આજના આધુનિક યુગમાં ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, whatsapp ગ્રુપ ના માધ્યમથી સારા નરસા સમાચાર મેસેજ આંગળીના ટેરવે મોટાભાગના લોકો પોતાના મોબાઈલ ના માધ્યમથી પરિચિત હોય ત્યારે છેલ્લા ત્રણ ચાર વર્ષથી સતત મોબાઈલ ના માધ્યમથી અને પત્રકારી ક્ષેત્રે પરિચિતમાં રહેલા પોરબંદરના અબ્દુલભાઈ રાવડા અને મોરબીના આરીફ ભાઈ દિવાન તારીખ 4/1/2026 ના રોજ રવિવાર એ સવારે 11:00 વાગ્યાના સુમારે વાંકાનેરમાં એક લગ્ન પ્રસંગે સમૂહ લગ્ન સમારોહ માં અચાનક શુભેચ્છા મુલાકાત કરી હતી પત્રકારી ક્ષેત્રે અને સામાજિક ક્ષેત્રે સમાજ ચિંતક ચર્ચા વિચારણા કરવામાં આવી હતી ત્યારે આ લગ્ન પ્રસંગિક માં અન્ય સમાજ ચિંતક ભાઈ મિત્રો ની મુલાકાત થઈ હતી જેમાં સિબતેન કાજી અને મોહમ્મદભાઈ કાજી ગોંડલ સહિત મુંબઈ થી મહેમાન બનેલા અરમાનભાઈ શેખ વગેરે આ લગ્ન પ્રસંગમાં હાજરી આપી એકબીજાના પરિચય સાથે પત્રકાર મિત્ર અબ્દુલ રાવડા અને આરીફ દિવાન ની શુભેચ્છા મુલાકાત ના સાક્ષી બન્યા હતા જે તસવીરમાં દ્રશ્યમાન થાય છે
વાંકાનેર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ડોક્ટર મસાકપુત્રા નું નામ વર્ષોથી જાણીતા છે એવા વાંકાનેર સિવિલ હોસ્પિટલના પૂર્વ ડૉ.એ.જે મસાક પુત્રા ના પુત્ર ડૉ.જાવેદ સાહેબ મશાક પુત્રા ની મિત્ર ની જેમ સર્વરોગ નિદાન સેવા કાર્ય ફરજ ના ભાગે કરવાની શરૂઆત 2023 ઓગસ્ટ થી શરૂઆત કરી છે જેથી ડોક્ટર જાવેદ સાહેબને અને તેની તબીબી સેવાને સર્વે સમાજના પ્રતિષ્ઠ પ્રમાણિક સર્વ સમાજ ના લોકો સ્વભાવથી અને કાર્યથી પરિચિત છે ત્યારે સ્વાભાવિક છે કે તેના જન્મદિવસ નિમિત્તે સર્વે સમાજના શ્રેષ્ઠ સમાજ ચિંતકો દ્વારા શુભેચ્છાઓની વર્ષા થતી હોય ત્યારે આજરોજ તારીખ 4 1 2026 ના રોજ તેમના જન્મદિવસ નિમિત્તે સમગ્ર મશાક પુત્રા સમાજ સહિત સર્વે સમાજના લોકો સગા સંબંધીઓ આડોશી પાડોશી રૂબરૂ કે મિત્ર વર્તુળ સોશિયલ મીડિયાના માધ્યમથી instagram whatsapp facebook સ્ટેટસ ના માધ્યમથી મિત્ર સ્વભાવી ડોક્ટર જાવેદ સાહેબને તેમના જન્મદિવસ નિમિત્તે વડીલો મિત્રો ડોક્ટરો વકીલ પોલીસ પત્રકાર સહિત શ્રેષ્ઠ સમાજના લોકો શુભેચ્છા અભિનંદન પાઠવી રહ્યા છે
મોરબી: શ્રી કાઠિયાવાડ નિરાશ્રિત બાળશ્રમ રાજકોટ સંચાલિત મોરબી વૃદ્ધાશ્રમ ખાતે નિવાસ કરતા વડીલોના જન્મદિવસની ઉજવણી ખૂબ જ ભાવસભર અને આનંદમય વાતાવરણમાં કરવામાં આવી હતી. આ અવસરે વડીલો પ્રત્યે સન્માન અને લાગણી વ્યક્ત કરવા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત વડીલોને પુષ્પ અર્પણ કરીને કરવામાં આવી હતી. ત્યારબાદ દરેક વડીલના નામે તેમના હાથે જ વૃક્ષારોપણ કરાવવામાં આવ્યું, જે સમાજ માટે હરિયાળું અને સંદેશાત્મક પગલું બની રહ્યું. વૃદ્ધાશ્રમના વ્યવસ્થાપક શ્રી કિરણબા વાઘેલા તથા શ્રી પરેશભાઈ કીકાણી દ્વારા તમામ વડીલોના આશીર્વાદ પ્રાપ્ત કરવામાં આવ્યા હતા. સાંજના સમયે વડીલો માટે સરપ્રાઇઝ રૂપે કેક કટિંગનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં દરેક વડીલે એકબીજાને કેક ખવડાવીને પરસ્પર પ્રેમ, લાગણી અને સહયોગની ભાવના વ્યક્ત કરી હતી. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન વૃદ્ધાશ્રમનું વાતાવરણ આનંદમય, ઉલ્લાસભર્યું તેમજ ભાવાત્મક બની ગયું હતું. આ પ્રકારની ઉજવણી દ્વારા વડીલોને માન, પ્રેમ અને આત્મીયતા મળે છે, તેમજ સમાજમાં વડીલો પ્રત્યે સન્માન અને સંવેદનશીલતાનો સકારાત્મક સંદેશ પણ પ્રસરી રહ્યો છે.
