વાંકાનેર ના રાજવી અને રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિહ ઝાલા ૨૦૧૧ થી રાજકારણમાં એક સક્રિય નેતા તરીકે પોતાની સેવા આપી રહ્યા છે રાજવી પરિવાર પહેલેથી જ રાજકારણ સાથે સકડાયેલા છે તેમના પિતા શ્રી દેશના સાંસદ અને પ્રથમ પર્યાવરણ મંત્રી હતા અને તેમના પુજ્ય દાદા જી ૧૯૫૨ માં વાંકાનેરનાં પ્રથમ ધારાસભ્ય રહીં ચુક્યા છે અને તેમના મામા રેલવે મંત્રી રહી ચૂક્યા છે અને તેમના કાકા સાહેબ વાંકાનેર ના ધારાસભ્ય રહી ચૂક્યા છે લોકશાહીથી પોતાના પરિવાર સહિતના સભ્ય રાજકીય ક્ષેત્રે જોડાયેલા હતા ત્યારે વાંકાનેરના રાજવી અને રાજ્યસભાના સાંસદ યુવા નેતા કેસરીદેવસિહ ઝાલા નો આજે જન્મદિવસ છે તેમના જન્મદિવસ નિમિત્તે વાંકાનેર તથા સમગ્ર ગુજરાત ભરમાંથી તેમના સમર્થકો રાજકીય અગ્રણીઓ સામાજિક સહિત વાકાનેર વિસ્તારના નાગરિકો અને વિવિધ સંસ્થાઓના આગેવાનો દ્વારા તેમને શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે લોકસેવા અને જનકલ્યાણ માટે સતત સક્રિય રહેતા કેસરીદેવસિહ ઝાલા નાં જનસંપર્ક અને કાર્યશૈલીને લઈને લોકોએ જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓ અને શુભકામનાઓ અને આયુષ માટે આશિષ આપી આરોગ્યની પ્રાર્થના કરી રહ્યા છે
Leave Your Comment Here