
વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમા છેતરપિંડીનો ગુન્હો રજીસ્ટર થયેલ હતો. જે ગુન્હામાં ફરીયાદીની બોન્ઝા વિટ્રીફાઇડ કંપનીનુ બોગસ ઇમેઇલ આઇડી, મોબાઇલ નંબરનો ઉપયોગ કરીને ભારત સરકારના આઇસગેટ પોર્ટલમાં આ ઇમેઇલ આઇ.ડી. તથા નંબરથી યુઝર રજીસ્ટર કરી સરકાર તરફથી આઇસગેટ સ્કીમ અંતર્ગત મળેલ રોડટેપ સ્ક્રીપ નંગ – ૨૯ કિં.રૂા. ૭૧,૪૫,૬૧૬/- ની છેતરપીંડી થયેલ હોય જે ગુન્હાની તપાસ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, મોરબીને સોપતા પોલીસ ઇન્સપેકટર દ્વારા અલગ અલગ રાજય ખાતે તપાસ કરી રૂા.૪૧,૮૧,૬૮૦/- ગુન્હાના કામે રીકવરી કરેલ હોય જે રીકવર કરેલ રકમ ફરીયાદીને નામદાર કોર્ટના હુકમ મુજબ આજે “તેરા તુજકો અર્પણ” અંતર્ગત પરત અપાવેલ છે


Leave Your Comment Here