મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ યુનિક સ્કૂલ દ્વારા સ્પોર્ટ્સ ડે ની ઉજવણી કરવામાં આવી હતી. યુનિલ સ્કૂલ દ્વારા દર બે વર્ષે સ્પોર્ટ્સ ડે ઉજવવામાં આવે છે. આ સ્પોર્ટ્સ ડે માં વિવિધ રમતોનું આયોજન કરવામાં આવે છે. સ્કૂલ પ્રસાશન અને વિદ્યાર્થીઓ ની મહેનત ને કારણે વિદ્યાર્થીઓ માં રમતો પ્રત્યે રુચિ વધે છે. આ વર્ષે આયોજિત સ્પોર્ટ્સ ડે માં સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ એ વિવિધ રમતો માં ભાગ લીધો હતો. યુનિક સ્કૂલમાં ધોરણ 5માં અભ્યાસ કરતા શિવમ રાજેશભાઇ અંબાલીયા એ ચેસમાં ભાગ લીધો હતો અને તેમ તે પ્રથમ નંબરે આવી ગોલ્ડ મેડલ અને સર્ટિફિકેટ પ્રાપ્ત કર્યું હતું સાથે સાથે શિવમ અને તેના મિત્રોએ ટગ ઓફ વોર એટલે કે રસ્સા ખેંચમાં પણ ભાગ લીધો હતો જેમાં તેમની ટિમ પ્રથમ નંબરે આવી હતી જેના કારણે તેમાં પણ ગોલ્ડ મેડલ અને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા. શિવમ અંબાલીયા ને સ્કૂલ ગેમમાં બે ગોલ્ડ મેડલ મળતા સ્કૂલના ટ્રસ્ટી, પ્રિન્સીપાલ, કલાસ ટીચર અને સાથી વિદ્યાર્થી મિત્રો સહિત પરિવારજનોએ અભિનંદન આપ્યા હતા. બાળકોમાં ખેલ ભાવના વિકસે અને રમતો પ્રત્યે રુચિ વધે તે હેતુથી યુનિક સ્કૂલ દ્વારા દર બે વર્ષે સ્પોર્ટ્સ ડે નું આયોજન કરવામાં આવે છે. આવા આયોજનો સફળ થાય તેની પાછળ સ્કૂલની અથાગ મહેનત હોય છે.
મુખ્યમંત્રી ભવિષ્ય કૌશલ વિકાસ યોજના દ્વારા 31ડિસેમ્બરની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ ની શરૂઆત દીપપ્રાગટ્ય અને સાંસ્કૃતિક ગીત થી કરવામાં આવી હતી. ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતાં પાત્રો જેવાકે રાણી લક્ષ્મીબાઈ,રાણી પદ્માવતી, કાશી,અર્જુન, ભગવાન પરશુરામ,ગૃહિણી જેવા અલગ અલગ પાત્રો ભજવ્યા અને જ્ઞાન સાથે ગમ્મત નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમા અતિથિવિશેષ તરીકે જયશ્રીબેન વાઘેલા, આરતીબેન રત્નાણી, અને હેતલબેન જોષી ઉપસ્થિત રહ્યાં હતા. તેમજ સેન્ટર સ્ટાફ પૂનમબેન, ચાંદનીબેન,ભવ્યભાઈ અને ભગિરથભાઈ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં અંદાજે 30 થી 40 વિદ્યાર્થીઓ એ ભાગ લીધો હતો.આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન સેન્ટર મેનેજર કપિલભાઈ રાઠોડ દ્વારા કરવામાં આવ્યું હતું. હાલ માં સરકાર માન્ય સર્ટિફિકેટ સાથે ફ્રી માં નર્સિંગ ની ટ્રેનિંગ આપવામાં આવે છે. ભવિષ્યમાં નવા અલગ અલગ કોર્ષિસ આવવાના છે તો વહેલા તે પહેલા ના ધોરણે સેન્ટર ની મુલાકાત લેવાનું જણાવવામાં આવે છે. એડ્રેસ: ઘનશ્યામ માર્કેટ, 3જો માળ, વી માર્ટ પાસે, રવાપર રોડ મોરબી.
