
ગરીબ કલ્યાણ અને વિકાસ એ જ ભાજપનો મંત્ર: આગેવાનોનું પ્રેરક ઉદબોધન
આ કાર્યક્રમમાં માર્ગદર્શન આપતા ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી આઇ. કે. જાડેજાએ જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી હંમેશા છેવાડાના માનવી સુધી સુખ-સુવિધા પહોંચાડવા કટિબદ્ધ છે. આ સાથે જ રાજ્યના મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ કાર્યકરોમાં જોમ પૂરતા જણાવ્યું હતું કે, મોરબીના સર્વાંગી વિકાસ માટે ભાજપનો દરેક કાર્યકર અને ઉમેદવાર જનતાની સેવામાં તત્પર રહેશે.
કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો:
આ પ્રસંગે મંચ પર અનેક દિગ્ગજ નેતાઓ અને સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં દુર્લભજીભાઇ દેથરીયા (ધારાસભ્ય – ટંકારા પડધરી)
જયંતીભાઈ રાજકોટિયા (અધ્યક્ષ – મોરબી જિલ્લા ભાજપ)
ગજેન્દ્રભાઇ સક્સેના (પ્રભારી – મોરબી જિલ્લા ભાજપ)
સુખદેવભાઇ દેલવાણીયા (ઉપાધ્યક્ષ – ગુજરાત પ્રદેશ યુવા મોરચા) તપનભાઈ દવે (મહામંત્રી – મોરબી જિલ્લા ભાજપ) પ્રદીપભાઇ વાળ
કાર્યકરોમાં અનેરો ઉત્સાહ:
કાર્યક્રમ દરમિયાન મોરબી જિલ્લા અને મહાનગરના પદાધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે તમામ ૫૨ ઉમેદવારોએ ‘જનસેવા’ના શપથ લઈ મોરબીના વિકાસને નવી ઊંચાઈએ લઈ જવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમમાં ભાજપના કાર્યકરોનો ઉત્સાહ જોતા આગામી સમયમાં ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો.




Leave Your Comment Here