
LSG vs RCB IPL 2025 Qualifier 1 Updates, Royal Challengers Bengaluru vs Punjab Kings: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ક્વોલિફાયર-1 માં પંજાબ કિંગ્સને હરાવી આઈપીએલ 2025ની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. જોશ હેઝલવુડ (3 વિકેટ)અને સુયશ શર્માની (3 વિકેટ) શાનદાર બોલિંગ બાદ ફિલ સોલ્ટની અણનમ અડધી સદી (56)ની મદદથી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે આઈપીએલ 2025ની ક્વોલિફાયર-1 માં પંજાબ કિંગ્સ સામે 8 વિકેટે વિજય મેળવ્યો છે. પંજાબ 14.1 ઓવરમાં 101 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. જવાબમાં બેંગ્લોરે 10 ઓવરમાં 2 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. બીજી તરફ પંજાબ કિંગ્સને હજુ એક તક મળશે. તે 1 જૂનના રોજ ક્વોલિફાયર -2માં એલિમિનેટરના વિજેતા સામે ટકરાશે.
બન્ને ટીમો આ પ્રમાણે છે
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર : વિરાટ કોહલી, ફિલ સોલ્ટ, રજત પાટીદાર (કેપ્ટન), લિયામ લિવિંગસ્ટોન, જીતેશ શર્મા (કેપ્ટન), રોમારિયો શેફર્ડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, યશ દયાલ, સુયશ શર્મા, જોશ હેઝલવુડ.
પંજાબ કિંગ્સ : પ્રિયાંશ આર્યા, પ્રભસિમરન સિંહ, શ્રેયસ ઐયર (કેપ્ટન), જોશ ઈંગ્લિશ, શશાંક સિંહ, નેહલ વાઢેરા, માર્કસ સ્ટોઈનિસ, અઝમતુલ્લાહ ઓમરજાઇ, હરપ્રીત બ્રાર, કાયલે જેમિસન, અર્શદીપ સિંહ.