મોરબી ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એન્ડ એન્ટી ક્રાઈમ ઓર્ગેનાઈઝ ના ગુજરાત સ્ટેટ જનરલ સેક્રેટરી વિજય રાજેયા (ગઢવી) ના માર્ગદર્શક હેઠળ જસુભા ગઢવીને મોરબી જિલ્લા પ્રમુખ અને પ્રદેશ મંત્રી તરીકે નિમણુક કરાઈ ભારતીય જનતા મજદૂર સેલના પ્રદેશ મંત્રી તરીકે રામભા ગઢવીની વરણી જયુભા ગઢવી છેલ્લા કેટલાક વર્ષોથી ઉદ્યોગિક એકમો તેમજ લોકો સાથે જોડાયેલા હોય ત્યારે લોકોને પોતાના હકનો અધિકાર અને કાયદાકીય માહિતી માટે હંમેશા કાર્યરત હોય તેમ જ ખૂબ વિશાળ મિત્ર વર્તુળ ધરાવતા જસુભા ને લોકો શુભકામના પાઠવી રહ્યા છે તો બીજી તરફ રામભા ગઢવી સિરામિક કોન્ટ્રાક્ટરના કામો સાથે ઘણા સમયથી જોડાયેલા હોય ત્યારે શ્રમિકો અને પોતાનો હક અને અધિકાર કેમ સરળતાથી મળી રહે તેવા હેતુથી કાયમી લોકો સાથે જોડાયેલા હોય ત્યારે મોરબી જિલ્લામાં થી પહોળો મિત્ર વર્તુળ ધરાવતા રામભા ગઢવીને ભારતીય જનતા મજદૂર સેલના પ્રદેશ મંત્રી તરીકેની વર્ણી થતા શુભેચ્છાઓ નોંધ વરસી રહ્યો છે
મોરબી પત્રકાર એસોસિયેશનની વાર્ષિક મિટિંગ યોજાઈ: પ્રમુખ પદે રવિ ભડાણીયાની નિમણુંક મોરબીના જાણીતા અને આજકાલ સાંધ્ય દૈનિકના પત્રકાર રવિ ભડાણીયાની પ્રમુખ પદે વરણી મોરબી પત્રકાર એસોસિયેશન ની આજે વાર્ષિક મિટિંગ યોજાઈ હતી જેમાં વર્ષ ૨૦૨૫ ના હોદેદારો નો કાર્યકાળ પૂર્ણ થતા નવા હોદેદારોની બહુમતીથી વરણી કરવામાં આવી હતી. મોરબી પત્રકાર એસોસિયેશન ના પૂર્વ પ્રમુખ સુરેશભાઈ ગોસ્વામીની અધ્યક્ષતામાં વર્ષ ૨૦૨૬ ના હોદેદારો ની નિમણૂક કરવા અંગે મિટિંગ યોજાઈ હતી જેમાં હાજર સભ્યોની બહુમતીથી પ્રમુખ તરીકે રવિભાઈ ભડાણીયા,ઉપપ્રમુખ તરીકે દેવભાઈ સનાળીયા,મહામંત્રી તરીકે ભાસ્કરભાઈ જોશી,સહમંત્રી તરીકે ડેનિસભાઈ દવે,ખજાનચી તરીકે આર્યનભાઇ સોલંકી ,કારોબારી સભ્ય તરીકે સંદીપભાઈ વ્યાસ,ઋષિભાઈ મહેતા અને રાકેશભાઈ પંડ્યાની નિમણૂક કરવામાં આવી છે.