
ભૂજ ખાતે યોજાયેલ લોકનૃત્ય પ્રતિયોગિતામાં શ્રી સરસ્વતી શિશુમંદિર, મોરબી પ્રથમ ક્રમે.
મોરબી: ભુજ ખાતે ગત તારીખ 6 સપ્ટેમ્બરના રોજ વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ આયોજિત સંસ્કૃતિ બોધ પરિયોજના ગુજરાત પ્રાંત દ્વારા પ્રાંતીય લોકનૃત્ય પ્રદર્શન 2025નું આયોજન કરવામાં આવેલ હતું. વિદ્યા ભારતી ગુજરાત પ્રાંતના 10 વિભાગો છે. જેમાંથી આઠ વિભાગે અલગ અલગ નૃત્યમાં ભાગ લીધેલ હતો. જેમાં મોરબી સ્થાનએ દ્વારકા વિભાગમાં આવે છે. મોરબીની શ્રી સરસ્વતી શિશુમંદિરની 13 બહેનો 2 ભાઈઓ તથા બે આચાર્યોઓએ ભાગ લીધો હતો. જેમાં મોરબીની શ્રી સરસ્વતી શિશુમંદિર એ પ્રાંતમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો. તે બદલ શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવેલ છે. હવે વિદ્યાર્થીઓ અખિલ ભારતીય ક્ષેત્રે બિહાર સીતામઢી ખાતે પ્રદર્શન કરવા જશે. જે બદલ વિદ્યાલય પરિવાર હર્ષની લાગણી અનુભવે છે.
Leave Your Comment Here