ઇસ્લામ ધર્મનો સૌથી પવિત્ર ગણાતા રમજાન માસમાં દુનિયાભરમાં ઇસ્લામ ધર્મને માનનારા મુસ્લિમ સમાજના લોકો રમજાન માસમાં રોજા નમાજ અને કુરાન શરીફ ની તિલાવત કરીને ખુદાને રાજી કરવા માટે અલ્લાહની ઈબાદત અને બંદગી કરે છે વહેલી સવારે રોઝા રાખી સતત 13 થી 14 કલાક ભૂખ અને પ્યાસ વેઠીને સાંજે ઇફતાર કરી રોજેદાર રોઝા પુર્ણ કરી રોઝુ ખોલવામાં આવે છે ત્યારે આ રમજાન માસમાં નાના નાના ભૂલકાઓ પણ ખુદાની ઈબાદત કરવામાં બાકાત રહેતાં નથી અને આકરી કાળઝાળ ગરમી હોવા છતાં પણ નાના નાના ભૂલકાઓ અને બાળકોમાં હિંમત અને અડગ નિશ્ચયમાં કોઈ ઘટાડો આવ્યો નથી ત્યારે ટંકારાના અમીન યુસુફભાઈ માકડીયા ની માત્ર 8 વર્ષની શહેજાદી અકશા માકડીયા એ નાની ઉંમરે મોટી ઈબાદત કરી છે અકશાએ રમજાન માસના 30 રોજા પૂર્ણ કરીને અનોખો સાહસ અને ધર્મ પ્રત્યેની શ્રદ્ધા દર્શાવી છે રમજાન માસના તમામ 30 રોજા પૂર્ણ કરીને માસુમ અકશા એ અલ્લાહની બંદગી અને ઈબાદત નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે ધર્મ પ્રત્યેની પોતાની લાગણી અને શ્રદ્ધાની માકડીયા ઘાંચી સમાજ માં પણ પ્રશંસા થઈ રહી છે નાની ઉંમરે આ પ્રકારનું ધાર્મિક અનુસરણ અન્ય બાળકો માટે પણ પ્રેરણારૂપ બન્યું છે ત્યારે માતા પિતા પરિવારજનો તથા સગાંસંબંધીઓએ દિકરી અકશા ને શુભેચ્છાઓ પાઠવી તેના ઉજ્જવળ ભવિષ્ય માટે ઠેર સારી બરકતો પાઠવી દુઆઓ કરી હતી તેમજ અકશા ની ધર્મ પ્રત્યેની પોતાની શ્રદ્ધા અને લાગણી જોઈને માકડીયા ઘાંચી પરિવારમાં આનંદ અને ગૌરવની લાગણી પ્રસરી ગઇ હતી
Leave Your Comment Here