મોરબી મહેન્દ્રનગર ગામ નજીક આવેલા સુપ્રસિદ્ધ રામધન આશ્રમના સેવક મુકેશ ભગતનો આજે જન્મદિવસ છે. મુકેશભાઈ ભગત નાનપણથી જ રામધન આશ્રમના પૂ. મહંત ભાવેશ્વરીમાં ના સેવાકાર્યો અને પ્રબળ આધ્યાત્મિક ભાવનાના રંગે રંગાઈને રામધન આશ્રમની ધાર્મિક. સામાજિક, સેવાકીય કાર્યો સાથે જોડાઈને આ આશ્રમની સેવાકાર્યોમાં જ પોતાનું જીવન સમર્પિત કરી દીધું છે. ત્યારે આજે નવા વર્ષે મુકેશ ભગતના જન્મદિવસને તેમના શુભેચ્છકો અને સ્નેહીજનો તરફથી જન્મદિવસની શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે. ત્યારે ગુજરાત તત્કાલ સંદેશ પરિવાર તરફથી જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છા
મોરબી, અત્રેની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળા સમાજ અને શાળાનો સેતુ રચાય, લોકોને શાળા પ્રત્યે લગાવ રહે,શાળાને શિક્ષકોની નહીં પણ પોતાની ગણે એવા શુભ આશયથી અત્યાર સુધીમાં અનેક વિદ્યાર્થીનીઓ આ શાળામાં અભ્યાસ કરી જીવનના પાઠ ભણી કોઈ પોતાનાં સંસારમાં વ્યસ્ત છે કોઈ ભણી ગણીને આગળ વધી ગઈ છે તો કોઈ વિદ્યાર્થીનીઓ હાલ માધ્યમિક,ઉચ્ચ માધ્યમિક સ્નાતક,અનુસ્નાતક કક્ષાએ આગળ અભ્યાસ કરી રહી છે. એવી પૂર્વ વિદ્યાર્થીનીઓના સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન સતવારા સમાજવાડી ખાતે કરવામાં આવ્યું હતું,તેમજ આ પ્રસંગે શાળાની બાળાઓ દેશભક્તિ રાષ્ટ્ર ભાવનાથી ભરપૂર સુંદર મજાના સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા,જેમાં ધો.6 થી 8 ની બાળાઓએ સ્વાગત ગીત શુભ સ્વાગતમ..દેશભક્તિ પેરોડી,અધૂરમ મધુરમ..તેમજ ધો.3 અને 4 ની બાળાઓએ વિદાયગીત ચલતે.. ચલતે..મેરે યે ગીત યાદ રખના.. કભી અલવીદા.. ન કહેના.. ભાવવાહી ગીતો રજૂ કર્યા હતા ધોરણ એકની બાળાઓએ સાંપ્રત સમસ્યા મોબાઈલ ઉપર મોબાઈલ સાથે સુંદર અભિનય ગીત રજૂ ઉપસ્થિત સૌના મન મોહી લીધા હતા,ધોરણ બાલ વાટિકા અને ધો.2 ના બાળકોએ ફુગ્ગા ફોડ સાથે સુંદર ગીત રજૂ કર્યું હતું, તેમજ સંગીત શિક્ષક ઓમ ડાભી દ્વારા તૈયાર કરાવેલ અયગીરી નંદીની..રંગભર્યું નાનું રૂપાળું મારું ગામડું,તેમજ હતો હું સૂતો પારણે પુત્ર નાનો.. વગેરે ગીતો બાળાઓએ સુર,તાલ અને લય સાથે રજૂ કર્યા હતા,તમામ પૂર્વ વિદ્યાર્થીનીઓ સાથે મળી શાળાના સંભારણા, સંસ્મરણો વાગોળ્યા હતા, શાળાની બહેનપણીઓને મળીને ભાવ વિભોરની ક્ષણો જોવા મળી હતી, સમગ્ર કાર્યક્રમમાં સતવારા સમાજવાડીના પ્રમુખ મનસુખભાઈ ડાભી, કેશુભાઈ હડિયલ ખજાનચી તેમજ મંત્રી કાનજીભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હતા,કાર્યક્રમને સફળ બનાવવા શાળાના તમામ શિક્ષક બંધુ/ભગીનીઓએ ખુબજ જહેમત ઉઠાવી હતી અંતમાં સૌએ સાથે અલ્પાહાર કરી કાર્યક્રમની સોનેરી યાદો સાથે છુટા પડ્યા.
રાજ્ય સરકારના યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા આયોજિત યુવા ઉત્સવની રાજ્ય કક્ષાની વકતૃત્વ સ્પર્ધામાં મોરબી મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતો વિસ્મય ત્રિવેદી પ્રથમ સ્થાને વિજેતા થયો છે. 'મહેનતની મહતા વધુ કે ભાગ્યની ભવ્યતા....? વિષય પર બોલતા વિસ્મયે વિવિધ ઉદાહરણો અને સાહિત્યિક ભાષા શૈલી દ્વારા નિર્ણાયકોના તથા શ્રોતાઓના દિલ જીતી લીધા હતા. આ અગાઉ વિસ્મય સમગ્ર ગુજરાત રાજ્યમાં બાળ પ્રતિભા વકતૃત્વ, યુવા ઉત્સવની શીધ્ર વકતૃત્વ, કલામહાકુંભ વકતૃત્વ, યુવા ઉત્સવની વકતૃત્વ સ્પર્ધામાં તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી યુથ ફેસ્ટીવલની વકતૃત્વમાં પણ વિજેતા થઈ ચૂક્યો છે. આ ઉપરાંત વિસ્મયે ટેબલટેનિસમાં પણ ખેલ મહાકુંભ અને મહાનગરપાલિકા કક્ષાએ પુરસ્કારો પ્રાપ્ત કર્યા છે.