ઇસ્લામ ધર્મનો સૌથી પવિત્ર ગણાતા એવા રમજાન માસ દરમિયાન દુનિયાભરમાં ઇસ્લામ ધર્મને માનતા મુસ્લિમ સમાજના લોકો રમજાન માસમાં રોજા રાખી ખુદાની ઈબાદત અને બંદગી કરે છે ત્યારે નાના ભૂલકાઓ પણ આ રમજાન માસમાં રોજા રાખી ખુદાની ઈબાદત કરતા હોય છે ત્યારે જામનગરના ઘાંચીવાડ વિસ્તારમાં રહેતી માત્ર ચાર વર્ષની માસુમ ઝૈનબ આદિલભાઈ સરઘસિયા એ ધખધખતા તાપ અને ગરમીમાં સતત 13 થી 14 કલાક ભૂખ અને પ્યાસ વેઠીને રમજાન માસમાં પહેલું રોજુ રાખી અલ્લાહની ઈબાદત અને બંદગી કરી હતી ઝૈનબ સરઘસીયા નાની ઉંમરે રમજાન માસમાં રોઝુ પુર્ણ કરતાં પરિવારજનો તથા સગાંસંબંધીઓ એ ઝૈનબ ને શુભેચ્છાઓ પાઠવી હતી અને તેના ઉજ્જવળ ભવિષ્ય માટે દુઆઓ કરી આનંદ અને ગૌરવની લાગણી અનુભવી હતી
Leave Your Comment Here