
Nitin Patel Statement: નીતિન પટેલે જણાવ્યું કે, કડીમાં ભાજપની જીત નક્કી છે, જ્યારે કોંગ્રેસનો ઉમેદવાર બનવા કોઇ તૈયાર નથી.
આજે રાજ્યની બે વિધાનસભાની પેટા ચૂંટણીની ચૂંટણી પંચે જાહેરાત કરી દીધી છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ખાલી પડેલી કડી વિધાનસભા અને વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીની આજે સવારે જાહેરાત કરવામાં આવી છે, જે અંતર્ગત વિસાવદર અને કડીની વિધાનસભાની પેટાચૂંટણી આગામી 19 જૂને યોજાશે, અને 23 જૂને પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થશે. આ ચૂંટણી માટે 26 મેથી ફોર્મ ઉમેદવારો ભરવાની શરૂઆત કરશે, 2 જૂને ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ રહેશે, અને 23 જૂને પરિણામો આવી જશે. હવે આ બધાની વચ્ચે હવે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી નીતિન પટેલે મોટુ નિવેદન આપ્યુ છે.
આજે કડી વિધાનસભાની પેટા ચૂંટણીને લઇને પૂર્વ મુખ્યમંત્રી નીતિન પટેલે મીડિયા સાથે વાત કરી હતી, આ દરમિયાન નીતિન પટેલે ભાજપ અને કોંગ્રેસ બન્નેના ઉમેદવારોને લઇને નિવેદનો આપ્યા હતા. નીતિન પટેલે જણાવ્યું કે, કડીમાં ભાજપની જીત નક્કી છે, જ્યારે કોંગ્રેસનો ઉમેદવાર બનવા કોઇ તૈયાર નથી.
નીતિન પટેલે જણાવ્યું કે, કડી વિધાનસભામાં ભાજપના વિકાસના કામોથી ભાજપ જીતી રહી છે, જનતાને તેનો ફાયદો થયો છે, કડી ભાજપનો ગઢ રહ્યો છે. અમારુ હાઇ હમાન્ડ જેને ઉમેદવાર બનાવશે તેને અમે જીતાડીશું. કેન્દ્રીય પાર્લામેન્ટ્રી આમ રસ દાખવીને ઉમેદવાર નક્કી કરશે. નીતિન પટેલે સાથે સાથે કોંગ્રેસને પણ આડેહાથે લીધી હતી. કોંગ્રેસ મીડિયાથી ચાલે છે જનતામાં કોઇ કામ નથી, આખા ગુજરાતમાંથી કોગ્રેસ લુપ્ત થઇ ગઇ છે, કડી વિધાનસભા બેઠક પર કોંગ્રેસનો ઉમેદવાર બનવા કોઇ તૈયાર નથી, ભાજપના નામે ફાયદો શોધ્યા કરે છે, કડીમાં કોંગ્રેસના કોણ નેતા છે અને ઓફિસ ક્યાં છે તેની કોઇ ખબર નથી.
કડી બેઠક કેમ ખાલી?
કડી વિધાનસભા બેઠક પર ભાજપના ધારાસભ્ય કરસનભાઈ સોલંકીનું ગત ફેબ્રુઆરી 2025માં અવસાન થયું હતું. ત્યારથી આ બેઠક ખાલી પડી છે. કડી બેઠકને ગુજરાત ભાજપનો ગઢ માનવામાં આવે છે. જોકે, આ વખતે કેવું પરિણામ આવશે તે તો મતદાન પછી જ ખબર પડશે.