

મોરબી શહેર સહિત સમગ્ર દેશભરમાં હાલ મુસ્લિમ સમાજના મોહરમ શરીફ ચાલી રહ્યા છે મુસ્લિમ વિસ્તારમાં ઇમામ હુસૈન ની યાદમાં ઠેર ઠેર છબીલ તાજીયા અખાડા સહિત વિવિધ ધાર્મિક કાર્ય યોજાઇ રહ્યા છે અને મુસ્લિમ સમાજના નવા વર્ષ મોહરમ શરીફ નિમિત્તે પ્રથમ ચાંદ થી શરૂ છે ત્યારે એ ડીવીઝન પોલીસ મથકે જિલ્લા પોલીસ વડાની સૂચના અને નાયબ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન થી મોરબી એ ડિવિઝન પોલીસ મથકે પોલીસ ઇન્સ્પેક્ટર રાકેશ પટેલ ની અધ્યક્ષતામાં મુસ્લિમ સમાજ નાં ધર્મ ગુરુ શેરખતીબ રસીદ મીયા બાપુ સહિતના તાજીયા અખાડા કમિટીના આયોજકો સંચાલકો સાથે બેઠક યોજાઈ હતી
તેમાં શાંતિ પૂર્વક તહેવારોની ઉજવણી અંતર્ગત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી તેમાં તાજીયાના સંચાલકોએ સમયસર દર વર્ષની જેમ રાબેતા મુજબ રૂટ પર સમયસર હાજર રહેવું અને અખાડા કમિટી દ્વારા ઇલેક્ટ્રીક વાયર રેકડા વહાનો ચલાવતી વખતે સાવધાની સાથે ઇલેક્ટ્રીક વાયર ઉંચા કરતી વખતે સાવચેત થી પૂર્વક સાવધાની રાખવી જેવા અનેક વિવિધ પ્રજાલક્ષી માર્ગદર્શન ની ચર્ચા વિચારણા સાથે તાજીયા આખાડાની મીટીંગ મળી હતી
