ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી મહાનગરપાલિકાની ચૂંટણીના સંદર્ભમાં મોરબી ખાતે જનસેવા સંકલ્પ’ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. મોરબી મહાનગરપાલિકાના 52 જેટલા ઉમેદવારોની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં સંગઠનની મજબૂતી અને જનસેવાના સંકલ્પને દોહરાવવામાં આવ્યો હતો. ગરીબ કલ્યાણ અને વિકાસ એ જ ભાજપનો મંત્ર: આગેવાનોનું પ્રેરક ઉદબોધન આ કાર્યક્રમમાં માર્ગદર્શન આપતા ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી આઇ. કે. જાડેજાએ જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી હંમેશા છેવાડાના માનવી સુધી સુખ-સુવિધા પહોંચાડવા કટિબદ્ધ છે. આ સાથે જ રાજ્યના મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ કાર્યકરોમાં જોમ પૂરતા જણાવ્યું હતું કે, મોરબીના સર્વાંગી વિકાસ માટે ભાજપનો દરેક કાર્યકર અને ઉમેદવાર જનતાની સેવામાં તત્પર રહેશે. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો: આ પ્રસંગે મંચ પર અનેક દિગ્ગજ નેતાઓ અને સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં દુર્લભજીભાઇ દેથરીયા (ધારાસભ્ય – ટંકારા પડધરી) જયંતીભાઈ રાજકોટિયા (અધ્યક્ષ – મોરબી જિલ્લા ભાજપ) ગજેન્દ્રભાઇ સક્સેના (પ્રભારી – મોરબી જિલ્લા ભાજપ) સુખદેવભાઇ દેલવાણીયા (ઉપાધ્યક્ષ – ગુજરાત પ્રદેશ યુવા મોરચા) તપનભાઈ દવે (મહામંત્રી – મોરબી જિલ્લા ભાજપ) પ્રદીપભાઇ વાળ કાર્યકરોમાં અનેરો ઉત્સાહ: કાર્યક્રમ દરમિયાન મોરબી જિલ્લા અને મહાનગરના પદાધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે તમામ ૫૨ ઉમેદવારોએ ‘જનસેવા’ના શપથ લઈ મોરબીના વિકાસને નવી ઊંચાઈએ લઈ જવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમમાં ભાજપના કાર્યકરોનો ઉત્સાહ જોતા આગામી સમયમાં ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
ગાંધીનગર ખાતે આજરોજ ગુજરાત ગેસ લિમિટેડ ની ઓફિસમાં હાલની ગેસ સપ્લાયની વિકટ પરિસ્થિતિ અંગે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ગુજરાત ગેસના એમડી અવંતિકા સિંહ તથા અન્ય ઉચ્ચ અધિકારીઓ સાથે મોરબી સિરામિક એસોસિએશન ના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. એસોસિએશન તરફથી પ્રમુખ મનોજભાઈ એરવાડિયા તેમજ નરેન્દ્રભાઈ સંગાત, નિલેશભાઈ જેતપરિયા, પરેશભાઈ કુંડારિયા અને વિપુલભાઈ સવસાણી ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં નીચેના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી: 1. ગેસના ભાવ મુદ્દે: ગેસ કંપનીએ પોઝિટિવ અભિગમ દર્શાવ્યો છે અને આંતરરાષ્ટ્રીય બજારના પરિબળોને ધ્યાનમાં રાખીને કમિટી સાથે ફરી 15/4 ના રોજ બેઠક યોજીને ભાવ અંગે નિર્ણય લેવાશે. 2. બેન્ક ગેરંટી મુદ્દે: બિલિંગ સાઇકલ 5 થી 7 દિવસ કરવા માટે કંપનીએ સકારાત્મક પ્રતિભાવ આપ્યો. 3. MGO વપરાશ મુદ્દે: 100% વપરાશના નિયમમાં રાહત આપીને 80-85% વપરાશ માટે પણ પોઝિટિવ પ્રતિસાદ આપવામાં આવ્યો. વધુમાં, આવતા અઠવાડિયામાં કમિટી નવી દિલ્હી ખાતે સેન્ટ્રલ ગેસ કમિટી સમક્ષ રૂબરૂ રજૂઆત પણ કરશે.
મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ ભાજપમાં આંતરિક વિખવાદ ખુલ્લેઆમ સામે આવી રહ્યો છે. ટિકિટ ન મળતા અસંતોષ હવે જાહેર બળવામાં ફેરવાઈ રહ્યો છે. ઉમેદવારના પરિવારજનો દ્વારા મંત્રી કાંતિ અમૃતિયા સામે તીખી પ્રતિક્રિયા આપતા રાજકીય માહોલ ગરમાયો છે. પૂર્વ નગરપાલિકા પ્રમુખ અનોપસિંહ જાડેજાના પરિવાર તરફથી પણ જાહેરમાં નારાજગી વ્યક્ત થવાથી વિવાદ વધુ ઘેરો બન્યો છે. (1) પક્ષની અંદર સ્પષ્ટ બે જૂથો દેખાઈ રહ્યા છે (2) ટિકિટ વિતરણને લઈને ભારે અસંતોષ (3)કાર્યકરોમાં ગેરસમજ અને અંતર વધી રહ્યું છે (4) સંગઠનના હોદ્દેદારો અને નેતાઓ વચ્ચે મતભેદ આ પરિસ્થિતિમાં ભાજપ માટે સૌથી મોટો ખતરો “અપક્ષ ઉમેદવારો” બની રહ્યા છે. ઘણા અસંતોષિત નેતાઓ હવે અપક્ષ તરીકે મેદાનમાં ઉતરી રહ્યા છે, જે મતવિભાગ કરીને ભાજપના પરંપરાગત મતબેંકમાં ભંગાણ પાડી શકે છે.ચૂંટણી પર સંભાવિત અસર: અપક્ષ ઉમેદવારો ભાજપના મત કાપી શકે આંતરિક ગૂંચવણથી પ્રચારમાં નબળાઈ વિરોધ પક્ષને મજબૂત થવાનો મોકો પ્રથમ મહાનગરપાલિકા ચૂંટણીમાં અણધાર્યા પરિણામોની શક્યતા આ આખી પરિસ્થિતિ ભાજપ માટે “અંદરનો શત્રુ” સાબિત થઈ શકે છે. જો સમયસર સમાધાન નહીં થાય, તો મોરબીની પહેલી મહાનગરપાલિકા ચૂંટણીમાં ભાજપને જોરદાર ઝટકો પણ લાગી શકે છે. હવે જોવાનું એ રહેશે કે પક્ષ આ આંતરિક વિખવાદને કેવી રીતે સંભાળે છે અને શું અસંતોષિત નેતાઓને મનાવી શકશે કે પછી અપક્ષ લહેર ભાજપ માટે મુશ્કેલી ઊભી કરશે.