ઇસ્લામ ધર્મનો સૌથી પવિત્ર માનવામાં આવતો રમજાન માસમાં દુનિયાભરમાં ઇસ્લામ ધર્મને માનનારા મુસ્લિમ સમાજના લોકો રમજાન માસમાં રોજા નમાજ અને કુરાન શરીફ ની તિલાવત કરીને ખુદાને ખુશ કરવા માટે અલ્લાહ તાલ્લાહની ઈબાદત અને બંદગી કરે છે વહેલી સવારે રોજા રાખી સતત 13 થી 14 કલાક ભૂખ અને પ્યાસ વેઠીને સાંજે ઇફતાર કરી રોજેદાર રોઝા પુર્ણ કરી રોઝુ ખોલતાં હોય છે ત્યારે આ રમજાન માસમાં નાના નાના ભૂલકાઓ પણ રોજા રાખી ખુદાની ઈબાદત અને બંદગી કરવામાં બાકાત રહીયા નથી અને આકરી કાળઝાળ ગરમી હોવા છતાં પણ નાના નાના ભૂલકાઓ અને બાળકોમાં હિંમત અને અડગ નિશ્ચયમાં કોઈ ઘટાડો આવ્યો નથી ત્યારે મોરબીના અજમેરી સમાજના ઉપપ્રમુખ અને બી ઇન્ડિયા ન્યુઝ ચેનલ ના બ્યુરો ચીફ અને પાટનગર નેટવર્ક ન્યૂઝ ટીવી ચેનલ નાં રીપોર્ટર તેમજ ગુજરાત તત્કાલ સંદેશ મેનેજિંગ ડાયરેક્ટર પત્રકાર રફીક અજમેરી નાં મોટા બહેન રજીયાબેન નાં સહેજાદા સરબાજ અજમેરીએ નાની ઉંમરે મોટી ઈબાદત કરી છે સરબાજ એ રમજાન માસના 30 રોજા પૂર્ણ કરીને અનોખો સાહસ અને શ્રદ્ધા દર્શાવી છે રમજાન માસના તમામ 30 રોજા પૂર્ણ કરીને સરબાજ અજમેરીએ અલ્લાહની બંદગી અને ઈબાદત નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે ધર્મ પ્રત્યેની પોતાની લાગણી અને શ્રદ્ધાની અજમેરી સમાજમાં પણ પ્રશંસા થઈ રહી છે નાની ઉંમરે આ પ્રકારનું ધાર્મિક અનુસરણ અન્ય મોટા લોકો માટે પણ પ્રેરણારૂપ બન્યું છે ત્યારે પરિવારજનો તથા સગાંસંબંધીઓ એ સરબાજ અજમેરીને શુભેચ્છાઓ પાઠવી હતી અને તેના ઉજ્જવળ ભવિષ્ય માટે દુઆઓ કરી અજમેરી પરિવારમાં આનંદ અને ગૌરવની લાગણી છવાઈ છે
Leave Your Comment Here