ઇસ્લામ ધર્મનો સૌથી પવિત્ર મનાતો રમજાન માસમાં દુનિયાભરમાં ઇસ્લામ ધર્મને માનનારા મુસ્લિમ સમાજના લોકો રમજાન માસમાં રોજા નમાજ અને કુરાન શરીફ ની તિલાવત કરીને અલ્લાહ તાલાની ઈબાદત અને બંદગી કરે છે વહેલી સવારે રોજા રાખી સતત 13 થી 14 કલાક ભૂખ અને પ્યાસ વેઠીને સાંજે ઇફતાર કરી રોજેદાર રોઝા પુર્ણ કરી રોઝુ ખોલવામાં આવે છે ત્યારે આ રમજાન માસમાં નાના નાના ભૂલકાઓ પણ રોજા રાખી ખુદાની ઈબાદત કરવામાં બાકાત રહીયા નથી અને આકરી કાળઝાળ ગરમી હોવા છતાં પણ નાના નાના ભૂલકાઓ અને બાળકોમાં હિંમત અને અડગ નિશ્ચયમાં કોઈ ઘટાડો આવ્યો નથી ત્યારે આમરણ દરગાહ નાં ખાદિમ સૈયદ યાશીન મિયા બાપુ નાં માત્ર 11 વર્ષના શહેજાદા સૈયદ સજજાદ હુશેન બાપુ એ નાની ઉંમરે મોટી ઈબાદત કરી છે સજજાદ હુશેન બાપુ એ રમજાન માસના 25 રોજા પૂર્ણ કરીને અનોખો સાહસ અને શ્રદ્ધા દર્શાવી છે રમજાન માસના તમામ 25 રોજા પૂર્ણ કરીને સૈયદ સજજાદ હુશેન બાપુ એ અલ્લાહની બંદગી અને ઈબાદત નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે ધર્મ પ્રત્યેની પોતાની લાગણી અને શ્રદ્ધાની સમાજમાં પણ પ્રશંસા થઈ રહી છે નાની ઉંમરે આ પ્રકારનું ધાર્મિક અનુસરણ અન્ય બાળકો માટે પણ પ્રેરણારૂપ બન્યું છે ત્યારે પરિવારજનો તથા સગાંસંબંધીઓ એ સૈયદ સજજાદ હુશેન બાપુ ને શુભેચ્છાઓ પાઠવી હતી અને તેના ઉજ્જવળ ભવિષ્ય માટે દુઆઓ કરી સૈયદ પરિવારમાં આનંદ અને ગૌરવની લાગણી પ્રસરી ગઇ છે
Leave Your Comment Here