
વાંકાનેર તાલુકાના વિવિધ ગામોમાં રાત્રિના સમયે વીજ લાઇન પર લગાવેલી એલ્યુમિનિયમ ઇલેક્ટ્રિક વાયર કાપીને ચોરી કરવામાં આવતી હતી. PGVCL દ્વારા નોંધાયેલી ફરિયાદના આધારે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.તપાસ દરમિયાન જાણવા મળ્યું કે અંદાજે ૩૫૮૦ મીટર જેટલી વાયર ચોરી કરી વેચી દેવામાં આવી હતી. આ વાયરનો કુલ વજન અંદાજે ૩૦૦૦ કિલો જેટલો હોવાનું સામે આવ્યું છે.ઝડપાયેલા આરોપીઓ પોલીસે ચાર શખ્સોને ચોરીના ગુનામાં તથા એક શખ્સને ચોરીનો માલ રાખવાના ગુનામાં ઝડપી પાડ્યા છે. તમામ આરોપીઓ વાંકાનેર અને આસપાસના વિસ્તારોના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. જપ્ત કરાયેલ મુદ્દામાલ એલ્યુમિનિયમ વાયર મોબાઇલ ફોન વાયર કાપવાના કટર
બોલેરો પીકઅપ (નંબર GJ13AW8337)કુલ મળેલ મુદ્દામાલની કિંમત રૂપિયા 14,13,500/- ગણવામાં આવી છે.
પોલીસની કાર્યવાહી આ સમગ્ર કામગીરી પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. મોરબી તથા વાંકાનેર તાલુકા પોલીસની સંયુક્ત ટીમ દ્વારા હાથ ધરવામાં આવી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને અન્ય સંડોવાયેલા શખ્સો વિશે પણ તપાસ ચાલી રહી છે.





Leave Your Comment Here