામાં આવ્યા હતા. આ તમામ પરિવારોને મહાનુભાવોના હસ્તે રૂ.1 -1 લાખની સહાય અર્પણ કરવામાં આવી હતી. આ નવરાત્રી મહોત્સવમાં રૂ.29.51 લાખનો નફો થયો છે. જે પૈકીની રૂ.25 લાખની રકમ 25 શહીદ પરિવારોને ચુકવાઈ ગઈ છે. હવે બાકીની રકમ અન્ય સેવાકાર્યોમાં વપરાશે.
મોરબીના લખધીરવાસ ચોકમાં તા.27 સપ્ટેમ્બરથી તા.2 ઓક્ટોબર સુધી બેંગલ દુર્ગાપુજા ગ્રુપ કમીટી દ્વારા દુર્ગાપુજા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દરરોજ મહાઆરતી સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.
મોરબી બેંગલ દુર્ગાપુજા ગ્રુપના તમામ કમીટી મેમ્બર્સ અને સભ્ય દ્વારા છેલ્લા નવ વર્ષ જેમ આ વર્ષે પણ દુર્ગાપુજા મહોત્સવનું શાનદાર અને ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં તા.૨૭ સપ્ટેમ્બરને શનિવારના રોજ રાતી ૯ વાગ્યે રાકેશકુમાર પટેલ (પી.આઇ. એ ડીવીઝન- મોરબી) દ્વારા દુર્ગાપુજા પંડાલનું ભવ્ય અને શાનદાર ઉદધાટન કરવામાં આવશે. ત્યારબાદ દિપમાલા પ્રજવલીત કરીને પુજાનો ભવ્ય શુભારંભ કરવામાં આવશે. દુર્ગાપુજા કોઈ પ્રદેશ કે પ્રાંતનો નહીં પરંતુ તમામ જન જાતિ સમુદાયને સાથે ચાલીને ઉજાવવામાં આવે છે. દુર્ગાપુજા ઉત્સવને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરીટેજ ફેસ્ટીવલમાં સ્થાન આપવામાં આવ્યું છે. દુર્ગાપુજા દેશમાં જ નહી પરંતુ વિદેશમાં પણ ધામ ઘુમથી ઉજવવામાં આવે છે. મહાઆરતીનો સમય દરરોજ રાત્રે ૮-૦૦ થી ૯-૦૦ વાગ્યા સુધી નો રહેશે.સાંસ્કૃતિક કાર્યક્રમનો સમય સાંજે સાડા છ થી આઠ વાગ્યાનો રહેશે. મહાઆરતી બાદ પ્રખ્યાત બંગાળી ધુનુચિ નૃત્યનો સમય રાત્રે ૯ વાગ્યા પછીનો રહેશે. વિર્સજન યાત્રા વિજયદસમી તા.૦૨ ઓક્ટોબરને સાંજે ૫-૦૦ વાગ્યા પછી લખધીરવાસ ચોકથી રવાના થશે. ભારતની મહાન સંસ્કૃતી અને બંગાલની પરંપરાનો સમન્વય એટલે દુર્ગાપુજા. આ પંડાલમાં બુધ્ધીના દેવતા ગણેશજી, બલના દેવતા કાર્તિકેય સ્વામી, જ્ઞાનના દેવી સરસ્વતી, ધન અને એશ્રવર્યાના દેવી લક્ષ્મી અને મહીસાસુરમર્દિની માં દુર્ગાનું પુજન, અર્ચન, આરતી અને સ્તુતી કરવામાં આવે છે. તો આ દુર્ગા પુજા મહા ઉત્સવનો અમુલ્ય લાભ લેવા માટે મોરબીની જનતાને નિમંત્રણ આપવામાં આવે છે. દુર્ગાપુજાને લગતી કોઈપણ માહિતી માટે મોહિતભાઈ (કાર્તિક) રાવલ મો.7990215099 અને શ્રીરામભાઈ મંડલનો સંપર્ક કરી શકો છો. તેમ મોહિતભાઈ રાવલની યાદીમાં જણાવાયુ છે.