
આકરી ગરમી હોવા છતાં નૂર અહેમદ ના હિંમત અને અડગ નિશ્ચયમાં કોઈ ઘટાડો આવ્યો નહીં. રોજિંદા જીવનમાં રમકડાં અને મોજમસ્તીની ઉંમરે તેણે ધર્મ પ્રત્યેની પોતાની લાગણી અને સમર્પણને પ્રાથમિકતા આપી, જે સૌ માટે પ્રેરણારૂપ બની રહ્યું છે. નૂર અહેમદ ની આ સિદ્ધિથી પરિવારજનોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. પરિવારજનો અને નજીકના લોકો દ્વારા તેને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે અને તેના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ આપવામાં આવી રહી છે. અજમેરી સમાજમાં પણ નૂર અહેમદ ની આ ભાવના અને શ્રદ્ધાની પ્રસંશા થઈ રહી છે. નાની ઉંમરે આ પ્રકારનું ધાર્મિક અનુસરણ અન્ય બાળકો માટે પણ પ્રેરણા સમાન બનશે.


Leave Your Comment Here