
ઇન્ડિયન લાયન્સ ક્લબ મોરબી દ્વારા તાજેતરમાં ફ્રી સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જે કેમ્પમાં હોમિયોપેથીક, વોટર થેરાપી, પ્રાણિક હિલીંગ, એક્યુંપંચર દ્વારા દરેક રોગોની સારવાર ડો. નીલેશ ગામી અને ડો. નિકુંજ ગૌસ્વામી, મહેન્દ્રભાઈ મેં દ્વારા કરવામાં આવી હતી
સાથે જ દર્દીને જરૂરિયાત મુજબની દવાઓ નિશુલ્ક આપવામાં અવિહ ટી કેમ્પનો ૨૦૧ દર્દીઓએ લાભ લીધો હતો ડો. નીલેશ ગામી દ્વારા ૨૬ મો ફ્રી નિદાન અને સારવાર કેમ્પ યોજવામાં આવ્યો હતો આ તકે ઇન્ડિયન લાયન્સ કલબના ભાવેશભાઈ દોશીએ જણાવ્યું હતું કે ૨૬ વર્ષથી નીલેશ ગામી અવિરત સેવા આપી ઇન્ડિયન લાયન્સ ક્લબને ખુબ સહકાર આપી રહ્યા છે તેમના મોટાભાઈ હર્ષદભાઈ ગામી ઇન્ડિયન લાયન્સ કલબના પાયાના પથ્થર અને પૂર્વ પ્રમુખ રહી ચુક્યા છે અને હાલ પણ સક્રિય સભ્ય તરીકે સેવા આપે છે
કેમ્પમાં સેવા આપનાર દરેક સેવાભાવી ડોક્ટર અને સ્ટાફનું બહુમાન કરાયું હતું કેમ્પને સફળ બનાવવા હર્ષદભાઈ ગામી, ભાવેશભાઈ દોશી, ધીરૂભાઈ સુરેલીયા, કિશોરભાઈ પલાણ, શશીભાઇ મહેતા, અલ્પાબેન કક્કડ, અજયભાઈ કક્કડ સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી
Leave Your Comment Here