ઈસ્લામ ધર્મનો સહુથી પવિત્ર ગણાતા એવા રમજાન માસ દરમિયાન દુનિયા ભરમાં ઈસ્લામ ધર્મ ને માનતાં મુસ્લિમ સમાજના લોકો રમજાન માસમાં રોઝા રાખી ખુદાની ઈબાદત અને બંદગી કરે છે ત્યારે નાનાં નાનાં ભુલકાઓ પણ આ રમજાન માસમાં રોઝા રાખી ઈબાદત કરતા હોય છે ત્યારે માત્ર ૯ વર્ષીય માસૂમ બાળક નવાજ તરીયા એ ધખધખતા તાપ અને ગરમીમાં સતત 13 થી 14 કલાક ભુખ અને પ્યાસ વેઠીને રમજાન માસમાં તમામ રોજા રાખીને અલ્લાહની ઈબાદત અને બંદગી કરી છે મોરબીનાં પખાલી શેરીમાં રહેતા ઇમરાનભાઈ તરીયા નાં માત્ર ૯ વર્ષના પુત્ર નવાજે નાની ઉંમરે રમજાન માસના તમામ રોઝા રાખી અલ્લાહની ઈબાદત અને બંદગી કરી છે ત્યારે નવાજ તરીયા એ રમઝાન માસ નાં તમામ રોઝા પુર્ણ કરતાં પરિવારજનો તથા સગાંસંબંધીઓ એ શુભેચ્છાઓ પાઠવી હતી અને તેના ઉજ્જવળ ભવિષ્ય માટે દુઆ કરી આનંદ અને ગૌરવની લાગણી અનુભવી હતી
Leave Your Comment Here